Last Update : 10-Sept.-2010, Friday
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
 

નઅમદાવાદ, ગુરૃવાર
રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં વ્યાજદરમાં વધારો થવાના સંકેતો આપ્યા બાદ ખાનગી ક્ષેત્રની આગેવાન બેંકો દ્વારા વ્યાજદરમાં વધારાની જાહેરાત પણ કરી દેવાઈ છે. પરંતુ આ મુદ્દાની બીજી તરફ જોઈએ તો જાહેર ક્ષેત્રની બેંકો આ સિઝન પુરી ન થાય ત્યાં સુધી વ્યાજના દરમાં વધારો કરશે નહીં તેવું જાણવા મળે છે.

પીએનબી દ્વારા આકર્ષક યોજના જાહેર કરાઈ ઃ અન્ય બેંકો પણ તેને અનુસરે તેવી વકી

મળતી માહિતી મુજબ હાલમાં જ શરૃ થયેલી તહેવારોની સિઝન બે માસ જેટલી લાંબી ચાલે તેવી શક્યતા છે. તાજેતરમાં ગણેશોત્સવ ત્યાર બાદ નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા તહેવારો આગામી બે માસમાં આવી રહ્યા છે. તહેવારોની સિઝનમાં નવા ઘર, નવી કાર તેમજ કેટલીક કન્ઝયુમર ડયુરેબલ્સ આઇટમોની ખરીદી કરતી હોય છે. કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો આ સમયમાં ખેડૂતો ખરીફ મોસમની લણણી કરતી હોય છે.
આ વખતે દેશભરમાં થયેલ સારા વરસાદના કારણે અર્થતંત્ર ક્ષેત્રે ગુલાબી વાતાવરણ સર્જાવા પામ્યું છે. તેની અસર આ વખતે તહેવારોની સિઝનમાં નવી ઘરાકી ઉપર પણ સાનુકૂળ અસર થવાની શક્યતાઓ ઊદ્ભવી છે. નવા ઘર, કાર અને કન્ઝયુમર ડયુરેબલ્સ આઇટમોની માંગ વધશે તે સાથે ગ્રાહક વર્ષ લોન માટે પણ બેંકો તરફ વળે તે સ્વભાવિક બાબત છે.
આ ઉપરાંત અન્ય મહત્ત્વના કારણ પર દ્રષ્ટિપાત કરીએ તો રિઝર્વ બેંક આગામી તા. ૧૬ સપ્ટેમ્બરે નીતિવિષયક દરમાં ૦.૨૫ ટકાનો વધારો કરે તેવી શક્યતા છે. તો સાથોસાથ દેશનું અર્થતંત્ર ૨૦૦૯ની મંદીમાંથી ધીમે ધીમે મજબૂતાઈ તરફ પ્રયાણ કરી રહ્યું છે. આ તબક્કામાં જો ધિરાણ દરમાં વધારો થાય અથવા તો ઊંચા દર હોય તો તેની પ્રતિકૂળ અસર ધિરાણ વૃદ્ધિને થવાની સંભાવના છે. તાજેતરમાં ધિરાણ માંગમાં પણ એવરેજ સુધારો જોવા મળે છે. આમ, આ સુધારો જળવાઈ રહે તે દ્રષ્ટિબિંદુને જાહેર ક્ષેત્રની બેંકો ધ્યાનમાં રાખી રહી છે.
આ નિતીને ધ્યાનમાં લઈને તાજેતરમાં પંજાબ નેશનલ બેંક દ્વારા તહેવારોની સિઝનમાં સસ્તા દરની લોનની યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં સ્થિર વ્યાજદર તેમજ ચૂકવણીનો સમય પણ લંબાવાયો છે. આ ઉપરાંત બેંક દ્વારા ડિસેમ્બર અંત સુધીમાં લોન પર કોઈ પ્રોસેસિંગ ફી તેમજ ડોક્યુમેન્ટ ચાર્જ પણ નહીં લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય બેંક દ્વારા બે નવી થાપણ યોજનાની પણ જાહેરાત કરાઈ છે. એજ્યુકેશન લોન માટે પણ બેંકે ખાસ યોજના બનાવી છે.
જાહેર ક્ષેત્રની ઇન્ડિય બેંક, દેના બેંક, યુનીયન બેંક સહિતની અન્ય બેંકો પણ આગામી તહેવારોમાં નવી યોજનાઓ રજૂ કરે તેવી શક્યતા છે. દરમિયાન ઇન્ડિયન બેંક ટૂંક સમયમાં સિલ્વાસા અને દમણ ખાતે તેની શાખા શરૃ કરવાની જાહેરાત કરાઈ છે. બેંકની ગુજરાતમાં વધુ ૫ બ્રાન્ચ ખોલવાની તેમજ ૧૩ નવા એટીએમ સ્થાપવાની યોજના હાથ ધરાઈ છે.


 

 

Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved