Last Update : 09-Sept.-2010, Thursday

ખેલકૂદ મંત્ર્યાલયને અરબી મહાસાગરમાં ડૂબાડી દો....

આપણા કેટલાક રમતવીરો અન્ય દેશના ખેલાડી તરીકે ભારતની ધરતી પર પોતાનું કૌશલ્ય રજૂ કરવા આવશે ત્યારે આપણી શી ઇજ્જત રહેશે ?


‘મારે ખેદ સહિત જાહેર કરવું પડે છે કે સુવર્ણચંદ્રક વિજેતા કુસ્તીબાજ સંદીપ કુમાર સહિત આપણા ચાર કુસ્તીબાજો હવે ઓસ્ટ્રેલિયાના રમતવીરો તરીકે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે. સંદીપ કુમાર બીજીંગ ઓલિમ્પિક્સમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી તરીકે પ્રસ્તુત થયા હતા..’ ગયા પખવાડિયે રાજ્યસભામાં બોલતાં આપણા સ્પોર્ટસ્ પ્રધાન એમ એસ ગીલે જાહેર કર્યું ત્યારે વિપક્ષી નેતાઓ ગુસ્સે થઇ ગયા હતા. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે સરકાર ક્રિકેટ સિવાયની રમતોની ઘોર ઉપેક્ષા કરે છે. જો કે કેન્દ્ર સરકારે વિપક્ષી નેતાઓની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખી હતી. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે સરકાર રમતવીરોને કઇ નજરે જુએ છે. ચેસના વિશ્વવિજેતા વિશ્વનાથન્ આનંદને હૈદરાબાદ યુનિવર્સિટી માનદ્ ડૉક્ટરેટ (જેની ઘૂળ ને ઢેફાં જેટલી ય કિંમત નથી) આપવાની હતી ત્યારે કહેવાતા સનદી અમલદારોએ જે ગંધારી રાજરમત કરી એ પણ સરકારી ખેલકૂદ નીતિનો બોલતો પુરાવો હતો.
રાજ્યસભામાં જે નફ્ફટાઇથી આ વાત રજૂ કરવામાં આવી એ પરથી સરકારની રમત-ગમત વિશેની દાનત ખુલ્લી પડી ગઇ. વાસ્તવમાં તો બીજીંગ ઓલિમ્પિક્સમાં ભારતીય કુસ્તીબાજ સંદીપ ઓસ્ટ્રેલિયા તરફથી રજૂ થયો ત્યારે જ ભારત સરકારની આંખો ( જો હોય તો ) ખુલી જવી જોઇતી હતી. એક તરફ જરા પણ દેશદાઝ વિનાના ક્રિકેટર્સ છે જે મેચ દીઠ લાખો રૂપિયા વસૂલ કરવા ઉપરાંત જાહેર ખબરોની ધીંગી આવક ધરાવે છે. બીજી તરફ હૉકીના ખેલાડીઓ છે, ટેનિસ કે બેડમિંગ્ટનના ખેલાડીઓ છે. તીરંદાજો છે, શૂટર્સ છે, સ્વીમર્સ છે. આમાંના કોઇને ક્રિકેટર્સ જેટલાં માન કે દામ મળતા નથી. એક પછી એક સારા એથ્લીટ્સ દેશ છોડીને વિદેશનું નાગરિક્ત્વ સ્વીકારતા થયા છે. સરકારની બેશરમીની હદ તો ત્યાં છે કે ૩ ઑક્ટોબરથી ભારતની ધરતી પર શરૂ થનારા કોમનવેલ્થ રમતોત્સવમાં સંદીપ કુમાર ઓસ્ટ્રેલિયન કુસ્તીબાજ તરીકે હાજરી આપશે.
અને આવું માત્ર સંદીપ સાથે નથી થયું. બીજા ચારેક કુસ્તીબાજોને ઓસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકત્વની ઑફર કરી છે. વિધિની વક્રતા એ છે કે આ જ ઓસ્ટ્રેલિયામાં ગાંઠના પૈસે ભણતા ભારતીય વિદ્યાર્થીઓ પર રંગભેદી હુમલા થાય છે. બીજી બાજુ ભારતના એથ્લીટ્સને ઓસ્ટ્રેલિયા ઉમળકાભેર આવકારે છે. વિશ્વનાથન્ આનંદને સ્પેનના નાગરિક ગણાવનારા સનદી અધિકારીઓ ભૂલી ગયા કે આનંદ વિશ્વવિજેતા થયા ત્યારે ભારતીય નાગરિક જ હતા. એમણે જિહાદી કે ખાલિસ્તાની આતંકવાદીઓની જેમ કોઇ દેશ પાસે રાજકીય આશ્રય માગ્યો નહોતો. એમને સ્પેને સામેથી નાગરિકત્વની ઑફર કરી હતી. એમ તો અમિતાભ બચ્ચન અને લતા મંગેશકરને પણ એકથી વઘુ દેશોએ પોતાના નાગરિકત્વની ઑફર કરી છે તેથી શું અમિતાભ કે લતાજી ભારતીય નાગરિક મટી જાય ? હકીકત એ છે કે કેન્દ્ર સરકારની સ્પોર્ટસ્ને લગતી નીતિ ભૂલ ભરેલી છે પરંતુ મિથ્યાભિમાનને કારણે એ કબૂલ કરવામાં નથી આવતું.
કોમનવેલ્થ ગેમ્સ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આપણા કેટલાક રમતવીરો અન્ય દેશના ખેલાડી તરીકે ભારતની ધરતી પર પોતાનું કૌશલ્ય રજૂ કરવા આવશે ત્યારે આપણી શી ઇજ્જત રહેશે ? એમાંય આવા કેટલાક તેેજસ્વી એથ્લીટ્સ સુવર્ણ કે રજત ચંદ્રક મેળવશે ત્યારે એ ભારતની નહીં પણ જે દેશના પ્રતિનિધિ તરીકે આ એથ્લીટ્સ આવ્યા હશે તે દેશની પ્રતિષ્ઠા વધશે. કરોડો રૂપિયાના કૌભાંડો ઠંડે કલેજે કરતા રાજકારણીઓ કે બાબુલોગને જરાય દેશદાઝ કે શરમ જેવું રહ્યું લાગતું નથી. ઊલટું સ્પોર્ટસ્ પ્રધાન ગીલે રાજ્યસભામાં કહ્યંુ કે કેટલાક ખેલાડીઓની આર્થિક સ્થિતિ સારી નથી એ સરકાર જાણે છે. આર્થિક સ્થિતિના પગલે આ લોકો વિદેશી નાગરિકત્વ સ્વીકારી રહ્યા છે. ખરેખર તો આવા શબ્દો ઉચ્ચારતી વખતે ગીલે જાહેરમાં માફી માગી લેવી જોઇતી હતી કારણ કે તેજસ્વી વિદ્યાર્થીની જેમ તેજસ્વી સ્પોર્ટ પરસન્સના ઉદર નિર્વાહની જવાબદારી સરકારે સ્વીકારી લેવી જોઇએ.
કદાચ સરકાર પોતાની જવાબદારી ચૂકી ગઇ તો આ દેશના ઉદ્યોગપતિઓ શું કામના છે ? માત્ર ફોર્બ્સ કે બીજાં સામયિકોમાં તમારા ફોટા અને જીવન ઝરમર પ્રગટ થઇ જાય એટલાથી તમને સંતોષ છે ? તો ઘૂળ પડી તમારી દોમદામ સાહ્યબીમાં. તમારા એ અબજો રૂપિયા વ્યર્થ છે. આવા તેજસ્વી તારલાઓની જવાબદારી તમારે સામેથી સ્વીકારી લેવી જોઇએ. એ લોકોને માદરે વતન છોડી જતાં તમારે રોકવા જોઇએ. તો તમારી સંપત્તિ લેખે લાગી ગણાય. બાકી ઘૂળ ને ઢેફાં.

 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

કોલેજ મેગેઝિન્સમાં ક્રિએટિવિટીની કશ્મકશ
પૂર્વનો ઝભ્ભો અને પશ્ચિમનું જીન્સ....
પોલીસ બેન્ડના ડ્રમ,ટ્રમ્પેટ અને ક્ પર ભક્તિના સૂર....લેરિનેટ
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved