મુંબઈ - પૂણે જર્મન બેકરી બ્લાસ્ટ કેસમાં ઝડપાયેલા બે આતંકવાદી પૈકી એક આતંકવાદીએ આતંકવાદી સંગઠ્ઠન લશ્કર-એ-તોયબા (એલઈટી)નાં કેમ્પમાં ટ્રેનિંગ લીધી હોવાથી ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ આતંકવાદી એલઈટીની મહારાષ્ટ્ર વીંગનો લીડર હતો.
શેખ લાલબાબા મોહમ્મદ હુસેન ઉર્ફે બિલાલ મૂળ લાતુરના ઉદગીરનો રહેવાસી છે અને એલઈટી કેમ્પમાં તેણે તાલીમ લીધી હતી. જાન્યુઆરી ૨૦૦૮થી જાન્યુઆરી ૨૦૧૦ દરમિયાન બે વખત તે બાંગ્લાદેશની અને એકવાર નેપાળથી ભારત આવ્યો હતો. એમ પોલીસે કહ્યું હતું.
આ વર્ષની શરૃઆતમાં તે નાસિકમાં છુપાયો હતો.
મિર્ઝા બેગ એલઈટીની મહારાષ્ટ્ર વીંગનાં લીડર ઉપરાંત તે ઔરંગાબાદ મોડયુલ અને ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે પણ સંકળાયેલો હતો.
મિર્ઝા બેગ વિરુદ્ધ પૂણેમાં યુએપીએ (અને લો ફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ તથા ઔરંગાબાદ શસ્ત્ર જપ્તીનો કેસ લશ્કર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.
મિર્ઝાએ બીએનાં બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યો છે.
ઔરંગાબાદ શસ્ત્ર જપ્તીનાં કેસમાં જે મોડયુલ હતું ફૈયાઝ અન્સારીનું હતું. ફૈયાઝે મિર્ઝાની મુલાકાત રિયાઝ ભટકલ અને કિલાલ ભટકલ સાથે કરાવી હતી. ભટકલ બંધુઓ ૨૦૦૨થી અત્યાર સુધીમાં મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર, દિલ્હી તથા સ્થળોએ થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા છે. મિર્ઝા દોઢ મહિનો તેમની પાસે જ રહ્યો હતો. બાદમાં તેને લશ્કર-એ-તોયબાની મહારાષ્ટ્ર વીંગનો લીડર બનાવાયો હતો. હુસેન બિલાલ મોહમ્મદ સોલાપુરનાં હોટકીનો રહેવાસી છે અને બીએસસીનાં પ્રથમ વર્ષમાં નાપાસ થયેલો છે. ,આ કેસમાં યાસીન ઉર્ફે શાહરૃખ અને મોહસીન ચૌધરી હજી ફરાર છે, એમ પોલીસે કહ્યું હતું. |