Last Update : 09-Sept.-2010, Thursday
આદ્ય શક્તિ અંબાજી કરોડો શ્રઘ્ધાળુઓનું આસ્થાનું પ્રતિક ! બોલ મારી અંબે જય જય અંબે !
અંબાજીમાં સતી ના હૃદયનો મુખ્ય અંશ પડયો મનાય છે. તેથી આ સ્થળની મહત્વતા છે. અંબાજીમાં અંબિકા સ્વરૂપે અને અર્બુદાચલમાં અઘ્ધર દેવી નામે પૂજાય છે.



આરાસુરના અંબાજી શક્તિપીઠ કરોડો ‘માઁ’ની આરાધના અર્ચન કરતા ભક્તોનું પ્રતિક છે.
ભારતભરમાં આવેલી એકાવન શક્તિપીઠોમાં શીર મોર ગણાય છે. અંબાજી શક્તિપીઠ ગુજરાતનું ગૌરવ છે. અંબાજીનો ગબ્બર, કુંભારીયાના જૈન મંદિર કોટેશ્વર સાથે જોડાયેલી દંતકથાઓ માનો ચાચર ચોક ગુજરાતના અંબાજીની શોભા વધારે છે. ગિરીકંદરા અને કુદરતી પ્રાકૃતિ સૌંદર્યથી ભરફુર આ સ્થળ યાત્રાધામ ગુજરાતનું દિવ્ય સ્થળ છે.
અંદાજે દર વર્ષે લાખો શ્રઘ્ધાળુઓ આ શક્તિપીઠનાં દર્શન કરવા આવે છે.
શાસ્ત્ર પુરાણમાં ઉલ્લેખ છે તે મુજબ પ્રજાપતિ દક્ષે, બૃહસ્પતિસક નામક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું હતું. બધા દેવોને બોલાવ્યા પણ મહાદેવ શંકરને ન બોલાવ્યા. પિતાની ત્યાં યજ્ઞ છે તેમ માની વીના આમંત્રણે સતીદેવી પિતાની ત્યાં વીના આમંત્રણે જતાં ગયા. સતીનું અપમાન થતાં યજ્ઞકુંડમાં જ સતીએ પ્રાણ ત્યજયો.
ભગવાને આ કૃત્યથી તાંડવ નૃત્ય કર્યું. સતીને ખભે ઉચકી ધૂમવા લાગ્યા. ભગવાન વિષ્ણુ અનર્થ થશે તેમ સમજીને પોતાનું ચક્ર છોડયું. સતીદેવીના ટૂકડા અંતરે અંતરે વેરાયા જે ભાગો ૫૧ સ્થળોએ પડયા. તે આજે શક્તિપીઠો નામે પ્રચલિત છે.
તંત્ર ચુડામણીમાં આ ૫૧ શક્તિપીઠોનું વર્ણન છે.
અંબાજીમાં સતી ના હૃદયનો મુખ્ય અંશ પડયો મનાય છે. તેથી આ સ્થળની મહત્વતા છે. અંબાજીમાં અંબિકા સ્વરૂપે અને અર્બુદાચલમાં અઘ્ધર દેવી નામે પૂજાય છે.
દેવી ભાગવત અનુસાર મહિષાસુર નામના રાક્ષસનો વધ થયો અને જે તેજ પ્રકાશ દેખાયો તે જ મા આદ્ય શક્તિ. આજના અંબાજી મંદિરની પશ્ચિમ દિશામાં જે ગબ્બર પર્વત આવેલો છે (૩ કિ.ના અંતરે) આ સ્થાન માતાજીનું પ્રાકટય સ્થાન હોવાની માન્યતા છે. ગબ્બર ચડવા ૯૯૯ પગથિયાં છે.
ઘણા બોલે છે, ‘જે ચઢે ગબ્બર તે બને જબ્બર.’
શ્રીમદ્ ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન કૃષ્ણના માથાના વાળ (મૌલક્રિયા) આરાસુરના અંબાજીમાં કરવામાં આવી હતી. એ સમયે નંદ યશોદા અંબાજીમાં આવ્યા હતા સાત દિવસ અંબાજીમાં રોકાયા હતા.
માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા તે સ્થળ ગબ્બર પર્વત ઉપર આજે જોવા મળે છે.
શૃંગીઋષિનો આશ્રમ આ વખતે અંબાજી પાસે હતો. સીતાજીને શોધતા શ્રીરામ અહીં આવ્યા હતા.
શ્રી રામ અને લક્ષ્મણે ‘માતાજી’ની પૂજા કરી હતી. માતાજીએ પ્રસન્ન થઇ રાવણનો નાશ કરવા ‘અજય બાણ’ આપ્યું હતું.
શ્રી અંબાજી માતાનું મંદિર વીસાયંત્ર આધારિત છે. આ શ્રીયંત્ર છે. મંદિરમાં માતાજીની મૂર્તિ નથી પણ વીસાયંત્રની પૂજા થાય છે. વીસાયંત્રને મુકુટ ચુંદડી સાથે સુંદર રીતે શણગારવામાં આવે છે કે માતાજી વાઘ ઉપર આરૂઢ થયેલા દિવ્ય લાગે.
સિઘ્ધપુરના મૌનસ ગોત્રના બ્રાહ્મણો ૧૫૦ વર્ષથી આજ માતાજીની પૂજા કરે છે.
પોષી પૂનમ માતાજીનો પ્રાકટય દિવસ છે.
મા જગદજનની છે. દેવી ભાગવત અનુસાર જગદંબા મહિષાસૂર મર્દિની મા છે.
મંદિરના નિર્માણ વખતે ૧૩૦ ફૂટ શિખર ઉપર કળશ ચઢાવવાની વિધિ માટે કાશ્મિર, નેપાળ અને ભારતભરમાંથી વૈદિક ૧૪૫ બ્રાહ્મણો આવ્યા હતા.
શિખર ઉપર આરાસુરની ખાણમાંથી જ અખંડ પત્થરમાંથી બનાવેલ ૩ ટનથી વઘુ વજનનો કળશ મુકાયો છે.
આજે મંદિર ઉપર ૩૫૮ સુવર્ણ કળશો ચમકી રહ્યા છે. ભારત ભરમાં આ શક્તિપીઠોમાં સૌથી વધારે સુવર્ણ કળશ ધરાવતુ આ અંબાજી શક્તિપીઠ છે.
અંબાજી માતાના આગળના ભાગમાં સફેદ આરસ પત્થરનો કલાત્મક નૃત્ય મંડપ બનાવવામાં આવ્યો છે.
શ્રઘ્ધાળુઓ મા ની પૂજા અહીં કરે છે. અંબાજીની નજીક મંદિર પાસે માન સરોવર છે. આ માન સરોવરમાં ભગવાન શ્રી કૃષ્ણની ચૌલકર્મ વિધિ પછી ભગવાન શ્રી કૃષ્ણને સ્નાન કરાવ્યું હતું તેવી માન્યતા ના આધારે ચૌલવિધિ કરાવ્યા પછી શ્રઘ્ધાળુઓ માન સરોવરમાં સ્નાન કરે છે.
શ્રઘ્ધાળુઓ પોતાના બાળકોની ચૌલ ક્રિયા મૂંડન બાબરી અહીં કરે છે.
અંબાજીથી પૂર્વ દિશામાં ૫ કિ.મી.ના અંતરે કોટેશ્વર આવેલું છે. પવિત્ર સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન મનાય છે.
કોટેશ્વર મહાદેવ પ્રખ્યાત છે.
વાલ્મીકી ઋષિએ તપ કર્યું હતું. માન્યતા મુજબ રામાયણ લખવાનો પ્રારંભ અહીંથી થયો હતો. વાલ્મીકી ઋષિની ગુફા આજે હયાત છે. આ સ્થળ તપોભૂમિ હતી તેથી આજે પણ શિકાર કરવાની મનાઇ છે.
યાત્રિકોને રહેવા જમવાની અંબાજીમાં અનેક વ્યવસ્થાઓ છે. અંબાજી ટ્રસ્ટ તરફથી અંબિકા વિશ્રામગૃહ દિવાળીબા ગૃહ ભવન, પથીકાશ્રમ છે. અનેક ધર્મશાળાઓ છે.
જય અંબે મા ! જય માતાજી

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

કોલેજ મેગેઝિન્સમાં ક્રિએટિવિટીની કશ્મકશ
પૂર્વનો ઝભ્ભો અને પશ્ચિમનું જીન્સ....
પોલીસ બેન્ડના ડ્રમ,ટ્રમ્પેટ અને ક્ પર ભક્તિના સૂર....લેરિનેટ
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved