Last Update : 09-Sept.-2010, Thursday
વરસીતપ દ્વારા શરીરની હોરા (લેશ્યા) શુદ્ધ કરી દર્શન, જ્ઞાન, ચારિત્રનું નિર્માણ દ્વારા આત્માની ચિરંજીવીતા લાવી આ જ પયૂષણ પર્વનો દિવ્ય સંદેશ
શરીરમાં ઊર્જા બે કલર પ્રકાશિત કરે ગંદો રંગ માયાના વ્યવહારને લીધે જીવનમાં વ્યવહાર કરે. આ માનવી કર્મ પાંચ પ્રકાર પર આધારિત બને છે





માનવી કોઈ વિષયને પોતાના દ્રષ્ટિકોણથી જોઈ વિચારે અને ચિંતન કરે આ પ્રકૃતિ સમાજ સ્વકારે ત્યારે તે દ્રષ્ટિકોણ શરીરની ચેતના જાગૃત કરી અને ચિનગારી બની કહેવાય.
મહાવીર ભગવાનનાં શબ્દમાં મોક્ષનો માર્ગ માત્ર દર્શન, માત્ર જ્ઞાન, માનવીનું ચારિત્ર આ ત્રણમાંથી એક મનુષ્યને મોક્ષ બાજુ ન લઇ જય પરંતુ જીવનની અંદર ત્રણનો સમન્વય અને યોગ થાય ત્યારે માનવી મોક્ષ બાજુ ગતિ કરે છે.
માનવીનાં જીવનમાં સ્થૂળ શરીરની પ્રકૃતિ પ્રાણી જેવી થાય ત્યારે જીવનનો રંગ પશુતા જેવો બને છે. ઈશ્વરે સુક્ષ્મ શરીરથી અલગ માનવી સ્થૂળ શરીર દ્વારા મન-બુદ્ધિ-વિચાર કરી અને સ્થૂળ શરીર સાથે જોડાય છે.
સ્થૂળ શરીરના માનવીના સાથે હોરા (લેશ્યા) દ્વારા અવિરત શૂદ્ધતા, નિર્દયતાનું સંસતા,અજિતેન્દ્રયત, ઈર્ષા, કદાગ્રહ, અજ્ઞાન, માયા, નિર્લજતા, વિષય-વાસના, ક્લેશ, લોલુપત, વક્રતા, વક્રઆચરણ, પોતાના દોષને છાવરવાની વૃતિ, પરિગ્રહનો ભાવ, મીથ્યા, દ્રષ્ટિકોણ, બીજાના માર્ગને વીંધવાની વૃતિ, અવિષય કથન આ બઘુ શરીરની ગ્રંથીમાંથી હોરા (લેશ્યા) દ્વારામાંથી ઉત્પન્ન થાય છે.
માનવી સૂક્ષ્મ આત્મા સુધી પહોંચવા જીવને પહોંચવા દશ સંસ્થાનું નિર્માણ કર્યું છે. (૧) ગતિ, (૨) કષય, (૩) લેશ્યા, (૪) યોગ, (૫) ઉપયોગ, (૬) જ્ઞાન, (૭) દર્શન, (૮) ચરિત્ર, (૯) વેદ, (૧૦) ઈન્દ્રિય આ દ્વારા શરીરની પ્રકૃતિ ઘડાય છે. તેમનું સંચાલન સૂક્ષ્મથી સૂક્ષ્મ આત્મા કરે છે. આ શરીર વિજ્ઞાન છે. જે બ્રહ્મમાંડ સુધી ગતિ આપે છે અને ૮૪ લાખ યોનીનું નિર્માણ કરે છે. આઘુનિક વિજ્ઞાન જે નેનો ટેકનોલોજી કહે છે. તે ટેકનોલોજી જે વિરાટમાંથી સુક્ષ્મ સુધી લય જાય. આજ વસ્તુ શરીરની અંદર સુક્ષ્મથી સુક્ષ્મ આત્મા જે સમગ્ર બ્રહ્મમાંડનો આધિપતિદેવ બની અને શરીરમાં ચિનગારી ઉત્પન્ન કરી ચેતના દ્વારા બ્રહ્માંડ સુધી લય જય શકે છે. અને આ જ દ્રષ્ટિ જગતનું આધારબિંદુ સ્વરૂપ જીવન છે.
માનવ શરીર ઉપરોક્ત ૧૦ ઘટક કોષોનું વિભાજન કરી અને સુક્ષ્મ શરીરને મોકલે અને તે જીવનનું ભરણ પોષણ કરે છે. માનવી જીવન કાર્ય જીંદગી પર્યાપ્ત કરી અને સ્થૂળ શરીરના વિચારને ગતિ આપે અને કર્મ કરે છે.
માનવીના જીવનમાં સ્થૂળ સ્વરૂપની અંદર ઈન્દ્રિયનાં લક્ષણો દેખાડી જીવ દૂર જાય છે અને પશુમય જીવન બનાવી નાખે છે. જેથી ઈન્દ્રિયો વિષય, વાસનાથી ઘેરાય અને ગુણનું સિંચન માનવીનાં જીવનમાં કરે છે. આમાંથી રોગ, દ્વેષ, ક્રોધ, લોભ, મોહ ઉત્પન્ન થાય અને માયા બની જીવનનું આધિપત્ય લે અને જીવન પર્યાપ્ત કાર્ય સ્થૂળ સ્વરૂપને સામે રાખી કરે છે અને શરીરના બધાં જ પરમાણુંનો ભાવ ઈન્દ્રિયો સાથે જોડી વિચારી કાર્ય કરે છે.
શરીરનો ત્રીજો ભાગ લેશ્યા (હોરા) શરીરની અંદર એક આભા મંડળ મનુષ્યનું ઉત્પન્ન કરે છે. જે દ્વારા શરીરની સ્વયંમ ઉર્જા નીકળી આ ઉર્જા ચેતના વગરની માત્ર કાર્ય કરી અને જીવન પૂર્ણ કરે અને તે શરીરની લેશ્યા (હોરા)ને સ્પર્શ કર્યા વગરની કળી જાય છે.
મનુષ્ય જડપદાર્થ જોઈએ અને તેમની જે આત્મા દેખાય છે. આકાશ જડ છે અને તારા ચેતનશીલ છે. હોરાનક્ષત્ર વગેરે ચેતન શીલ છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર ને ગતિ જડ આકાશ સ્થિરઊભુ છે અને આમને ગતિ આપે છે. આવી રીતે જીવનમાં હોરા (લેક્ષ્ય)ને ગતિ આપવા એ ચેતનવતા બનાવવા પડે અને જીવનની આત્મા બદલાવી પડે જે શરીરને સતકાર્ય બાજુ લય જાય છે.
માનવીને હોરા (લેશ્યા)ને સ્થૂળ શરીરમાંથી જે સ્વભાવ, કાર્ય, ગુસ્સો વગેરે બદલાતુ રહે છે. આ હોરાનો પ્રભાવ શરીરમાં છે અને માનવી જો જ્ઞાનની વાત કરે એ પશુતા દૂર જાય ત્યારે તે સફેદ બની જાય છે. જે શાંતિનું પ્રતિક છે. આ માનવીના હોરાના લક્ષણ છે.
હોરાનું કાર્ય શરીરમાં તરંગો ઉત્પન્ન કરવાનું છે. જે શુદ્દ અને અશુદ્ધ સ્વરૂપનાં વિચાર ઉત્પન્ન કરે છે. આજ હોરા ચેતનાના તરંગ ઉત્પન્ન કરે છે અને વિચાર આપી માનવીને કર્મ સુધી લય જાય છે. આથી જ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની વચ્ચેનો સંદેશા વ્યવહાર તુટી જાય છે અને જીવ પર્યાપ્ત વિષય-વાસનાથી ઘેરાય અને કાર્ય કરે છે. શરીરમાં અંતસ્ત્રાવ ગ્રંથીની જોડી શરીરની ઈન્દ્રિયનું પ્રતિનિધિ કરે છે. કર્મો બંધનમાં નાખી મન અને મસ્તક સુધી અસ્તસ્ત્રાવ ગ્રંથી વિચાર નાખી અને સ્થૂળ શરીર દ્વારા કર્મ કરાવે છે. આ જ વિચાર વાયુ નાખી કર્મ બંધનમાં નાખે છે.
શરીરમાં ઊર્જા બે કલર પ્રકાશિત કરે ગંદો રંગ માયાના વ્યવહારને લીધે જીવનમાં વ્યવહાર કરે. આ માનવી કર્મ પાંચ પ્રકાર પર આધારિત બને છે. આ પ્રકૃતિનો આધાર પાંચ પ્રકારના પરમાણું કલર લાલ, લીલો, પીળો, કાળો, સફેદ, શરીરની અંદરથી ઉત્પન્ન કરી અને જીવન કર્મ બનાવે છે અને આ જ હોરા (લેશ્યા) માનવીનું ચિત્ર બહાર મેલી આપે છે.
આ પ્રકૃતિનો રંગ ઉત્પન્ન કરવા માટે રસ, ગંધ, સ્વાદ આનો પ્રભાવ જીવન કર્મમાં પણ પડે છે અને પૂર્વ જન્મ સુધી આ પ્રભાવ રહે છે. આથી જ માનવી જે હિંસાત્મક હોય ત્યારે કાળોકલર વાળો માનવી સ્થુળ તથા સુક્ષ્મ સ્વરૂપનું જીવન તે અનુરૂપ બની જાય છે. આથી જ કહે જેવો માનવી તેવું સાનિઘ્ય મળી જાય છે. જેવો રંગ તેવી સોબત આમ કહેવાનું કારણ આ જ છે અને આ જન્મના કર્મ આગલા જન્મમાં પણ મળશે.
માનવીનાં જીવનમાં હોરા પ્રકૃતિ દ્વારા જન્મ કર્મ અને મૃત્યુ પછી પૂર્વ જન્મ સાથે મહત્વ જોવા મળે છે. આથી જ હોરાનો પ્રભાવ જીવનમાં પડે છે.
શરીરમાં જે પરમાણું સ્વૈચ્છિક વિહાર કરી પ્રકૃતિ ઘડે તેમને તપ દ્વારા તથા યોગ દ્વારા ઘટાડી શકાય. આથી સ્વૈચ્છિક વિહાર કરતા પરમાણુંને કન્ટ્રોલ કરવા માટે વરસી તપ કરવામાં આવે જેથી શરીરનાં સ્વૈચ્છિક પરમાણુંને ઈચ્છિત પરમાણુંમાં રૂપાંતરિત કરવા વરસીતપ કરીએ છીએ. આથી શરીરમાં પાંચ લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉપયોગ, વેદ આમાં રૂપાંતરિત કરવા આ સૂક્ષ્મ શરીરના જગત સાથે જોડવા માટે જે શરીરની અંદર ત્રણ ભાવ બદલાય વિચાર, વ્યવહાર અને વ્યક્તિત્વ આ ત્રણ ભાવને નિયંત્રિત કરી અને નિયંત્રિત કરાવે છે.
શરીરમાં જ્યારે શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય ત્યારે જીતેન્દ્રિય કન્ટ્રોલમાં રહે, મનની સ્થિરતા, મનની શાંતિ, જીભનાં રસ ઉપર વિજય, સરળતા અને શરીરનો દિવ્ય અને સરળભાવ જે જીવનમાં આવે શરીરની પ્રકૃતિ બદલાય છે. શરીરની પ્રકૃતિથી જે જીવન પ્રવૃત થતું અને રૂપાન્તરીત જીવન કરવાનું પ્રથમ પગલું છે.
પહેલાના સમયમાં મનુષ્યની પરખ આભા મંડળ દ્વારા થતી આ આભા મંડળ દ્વારા મનુષ્યનું ભાવ મંડળ અને પ્રકૃતિ જે હોરા ને અનુરૂપ હોય આ ઉપરથી કહી શકાય. શરીરની પ્રકૃતિ અને હોરા મંડળ દ્વારા તેમના જન્મના લક્ષણ કહી શકાય. આથી જ નાર્કોટેસ્ટ આજના યુગમાં કરાવી અને માનવીનું કાર્ય જાણી શકે છે. આ દ્વારા ત્રણ માસ પહેલા રોગનું પણ નિદાન થઈ શકે છે અને મૃત્યુ પહેલા છ મહિના પહેલા દેવતા સ્વરૂપ આત્મા શરીરમાંથી પોતાની હોરા સ્વરૂપની લીલા સંકેલતો જાય છે.
આથી શાસ્ત્ર કહે છે. માનવી કર્મ જીવનની ગતિ અને ભાવ-જગત સુધી અને આત્માના હોરા-મંડળ સુધી પહોંચાડી શકે છે.
શરીરના હોરાની પ્રકૃતિ શુદ્ધ કરવા આત્મા શુદ્ધ કરવું પડે આત્માને નિયંત્રિત કરવા કામદેવ સ્વરૂપ સ્થૂળ શરીરનો ભાવ બદલવા, સ્વભાવ બદલવા, આ દ્વારા પ્રકૃતિ બદલાય, શક્તિનું સ્વરૂપ બદલાય તે માટે દેહ શુદ્ધિ કરવી પડે. આમ વિષય વાસનાનું માર્ગાન્તર કરવા માટે શરીરનાં મૌલિક વિચારની વૃત્તિ ઉત્પન્ન કરવા માટે કાર્યની અંદર પોતાના જીવનની આત્મા કલાનો દ્રષ્ટિકોણ આપી શરીરની સૌન્દ્રય પ્રાપ્તિ કરી શકીએ તે માટે વરસી તપની સાધના કરી જીવનમાં સ્વભાવ સંપૂર્ણ બદલાય. આત્મા શુદ્ધ બાજુ જાય અને માનવી પોતાની વૃત્તિને પરિવર્તન કરે તે જ વરસી તપ કરવાનો હેતુ છે. જીવનની ટેવ વૃત્તિને ગ્રંથીએ ઉદભાવેલી વૃતિ દૂર કરી અને આત્મા સુધી લશ્યા (હોરા) ને શુદ્ધ કરે છે. આ શુદ્ધિ જન્મ જન્મનાં ચક્કરમાં પણ શુદ્ધ થાય છે.
મહાવીર ભગવાન કહે છે. શરીર આત્મા સાથે સ્થૂળ શરીરનો ભાવ સંચાર થતા કોઈ રંગ, કોઈ રસ, કોઈ ગંધ નથી હોતી તેમનો ભાવ માત્ર ચૈતન્યતા લાવી અને જીવનને રમણીય બનાવીને શૂન્ય કરી અને આત્માનું મિલન કરાવી શકે અને ગ્રંથી શુદ્ધ બને છે.
ધાર્મિકતાને લીધે માનવીનું જીવન સચ્ચાઈ ઉત્પન્ન કરે દર્શન માનનીને કોરું જ્ઞાન અને જીવન બદલાવી નથી શકતું પરંતુ ધર્મના આવરણ સાથે સચ્ચાઈ સુધી લય જાય ત્યારે માનવી દર્શન જ્ઞાન અને ચરિત્ર ત્રણનો સમન્વય કરી અને મોક્ષની ગતિ પામી શકે.
- મિચ્છામી દૂક્કડમ
- પ્રદ્યુમ્ન શુક્લ

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

કોલેજ મેગેઝિન્સમાં ક્રિએટિવિટીની કશ્મકશ
પૂર્વનો ઝભ્ભો અને પશ્ચિમનું જીન્સ....
પોલીસ બેન્ડના ડ્રમ,ટ્રમ્પેટ અને ક્ પર ભક્તિના સૂર....લેરિનેટ
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved