Last Update : 10-Sept.-2010, Friday
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
ખાદ્ય ફુગાવામાં વધારો થયો હોવાના અહેવાલો ડિસ્કાઉન્ટ

અમદાવાદ, ગુરૃવાર
ખાદ્ય ફુગાવામાં જોરદાર ઊછાળો નોંધાયો હોવાના પ્રતિકૂળ અહેવાલો સામે એફઆઈઆઈના રોકાણમાં થયેલા નોંધપાત્ર વધારા સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે સતત ચોથા દિવસે પણ જારી રહેલ નવી લેવાલી પાછળ બેંક શેરો તેમજ પસંદગીના હેવીવેઈટ શેરોની આગેવાનીઓ અન્ય શેરોમાં પણ સુધારો નોંધાયો હતો. જેના પગલે કામકાજના sharebazaarઅંતે બીએસઈ સેન્સેક્સમાં ૧૩૨.૯૫ પોઈન્ટનો ઊછાળો નોંધાતા તે ૧૮૭૯૯.૬૬ની ૩૧ માસની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. ૨૮ ઓગસ્ટે પૂરા થતા સપ્તાહ માટે ખાદ્ય ફુગાવાના દરમાં આજે ૧૧.૪૭ ટકાનો જોરદાર ઊછાળો નોંધાવા પામ્યો હતો. આ પ્રતિકૂળ અહેવાલોની સામે એફઆઈઆઈના રોકાણના પ્રોત્સાહક આંકડાની જાહેરાત થઈ હતી. જૂન માસથી અત્યાર સુધીમાં એફઆઈઆઈ દ્વારા રૃા. ૪૦૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. જ્યારે ૨૦૧૦ના કેલેન્ડર વર્ષમાં એફઆઈઆઈનું રોકાણ રૃા. ૬૦૦૦૦ કરોડની સપાટીએ પહોંચી જવા પામ્યું છે. આ અહેવાલોની આજે બજારના માનસ પર સાનુકૂળ અસર થઈ હતી. આ ઉપરાંત અર્થતંત્રની વૃદ્ધિ તેમજ પ્રોત્સાહક ચોમાસા સહિત કોર્પોરેટ ક્ષેત્રના કેટલાંક અહેવાલોની પણ બજાર પર સાનુકૂળ અસર જોવા મળી હતી. આ અહેવાલો પાઈપ આજે દેશી-વિદેશી સંસ્થાઓ સહિત ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ આજે બેંક શેરો તેમજ પસંદગીના હેવીવેઈટ શેરો પાછળ અન્ય શેરોમાં ઝડપી સુધારો નોંધાયો હતો. નવી ઝડપી લેવાલી પાછળ આજે બેંક ક્ષેત્રમાં ૨૭૭.૯૮ પોઈન્ટનો જંગી ઊછાળો નોંધાયો હતો. આજે સ્ટેટ બેંકમાં ૩ ટકા એચડીએફસી બેંકમાં ૨.૬૭ ટકા અને આઈસીઆઈસીઆઈ બેંકમાં ૧.૪૮ ટકા સહિત અન્ય બેંક શેરોમાં તેજી તરફી વલણ રહ્યું હતું. પસંદગીના હેવીવેઈટ શેરોની આગેવાન મહિન્દ્રા-મહિન્દ્રાએ લીધી હતી. આ શેરમાં આજે ૩.૧૬ ટકાનો ઊછાળો નોંધાયો હતો. આ સિવાય આજે હિરો હોન્ડા, મારૃતિ, ટાટા મોટર્સ, એન્ટીપીસી, ભેલ, લાર્સન, સિમેન્સ, ટાટા સ્ટીલ, સેઈલ, હિંદાલકો, ઇન્ફોસીસ, એચસીએલ ટેકનો, આઇડિયા સેમ્યુલર, હિંદ યુનીલિવર સહિત અન્ય શેરો મક્કમ રહ્યા હતા. આજે કન્ઝયુમર ગુડ્ઝ, પીએસયુ અને મેટલ ઇન્ડેક્સ તેમજ આ ક્ષેત્રના શેરો પણ મક્કમ રહ્યા હતાં.
નિફટી, સ્ટેટ બેંક અને ટાટા સ્ટીલના ફયુચર ડિસ્કાઉન્ટમાં ઃ નિફટી ઇન્ડેક્સ ૩૨ પોઈન્ટ વધ્યો
એનએસઈનો નિફટી આંક આગલા બંધ ૫૬૦૭.૮૫ની સામે ૫૬૦૮.૩૦ની સપાટીએ ખુલી બે તરફી કામકાજના અંતે ૩૨.૨૦ પોઈન્ટ વધીને ૫૬૪૦.૦૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો. નિફટી સપ્ટેમ્બર ફયુચર આજે ૯.૫૦ પોઇન્ટ ડિસ્કાઉન્ટ થઈને ૫૬૩૦.૫૫ની સપાટીએ રહ્યો હતો. આજે સ્ટેટ બેંકનો ફયુચર ૨૯૫૮ અને ટાટા સ્ટીલનો ફયુચર ૫૯૧.૫૦ની સપાટીએ ડિસ્કાઉન્ટમાં હતો. જ્યારે ટાટા મોટર્સનો ફયુચર્સ ૧૦૨૦.૯૦ની સપાટીએ પ્રિમીયમમાં હતો.
ગુજરાત પિપાવાવ પોર્ટનું ૨૨ ટકા પ્રિમીયમે લિસ્ટીંગ થયું ઃ ૧૭ ટકા પ્રિમીયમથી બંધ રહ્યો
તાજેતરમાં આઇપીઓ સાથે મૂડી બજારમાં આવેલ ગુજરાત પિપાવાવ પોર્ટનું આજે આકર્ષક લિસ્ટીંગ થવા પામ્યું હતું. આજે આ શેરનું ૨૨.૨૮ ટકા પ્રિમીયમથી રૃા. ૫૬.૨૫ના ભાવે લિસ્ટીંગ થયું હતું. કંપનીએ આ શેર રૃા. ૪૬ના ભાવે આપ્યા હતા. આ શેર આજે વધીને રૃા. ૫૪.૪૦, ઘટીને રૃા. ૫૧.૯૦ થઈ છેલ્લે રૃા. ૫૪.૦૫ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ૧૭.૫ ટકા પ્રિમિયમ દર્શાવે છે. આજે આ શેરમાં ૫.૭૯ કરોડ શેરના હાથ બદલા થયા હતાં.
મીડકેપ-સ્મોલકેપ સેગમેન્ટમાં કેટલાંક શેરોમાં નોંધપાત્ર પીછેહઠ
આજે મીડકેપ શેરોમાં એમવીએલમાં ૧૯.૩૧ ટકા, શ્રી ગ્લોબલમાં ૨૦ ટકા તેમજ ઇન્દ્રપ્રસ્થ ગેસ, ગેમન ઇન્ફ્રા. અને રેડીકો ખૈતાનમાં ૪.૬ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે સ્મોલકેપ શેરોમાં શ્રૃષ્ટિ ઇન્ફ્રા., ઈન્ડો રામા સીથેં, કોઠારી પ્રોડક્ટસ, ઇઆઇએચ એસો. હોટલ અને આંધ્ર સિમેન્ટમાં ૫.૪ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે આજે મીડકેપ ઇન્ડેક્સમાં ૫૪.૩૧ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩૩.૨૦ પોઈન્ટનો સુધારો નોંધાયો હતો.
ઈદ-ઊલ-ફિત્રને અનુલક્ષી આજે શેરબજાર બંધ
આવતીકાલે શુક્રવારને તા. ૧૦-૯-૨૦૧૦ના રોજ ઈદ-ઊલ-ફીત્રને અનુલક્ષીને શેરબજાર સત્તાવાર બંધ રહેશે. આજે ૩૦૫૦ શેરોમાં કામકાજ થયા હતા. જે પૈકી ૧૫૭૧ શેરોમાં સુધારો અને ૧૩૬૫ શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved