| Last Update : 10-Sept.-2010, Friday |
|
|
|
|
|
|
| ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું |
| |
૮મી સપ્ટેમ્બરે પીટીઆઈએ મુંબઈથી પ્રસારિત કરેલા એક સમાચાર અહેવાલ મુજબ કેન્દ્ર સરકારના લેબર ઓફિસરે નેશનલ સ્ટોક એક્સચેન્જના એમડી શ્રી રવિ નારાયણ દ્વારા ગ્રેચ્યુઈટીની ચુકવણીના કાયદાના ભંગ માટે સ્થાનિક અદાલતમાં દાખલ કરેલી ફરિયાદના અનુસંધાનમાં આ ફરિયાદમાં થયેલા આક્ષેપોનો જવાબ આપવા માટે શ્રી રવિ નારાયણને કોર્ટમાં હાજર થવાના સમન્સ મોકલવામાં આવ્યા છે.
અંધેરી કોર્ટના મેજિસ્ટ્રેટ કે જેમણે ગ્રેચ્યુઈટી ચુકવણીના કાયદાના અમલ માટેના લેબર એન્ફોર્સમેન્ટ ઓફિસર શ્રી પી.એસ. કરમસેએ દાખલ કરેલી ફરિયાદની સુનાવણી કરતા શ્રી રવિ નારાયણને ૧૦ ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાના સમન્સ બહાર પાડયા હતા.
ફરિયાદીએ જણાવ્યું હતું કે તેણે આ વર્ષના જૂનમાં વાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી એનએસઈની કચેરીનું ઈન્સ્પેક્શન કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી એક્સચેન્જે તેના ૧૦૫ ભૂતપૂર્વ કર્મચારીઓને ચુકવણીપાત્ર થતી તારીખના ૩૦ દિવસ બાદ થયેલી ગ્રેચ્યુઈટીની ચુકવણીની રકમ ઉપર વ્યાજ ચુકવ્યું નથી.
લેબર એન્ફોર્સમેન્ટ ઓફિસરે વધુમાં ફરિયાદમાં એવો આક્ષેપ પણ કર્યેે છે કે, આરોપી એનએસઈના એમડી ચુકવણી કઈ રીતે થઈ તેની વિગતો કન્ટ્રોલિંગ ઓથોરિટીને આપવામાં નિષ્ફળ રહ્યા છે.
ફરિયાદી ઓફિસરે જણાવ્યું છે કે પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એક્ટની જોગવાઈઓના તથા સેન્ટ્રલ રૃલ્સના પાલન કરવા માટે આરોપી જવાબદાર હતા. આ સંબંધમાં આરોપીને કારણ દર્શાવો નોટિસ મોકલવામાં આવી હતી, પણ તેનો સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આ કારણે એન્ફોર્સમેન્ટ ઓફિસરે આરોપી સામે પગલાં લેવા કેન્દ્ર સરકારના શ્રમ ખાતાની મંજૂરી માગી હતી અને આ ફરિયાદ દાખલ કરી હતી એવી માહિતી અદાલતને અપાઈ હતી.
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|