Last Update : 09-Sept.-2010, Thursday

આ વરસાદ, આ પૂર, આ ગરમી, આ વિનાશ....શું પ્રલયની નિશાની છે ?

કુરાન અને હદીસોમાં કહેલા કયામતના દિવસો શું નજદીક આવી ગયા છે ?
કળીયુગ પૂરો થવાને હજી ચાર લાખ વર્ષ બાકી છે એટલે હજી પ્રલયને એટલી વાર છે ?
ઋતુ પરિવર્તન માટે આપણે માનવી જ જવાબદાર છીએ

કુરાનમાં કયામતની વાત અવારનવાર આવે છે. અલ-ઇનફિતાર કહે છે..‘‘જ્યારે આકાશ ફાટે છે અને જ્યારે તારાઓ વિખરાય જશે અને જ્યારે સમુદ્ર ફરી વળશે અને કબરો ખુલી જશે ત્યારે દરેક શખ્સને ખબર પડશે કે એણે આગળ શું મોકલ્યું છે અને પાછળ શું છોડ્યું છે...’’
અલ-ઇનશિકાક કહે છે, ‘‘જ્યારે આકાશ ફાટશે અને એ પોતાના ખુદાનો હુકમ સાંભળશે અને એ એને યોગ્ય પણ છે અને જ્યારે જમીન ફેલાશે અને એ એની અંદરની વસ્તુઓ બહાર કાઢશે અને ખાલી થઈ જશે અને એ પોતાના રબના હુકમ સાંભળી લેશે અને એ એને યોગ્ય છે...અરે ઈન્સાન, તું મહેનત કરીને તારા ખુદા તરફ જઈ રહ્યો છે.’’
અલ-કારિઅહ કહે છે, ‘‘જ્યારે માણસો પતંગીયાઓની જેમ વિખરાયેલા હશે અને પહાડો રંગીન ઉન જેવા થઈ જશે.’’
અલ-કિયામા કહે છે, ‘‘જ્યારે આંખો અંજાય જશે અને ચંદ્ર પ્રકાશ વગરનો થઈ જશે અને સૂરજચંદ્ર ભેગા કરાશે એ દિવસે ઇન્સાન કહેશે....ક્યાં ભાગું ? ક્યાંય આશરો નથી....એ દિવસે તારા રબની પાસે જ જગ્યા છે.’’
આ ઉપરાંત પૈગંબરોના પ્રવચનો (હદીસો)માં પણ કયામત વિશે ઘણું કહ્યું છે. જેમકે, કયામત આવ્યા પહેલાં પુણ્ય ઓછું થશે, પાપ વધી જશે, વ્યભિચાર અને શરાબખોરી પણ વધી જશે, ઉંચી ઉંચી ઈમારતો બનશે, પુરૂષોની સંખ્યા ઓછી થશે અને મહિલાઓની સંખ્યા વઘુ હશે, પૃથ્વી ઉપર અંતર ઘટશે, વાહન વહેવારમાં ઉંટનો ઉપયોગ બંધ થઈ જશે, એવી બિમારીઓ ચાલશે જેનો કોઈ ઈલાજ ન હોય, ધર્મને માનનારા બે મોટા જૂથ આપસમાં લડશે અને બહુ મોટી સંખ્યામાં માણસો મરી જશે. લગભગ ત્રીસ દજ્જાલ પ્રકટ થશે, જેઓ પોતાના પૈગંબરોનો દાવો કરશે, વારંવાર ધરતીકંપો થશે, વખત જલદી જલદી પસાર થઈ જશે, ધન-દોલતમાં ઈજાફો થશે, મહિલાઓમાં ઓછામાં ઓછા કપડાં પહેરવાની સ્પર્ધા થશે, અશ્વ્લીલતા ફેલાશે, લોકો દાન અને ધન આપવાનું બંધ કરશે. ઇસ્લામ માને છે કે જીસસ ક્રાઈસ્ટ કયામત આવ્યા પહેલાં ફરી એકવાર જન્મ લેશે અને બુરાઈઓને ખતમ કરીને આખી દુનિયા ઉપર વર્ચસ્વ મેળવશે. કયામત આવ્યા પહેલાં સૂરજ પૂર્વના બદલે પશ્ચિમ તરફ ઉગશે.
માયા કેલેન્ડર (મેકસીકો, ગ્વાટેમાલા બ્રાઝીલ વગેરે દક્ષિણ અમેરિકાના દેશોમાં માયા સંસ્કૃતિના અવશેષો છે. એ બધી સંસ્કૃતિના મૂળ ભારતીય સંસ્કૃતિમાં હોવાની એક માન્યતા છે. આપણા વિદ્વાન સંશોધનકાર અને લેખક સ્વ. કે.કા. શાસ્ત્રીએ એ દેશોમાં ફરીને માયા સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ વચ્ચેના સામ્યનો અભ્યાસ કર્યો હતો. હિન્દીમાં પણ એ પ્રકારનો અભ્યાસ કરનારા ઘણા છે.) કહે છે કે, ૨૦૧૨ના ૨૧ ડિસેમ્બરે દુનિયા ખતમ થઈ જશે....એટલે કે કયામત આવશે.
જો કે ઈસ્લામી વિદ્વાનો આવી ભવિષ્યવાણી વિષે કશું કહેતા નથી. જ્યારે કેટલાક એને ઈસ્લામિક ભવિષ્યવાણીમાં ખપાવે છે....કારણ કે ૨૧ ડિસેમ્બર, ૨૦૧૨નો દિવસ શુક્રવાર છે. એ દિવસે ઈસ્લામી વર્ષની ૧૦મી મુહર્રમ છે. મુસલમાનોમાં જાુમાનો દિવસ અને ૧૦ મુહર્રમ ખૂબ પવિત્ર માનવામાં આવે છે.
છતાં કયામત કયારે આવશે એ સવાલનો જવાબ ઈસ્લામમાં નથી. કુરાન અને હદીસમાં ફક્ત એટલું જ કહ્યું છે કે ફક્ત ખુદા જ એ જાણે છે.
એટલે ફક્ત માયા સંસ્કૃતિ જ ૨૦૧૨માં જગતના વિનાશની વાત કરે છે અને મહાન જ્યોતિષ નોસ્રદામસે પ્રલયનો ગાળો ત્રણ-ચાર વર્ષ આપ્યો છે. એના આધારે ‘‘૨૦૧૨’’ ફિલ્મ ઉતરી. એ ફિલ્મના કારણે ચારે બાજાુ પ્રલયની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. કેટલાંક લોકોએ એ વાતને કપોલ કલ્પિત ગણી કાઢી છે તો બીજા કેટલાંક એની ઉપર વિશ્વાસ પણ કરે છે. જોકે ભારતના જ્યોતિષીઓ અને ભારતીય સંસ્કૃતિ પ્રલયની સાલ ૨૦૧૨ને ગણવાનું ઉડાડી દે છે.
આપણા એક જાણીતા જ્યોતિષી કે.એન. રાવ છે. એ કહે છે કે માયા સંસ્કૃતિનું કેલેન્ડર જ ખતમ થઈ ગયું છે કારણ કે એમાં ૨૦૧૨ પછીની કોઈ ગણતરી જ કરવામાં નથી આવી.
માયા સંસ્કૃતિ ઈ.સ. પૂર્વે ૩૦૦થી માંડી ૯૦૦ વર્ષ સુધી મઘ્ય અને દક્ષિણ અમેરિકામાં વિકસિત થએલી. આપણા સંશોધકો અને પાતાળ લોકના માનવી ગણાવે છે. ખાસ કરીને મેક્સિકો દેશ માયા સંસ્કૃતિનું કેન્દ્ર ગણાય છે. એ સંસ્કૃતિ અથવા સભ્યતા હિન્દુધર્મથી પ્રભાવિત હતી. એ પ્રજા આપણા પૂર્વજો, ઋષિઓ (એટલે વૈજ્ઞાનિકો)ની જેમ ખગોળશાસ્ત્રમાં પ્રવિણ હતા. પેલો ગેલિલિયો તો એમના જ્ઞાન પાસે બચ્ચુ ગણાય. દૂરબીનના કારણે ગેલિલિયો જ્ઞાની થઈ ગયો જ્યારે આપણા ઋષિમુનિઓએ તેમજ મેક્સિકોની માયા સભ્યતાએ દૂરબીન વગર ખગોળનું જ્ઞાન આપેલું. અંગ્રેજોએ પોતાની ઉચ્ચતા બતાવવા આપણા જ્ઞાનને ઢાંકી દેવાના સફળ પ્રયત્નો કર્યા. પરિણામે આપણે આપણું સ્વત્વ અને સ્વજ્ઞાન ભૂલી ગયા અને ગેલિલિયો જેવા અજ્ઞાનીને ભજવા લાગ્યા ! હમણાં એની ચારસોમી શતાબ્દિ પણ આપણે ઉજવી !
ખરી વાત એવી છે કે પ્રલયની વાત પશ્ચિમનાં દેશો જ વઘુ ચલાવે છે. આપણા હિસાબે તો, કળિયુગના લાખો વર્ષ હોય છે અને હજી અડધા વર્ષ પણ એના નથી ગયા એટલે આપણે તો પ્રલયની વાત કરીએ જ નહીં.
જ્યારે પશ્ચિમમાં પહેલી સદીથી માંડી આજ સુધીમાં પ્રલયની ૨૨૨ ભવિષ્યવાણીઓ થઈ છે. જ્યારે આપણે ત્યાં કદી એક પણ જ્યોતિષીએ કે વૈજ્ઞાનિકે એવી ભવિષ્યવાણી નથી કરી. આપણા જ્યોતિષીઓ ધરતીકંપ, તોફાન, વરસાદ વગેરેની આગાહીઓ કરે છે પણ દુનિયા ખતમ થઈ જવાની આપણે આગાહી નથી કરી.
આપણે ચાર યુગોની વાત કરીએ છીએ....સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. એ ચાર યુગમાં અત્યારે કળિયુગ ચાલે છે. કળિયુગના ૪ લાખ ૩૨ હજાર વર્ષ ગણાય છે. એમાંથી હજી ૫૧૧૧મું વર્ષ જ ચાલે છે. એટલે કળિયુગના હજી ૪,૨૮,૦૦૦ વર્ષ બાકી છે. એટલે આપણા શાસ્ત્ર વિજ્ઞાન પ્રમાણે હમણાં પ્રલયની વિચારણા થાય તેનો કંઈ જ અર્થ નથી. બાકી ખંડિત પ્રલય તો ચાલ્યા જ કરે છે. સુનામી થતા હોય, લડાઈઓ થાય, ધરતી કંપ થાય વગેરે ચાલ્યા કરે છે.
બાકી બીજા બે મોટા ધર્મોમાંથી ખ્રિસ્તી ધર્મના હિસાબે બાઈબલમાં દુનિયાનો અંત ૨૦૧૧ના ૨૧મે એ થવાનું કહ્યું છે. બાઈબલનો આવો દાવો કરનારને ફાધર ડોમનિક કહે છે કે....બાઈબલ નથી ગણિત કે નથી વિજ્ઞાન એટલે એના આધારે આવી ભવિષ્યવાણી કરનારાઓ અટકળબાજો જ છે...કારણ કે બાઈબલમાં આવું કંઈ જ નથી.
ફાધર ડોમનિક કહે છે કે ખ્રિસ્તીધર્મમાં દુનિયાના અંતની વાત ક્યાંય આવતી જ નથી. જોકે ઈસુએ એવું કહ્યું છે ખરૂં કે જ્યારે દુનિયા ખતમ થવાની હશે ત્યારે એના અમુક લક્ષણ લોકોને દેખાશે. દા.ત. ધરતીકંપો થવા લાગશે, વિશ્વયુદ્ધ જેવું થાય, દરિયો ગાંડો થાય, વગેરે.
આથી લોકોએ એમને પૂછ્યું કે, ‘‘એવી સ્થિતિ ક્યારે આવશે ?’’ તો એમણે જવાબ આપ્યો કે...ભગવાન સિવાય કોઈ પણ એનો જવાબ આપી શકે તેમ નથી.
વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો, પર્યાવરણ, ગ્લોબલ વોર્મંિગ જેવા ઘણા કારણો છે કે જે આપણે જ સર્જીએ છીએ....એ કારણો પ્રલયને લાવનારા બની શકે છે. એ હિસાબે અમેરિકાના નાસાના એક વૈજ્ઞાનિકે આગાહી કરી છે કે...૨૦૧૩ના મે મહિનામાં દુનિયાનો વ્યવહાર ઠપ...અટકી જશે. નાસાના એ વૈજ્ઞાનિક કહે છે કે...સૂરજમાંથી એક તોફાન ઉઠશે જે દુનિયાને પોતાના સપાટામાં લઈ લેશે. એ વખતે ટી.વી. અને રેડિયો પણ બંધ થઈ જશે, મોબાઈલ ફોનો બંધ થઈ જશે, એટીએમ બેંકો કામ કરતી બંધ થઈ જશે, વિમાનો ઉડતા અટકી જશે કારણ કે સોલાર તોફાનની જબરદસ્ત વિદ્યુત ચુંબકીય તરંગો ઇલેકટ્રોનિક સિસ્ટમનો નાશ કરશે.
સૂરજના એ તોફાનની સૌથી વઘુ અસર સેટેલાઈટો ઉપર થશે. સૂરજ પોતાની સુષુપ્ત અવસ્થામાંથી જાગી રહ્યો છે એટલે આગામી વર્ષોમાં સૌર શક્તિનું હલનચલન વધી જશે. સૂર્યની સપાટી ઉપરથી જે વિશાળ જ્વાળાઓ ુઉઠશે એ ધરતીના વાતાવરણને પણ અસર કરશે.
નાસાના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે....આવતા ત્રણ વર્ષમાં સૌરશક્તિની ગતિવિધિઓ એટલી બધી વધી જશે કે આપણે ધરતી વાસીઓને વિનાશકારી થશે.
આ વિનાશ વિષે વિચારણા કરવા હમણાં જાુલાઈના શરૂના દિવસોમાં વોશિંગ્ટનમાં દુનિયાભરના કેટલાંક વૈજ્ઞાનિકોનું સંમેલન ભરાયેલું. સૂરજના આ તોફાનોથી ધરતીને કઈ રીતે બચાવવી એની એમાં વિચારણા થએલી. એ પહેલાં બે વર્ષ અગાઉ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા પણ આ વિષયનો ગંભીરતાથી અભ્યાસ કરવામાં આવેલો.
નાસાના કહેવા પ્રમાણે દર ૨૨ વર્ષે સૂર્યની ચુંબકીય ઊર્જાનું ચક્ર ટોચ ઉપર હોય છે અને દર ૧૧ વર્ષે સૂર્યમાંથી નીકળતી જ્વાળાઓની સંખ્યા વઘુમાં વઘુ હોય છે. સૂર્યની આ બન્ને વિનાશક પ્રક્રિયા ૨૦૧૩ની સાલમાં એક સાથે થશે. એટલે સૂર્યમાંથી નીકળતી જ્વાળાઓ અને ચુંબકીય ઊર્જામાં ઝડપથી વૃદ્ધિ થઈ શકે એવી શક્યતા છે. એ વખતે એમાં જેને આપણે ગામાકિરણો, એક્સ કિરણો, જેવા નામોથી ઓળખીએ છીએ એ બધા કિરણો એમાં સમાઈ જાય છે.
સૂરજની ઊર્જા આ કિરણોના રૂપમાં વાયુ દ્વારા ધરતી ઉપર પહોંચાડે છે. આ સૌર જ્વાળાઓની શક્તિ સેંકડો હાઇડ્રોજન બોમ્બ જેટલી હોય છે.
આ પહેલાં ૨૦૦૦ની સાલમાં ૧૨ જુલાઈએ સૌર જ્વાળાઓ ઉઠેલી ત્યારે અવકાશમાં ધુમી રહેલા કૃત્રિમ ઉપગ્રહોમાં એકાએક ગરબડ થવા લાગેલી. એ વખતે ખર્વો ટન સૌર સામગ્રી પૃથ્વી તરફ ધસી પડેલી જેના કારણે ઋતુઓ અને વાતાવરણમાં ફેરફાર થયેલા.
આ ગરબડની ખબર ‘‘સોલર એન્ડ હીલિયોગ્રાફિક ઓબઝર્વેટરી’’ ‘‘સોહો’’ નામના ઉપગ્રહના કારણે પડી. અમેરિકાના નાસા અને યુરોપના અવકાશ વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસથી સોહો ઉપગ્રહ ફરતો કરાયો છે.

 

હોય નહીં!
મોબાઈલમાં એક અપશુકનીયાળ નંબર
શુકન-અપશુકન, વહેમ વગેરે આપણે ત્યાં જ છે એવું નથી પણ દુનિયાના બધા જ દેશોમાં અને બધા જ સમાજમાં હોય છે. હમણાં ફૂટબોલના વર્લ્ડકપમાં એક ઓકટોપસે એ વાત પુરવાર કરી દીધી.
યુરોપના બલ્ગેરીયા નામના દેશમાં મોબાઇલ ફોનનો ૦૮૮૮૮૮૮૮૮૮૮ નંબર ધરાવનાર એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું અને પછી એ નંબર બીજી એક વ્યક્તિને આપ્યો તો એને કોઇકે બંદૂકની ગોળીથી મારી નાંખ્યો.
એ પછી એ નંબર કોઇ લેતું જ નહોતું. અંતે મોબાઇલ કંપનીએ અને બલ્ગેરીયાની સરકારે એ નંબર ઉપર પ્રતિબંધ જ મૂકી દીધો!

પત્નીનો પ્રેમ હૃદયરોગમાંથી બચાવી શકે છે
ઇઝરાઈલમાં તેલ અબીવ યુનિવર્સિટીમાં ઇઝરાઈલી પુરૂષો ઉપર કરાયેલા સંશોધને શોઘ્યું છે કે... હૃદયરોગનો હુમલો પરણેલા પુરૂષોને ઓછો આવે છે અને નહીં પરણેલાને વઘુ આવે છે ! (શંકા જાય એવું છે પણ જે સંશોધન થયું છે એ થયું જ છે) એમાં પણ જે પુરૂષની ઉંમર વઘુ હોય અને એનું લગ્નજીવન સુખી હોય તો એને હૃદયરોગનો હુમલો થવાની શક્યતા ૬૪ ટકા ઓછી રહે છે. સુખી દામ્પત્ય જીવન જીવી રહેલા પુરૂષને હૃદય રોગ માઇલો દૂર રહે છે અને સુખી ન હોય એવા જીવનવાળા હૃદયરોગમાં સપડાયેલા હોય છે.

 

 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

કોલેજ મેગેઝિન્સમાં ક્રિએટિવિટીની કશ્મકશ
પૂર્વનો ઝભ્ભો અને પશ્ચિમનું જીન્સ....
પોલીસ બેન્ડના ડ્રમ,ટ્રમ્પેટ અને ક્ પર ભક્તિના સૂર....લેરિનેટ
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved