મહારાષ્ટ્રના અકોલા ગામની એક કોલેજમાં રાહુલ ગાંધી ગયેલા, તો ત્યાં છોકરાઓને કહેવામાં આવ્યું કે જુતાં-ચપ્પલ ઉતારીને હોલમાં આવો!
કેમ? તો કહે છે કે આજકાલ મહાનુભાવો પર જુતાં ફેંકવાની ઘટનાઓ બહુ બની રહી છે. પરંતુ, આ વિશે ત્યાંના એક અત્યંત વફાદાર કોંગ્રેસીનું શું કહેવું છે?...
***
મલા કાય વાટતે? (વાટતે એટલે 'વાટે છે' નહિ, લાગે છે!) કે આ જુતાં મારવાનો જે રીવાજ જરનૈલસિંહે ઈકડે ચાલુ કેલેલા આહે તે નુસ્તા ચ ખોટા આહે.
કારણ, જુતાને ગમે એવ્હડા ઉછળો, તે કદી ચ ઉપર યેઉ શક્તાત નાહિ. હા, જો માણુસના પગમાં પડયા રહે તો છેક માઉન્ટ એવરેસ્ટ જેવ્હડા ઊંચા જઈ શકે! આણિ જો અવકાશયાત્રીના ચરણોમાં રહે તો છેક ચંદ્રની ઊંચાઈ પ્રાત કરુ શક્તાત.
મ્હલાજે, અર્થ એટલો જ કે જુતાંનો સ્વભાવ જ કોંગ્રેસી આહે! જુતાએ બીજું કંઈ વિચારવું જ નાહિ પાહિજે.
છતાં, જે જુતાંઓ ઉછળી રહ્યાં છે તેની પાછળ મલા વાટતે કે એક પ્રચંડ 'ભગવા ષડયંત્ર' આહે! કઈ રીતે? તુ તુમ્હી ચ બઘા, (જુઓ), રામાયણમાં રામનાં જુતાં કોણ કહાડલેલે હોતે? ભરતે કહાડયાં હતાં. નંતર એ જ જુતાં વડે ૧૪ વરસ સુધી 'જુતાં રાજ' ચલવલા હોતા. આ ભગવા ષડયંત્ર ચ આહે ને! (હા આઈડિયા મિ શક્તિસિંહ લ્યા દેણાર આહોત.)
તમે ખાસ માર્ક કરજો, રાહુલબાબા કશાલા (શા માટે) આદિવાસી વિસ્તારોમાં વારંવાર જાય છે? કારણકે એ બિચારાઓ પાસે પગમાં પહેરવાનાં જુતાં હોતા જ નથી!
બાકી હે સઘળા પ્રશ્ન શ્રધ્ધા ચા આહે. મિ ખર ચ સાંગતો... (ખર એટલે ગધેડો નહિ, સાચું!) આમલ્યા રાહુલબાબા જ્યાં જ્યાં પધારે છે એ જગા મંદિર સારખી પવિત્ર થઈ જાય છે! ત્યા સાઠી, ત્યાં તો જુતાં બાહેર ચ કહાડીને જવું જોઈએ ને?
હું નાનો હતો ત્યારે મંદિરનાં જુતાંની રખવાળી કરવાને બહાને એ જ જુતાં ચોરી લેવાનું કામ કરતો હતો. એમ કરતાં કરતાં પ્રગતિ કરીને હું આજે કોંગ્રેસી બની ગયો છું. માઝી મહેચ્છા આહે કે ૧૦, જનપથની બાહેર માઝા જુતા પણ પરમાનન્ટલી પાર્ક થયેલા હોય!
જય રાહુલબાબા! જય મહારાષ્ટ્ર! જય હિન્દ!
- મન્નુ શેખચલ્લી |