Last Update : 09-Sept.-2010, Thursday

સરદાર વલ્લભભાઈ પટેલે મુંબઈમાં એક જિનમંદિરનું કાર્ય પૂર્ણ કરાવ્યું
શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન દેરાસર

આંખ છીપ, અંતર મોતી
 


 


હૃદયના વસ્ત્ર પર સંસ્કારની ભાત પડે એટલે જીવન અનેરી ખુશ્બૂથી મહેંકી ઊઠે.
અમદવાદના એક યુવાનને જીવનના અનેક ચઢાવ-ઉતારનો વિલક્ષણ અનુભવ એક સાથે થયો.
એ યુવાનનું નામ વાડીલાલ સારાભાઈ. તેના નાના ભાઈનું નામ જેસીંગલાલ સારાભાઈ.
બન્ને ભાઈઓ શેરબજારના પાકા ખેલાડી. સ્વભાવે સાહસિક. અમદાવાદમાં રહે. મુંબઈમાં વેપાર કરે. બન્ને ભાઈઓ ખૂબ કમાય.
કિન્તુ અનિવાર્ય જરૂરિયાત વિના એક પૈસો ક્યાંય ન ખર્ચે. પૂરેપૂરી કરકસરમાં માને. વાડીભાઈએ જાુવાનીના આંગણે પગ મૂક્યો અને કાળો કોટ પહેર્યો. એ કોટ જીવનભર પહેરી રાખ્યો.
આજથી સો વર્ષ પહેલા સૌ મોટે ભાગે સફેદ કોટ પહેરે. વાડીભાઈએ કાળો કોટ પહેર્યો ત્યારે કોઈએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
એ સમયે વાડીભાઈએ કહ્યું કે, ‘‘ભાઈ, હું કાળો કોટ એટલા માટે પહેરૂં છું કે વારંવાર સફેદ કોટ ધોઈએ તો સાબુ કેટલો વપરાય !’’
વાડીભાઈનું આવુ કંજાૂસ વર્તન જોઈને લોકો સવારના પહોરમાં એમનું નામ લેવાનું ટાળતા.
વિ.સં. ૧૯૨૬માં અમદાવાદમાં જન્મેલા વાડીલાલ સારાભાઈ શેરબજારના ખેલાડી હતા. એમની માતાનું નામ ગજરાબેન. વાડીભાઈ અને તેમના નાનાભાઈ જેસીંગભાઈ વચ્ચે ખૂબ મનમેળ હતો.
વેપારમાં લાખો રૂપિયા કમાતા હતા. વાડીભાઈના લગ્ન વિ.સ. ૧૯૫૨માં અમદાવાદમાં લક્ષ્મીબેન (ચંપાબેન) નામની સુશીલ કન્યા સાથે થયા. વાડીભાઈને કુલ પંદર સંતાનો થયાં પણ વિધિની વક્રતા જાુઓ કે એક પણ બાળક જીવ્યું નહિ !
વાડીભાઈ અને લક્ષ્મીબેનના જીવનમાં આ ઘટનાએ દુઃખનો પહાડ ખડો કર્યો.
વાડીલાલ સારાભાઈને બે પરમ મિત્રો મળ્યાં. એક ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા શેરબજારના જાણીતા વેપારી શેઠ જીવતલાલ પ્રતાપસિંહ.
ત્રણેય મિત્રો, એટલે જીગરજાન દોસ્તો. એકબીજાને સુખદુઃખની વાત કહે ત્યારે જ શાંતિ થાય.
વાડીલાલ સારાભાઈ ધંધાર્થે મુંબઈ અને અમદાવાદ વચ્ચે આવ-જાવ કરે.
જન્મે જૈન પણ પૂરા ધાર્મકિ નહિ, પરન્તુ લક્ષ્મીબેન સંપૂર્ણ ધાર્મિક. જિનપૂજા, સામાયિક, નવકારવાળી, પચ્ચક્ખાણ વગેરે નિયમિત કરે. વાડીભાઈ મુંબઈ જાય ત્યારે લક્ષ્મીબેન હંમેશાં ટકોર કરે કે દેરાસરમાં ભગવાનના દર્શન કરીને જજો. પણ વાડીભાઈ એ વાત કાને ધરે નહીં. વાડીભાઈ કહે કે મનથી ભગવાનનું સ્મરણ કરીએ એટલે ઘણું.
લક્ષ્મીબેનનું મન માને નહિ. એ કહે કે તમે ધર્મમાં માનતા નથી માટે આપણા ઘરમાં સંતાનસુખ ટક્યું નહિ.
એકવાર વાડીલાલ સારાભાઈ ધંધાર્થે મુંબઈ આવ્યા.
એ સમયે વાડીભાઈને લાગ્યું કે શરીરમાં કોઈ અજાણી પીડા થઈ રહી છે. આજથી સો વર્ષ પહેલાંનો એ સમય. ડૉક્ટરે પરીક્ષણ કરીને કહ્યું કે, ‘‘તમને ગળાનું કેન્સર છે !’’
વાડીલાલ સારાભાઈ હતાશ થઈને જમીન પર બેસી પડ્યા.
વાડીભાઈને જીવનની ક્ષણભંગુરતાનો અનુભવ થયો. એકાદ ક્ષણ પૂરતું આંખમાં આંસુનું બિંદુ આવ્યું અને બીજ જ પળે એ મનથી સ્વસ્થ થઈ ગયા.
એમણે જીવનને ધર્મના અને સેવાના પંથે મૂકવાને દ્રઢ સંકલ્પ કર્યો.
અમદાવાદ આવીને પત્ની લક્ષ્મીબેનને પોતાને થયેલા જીવલેણ રોગના સમાચાર આપવાને બદલે કહ્યું,
‘‘લક્ષ્મી, મારે તને સારા સમાચાર આપવા છે.’’
લક્ષ્મીબેન ચમક્યાં. એમણે કહ્યું, ‘‘કેવા સારા સમાચાર આપશો ?’’
વાડીભાઈ કહે, ‘‘લક્ષ્મી, આપણી પાસે અપાર સંપત્તિ છે તેમાંથી તારે અને જેસીંગને જેટલું જોઈએ તેટલું રાખીને બાકીની સંપત્તિ દાનમાં આપવાનું મેં વિચાર્યું છે.’’
લક્ષ્મીબેન આશ્ચર્યમાં પડી ગયા. એમણે પૂછ્યું, ‘‘તમે એકાએક એવું કેમ વિચાર્યું છે ?’’
વાડીભાઈ કહે, ‘‘લક્ષ્મી, કોને ખબર કેમ પણ મને એવું લાગ્યા કરે છે કે જીવનનો કોઈ ભરોસો નથી !’’
લક્ષ્મીબેન કહે, ‘‘મને તમારી ભારેભારે વાતોમાં ખબર પડતી નથી. પણ ધર્મના કામ આપણા હાથે થાય તો સારૂં કહેવાય !’’ એ સ્ત્રીની વાતમાં હૃદયની સચ્ચાઈ ટપકતી હતી.
વાડીલાલ સારાભાઈએ પોતાના જીગરી મિત્રો સરદાર પટેલ અને જીવતલાલ પ્રતાપસિંહને ઘરે બોલાવ્યા. એકાંતમાં બેસીને પોતાને થયેલા જીવલેણ રોગની વાત કરી અને પોતાની તમામ મિલકત ધર્મના અને સેવાના પંથે વાપરવાનો સંકલ્પ કહ્યો અને બન્ને મિત્રોનું માર્ગદર્શન માંગ્યું.
ઓરડામાં સન્નાટો છવાઈ ગયો.
બન્ને મિત્રો એ જાણીને નિરાશ થઈ ગયા કે વાડીભાઈને કેન્સર થયું છે ! બન્ને મિત્રોની આંખોમાં આંસું ચમકી રહ્યાં.
વાડીલાલ સારાભાઈએ તે સમયે કડક સૂચના આપી કે પોતાના રોગ વિશે હમણાં કોઈને કહેશો નહિ !
વલ્લભભાઈ પટેલ અને શેઠ જીવાભાઈએ હામી ભણી.
થોડીક પળો પછી સરદાર પટેલે કહ્યું, ‘‘વાડીલાલ, તારે એક મંદિર અને એક દવાખાનું - બન્નેનું નિર્માણ કરવું જોઈએ.’’
વાડીભાઈ કહે, ‘‘તું જે કહે તે મને કબૂલ છે.’’
જીવાભાઈ કહે, ‘‘આપણી જૈનોની એક મોટી સંસ્થા ‘મહાવીર જૈન વિદ્યાલય’ પૈસાના અભાવે પડી ભાંગવાની તૈયારીમાં છે એને બચાવી લેવા માટે વાડીલાલ દાન આપે તો સારૂં !’’
વાડીલાલ સારાભાઈએ તે જ સમયે ‘મહાવીર જૈન વિદ્યાલય’ માટે રૂપિયા પાંચ લાખ દાનમાં આપ્યા.
વિ.સં. ૧૯૮૨નો એ સમય.
વાડીલાલ સારાભાઈએ સરદાર પટેલ સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી કે હૉસ્પિટલ અમદાવાદમાં બાંધવી છે, જિનમંદિરનું નિર્માણ મુંબઈમાં કરવું છે કેમ કે મુંબઈમાં જૈનોની વસ્તી દિન-પ્રતિદિન વધતી જાય છે અને એક સેનેટોરિયમનું નિર્માણ પંચગીનીમાં કરવું છે. પંચગીની હવાફેર માટેનું સ્થળ છે એટલે ત્યાં કોઈ જાય તો તેને જલ્દી સારૂં થઈ જાય !
સરદાર પટેલ વાડીભાઈને થયેલા રોગની ગંભીરતા જાણતા હતા. એમણે તમામ કાર્યો નિર્વિઘ્ને થઈ જશે એમ કહ્યું.
વિ.સં. ૧૯૮૨માં મુંબઈમાં પ્રાર્થના સમાજ વિસ્તારમાં એક જગ્યા ખરીદાઈ અને જિનમંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું.
એ સમયે વાડીભાઈનો કેન્સરનો વ્યાધિ તીવ્ર થઈ ગયો. મંદિરનું નિર્માણ કાર્ય થોડું મંદ થયું.
વિ.સં. ૧૯૮૫માં વાડીલાલ સારાભાઈએ શ્રી નવકારમંત્ર ગણતાં ગણતાં દેહ છોડ્યો.
સરદાર વલ્લભભાઈ પટેલે વાડીલાલ સારાભાઈના અઘૂરાં કામોની બાગડોર પોતાના હાથમાં લીધી. એમણે જિનમંદિરનું કાર્ય પૂર્ણ કરાવ્યું.
શેઠ જીવાભાઈ રાધનપુરથી શ્રી ચંદ્રપ્રભુસ્વામી ભગવાનની પ્રાચીન જિન પ્રતિમા મુંબઈ લાવ્યા. વિ.સં. ૧૯૮૬માં સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ સ્વ. શેઠ શ્રી વાડીલાલ સારાભાઈના ધર્મપત્ની લક્ષ્મીબેન (ચંપાબેન), સ્વ. શેઠ શ્રી જેસીંગલાલ સારાભાઈના પુત્રી શ્રીમતી રતનબેન અનુભાઈ શેઠ વગેરેએ ધામઘૂમપૂર્વક જિનમંદિરની પ્રતિષ્ઠા કરી. આજે પણ આ જિનમંદિરના પ્રતિદિન હજારે લોકો દર્શન કરે છે અને જીવનને ધન્ય બનાવે છે.
સરદાર વલ્લભભાઈ પટેલે શેઠ વાડીલાલ સારાભાઈના ટ્રસ્ટમાંથી અમદાવાદમાં એક હૉસ્પિટલનું નિર્માણ કરાવ્યું તે આજની અમદાવાદની પ્રખ્યાત વી.એસ. હૉસ્પિટલ જ્યાં હજારો લોકો દર્દથી છૂટકારો મેળવે છે અને રાહત પામે છે.
વાડીલાલ સારાભાઈની ઈચ્છા મુજબ પંચગીનીમાં સેનેટોરિયમનું નિર્માણ કરવામાં આવ્યું.
શેઠ વાડીલાલ સારાભાઈ જન્મે જૈન હતા પણ જીવન દરમ્યાન પૂરા ધાર્મિક રંગે રંગાયા ન હોવા છતાં ધર્મ અને સેવાના પંથે શુભકાર્યોની હારમાળા રચીને પોતાના કામથી પોતાના નામને અમર બનાવી દીઘું.
પ્રભાવના
તમને સમયનો અભાવ નડે છે ? ખરેખર એ ખરૂં છે ? એક મિત્રે આ વિશે પ્રામાણિક પૃથક્કરણ કરવાની અનુકૂળતા કરી આપી છે એ જોઈશું ?
કલાક
વર્ષના ૩૬૫ દિવસો એટલે ૮૭૬૦
એમાંથી રોજ આટલો સમય જાય,
રોજના ઉંઘના આઠ કલાક લેખે ૨૯૨૦
વર્ષની સાત રજાઓ ને એક
અઠવાડિયાનું વેકેશન બાદ
કરીને પણ કામના કલાક ૧૯૬૦
રોજના બે કલાક આવજાના ૪૯૦
રોજના ત્રણ કલાક જમવાના ૧૦૯૫
રોજનો એક કલાક કપડાંનો ૩૬૫
કુલ ૬૮૩૦
ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરીએ તો વર્ષમાં ૧૯૩૦ કલાક વધે એટલે કે લગભગ આખા આખા ૮૦ દિવસ - જેના સમયનો કોઈ હિસાબ આપણે આપી શકીએ તેમ નથી. આખા વર્ષનો ચોથો ભાગ હિસાબ વગર જ ચાલ્યો જાય છે ? આજ સાંજે આના વિશે બરાબર વિચાર કરીએ ને આ ભયંકર સમય વિનાશ માટે કંઈક તો કરીએ જ કરીએ.
- આચાર્યશ્રી ‘વાત્સલ્યદીપ સૂરિજી

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

કોલેજ મેગેઝિન્સમાં ક્રિએટિવિટીની કશ્મકશ
પૂર્વનો ઝભ્ભો અને પશ્ચિમનું જીન્સ....
પોલીસ બેન્ડના ડ્રમ,ટ્રમ્પેટ અને ક્ પર ભક્તિના સૂર....લેરિનેટ
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved