Last Update : 09-Sept.-2010, Thursday
અમેરિકાના ઓહાયો સ્ટેટમાં આઉટસોર્સિંગ પર પ્રતિબંધ
 

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા.૮
અમેરિકાના ઓહાયો રાજ્યએ આઉટસોર્સિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઓહાયોના ગવર્નર ટેડ સ્ટ્રીકલેન્ડે આ જાહેરાત કરતા આઉટસોર્સિંગને આર્થિક વિકાસમાં અવરોધરૃપ અને રાજ્યના વેપાર-ઉદ્યોગના વિકાસ માટે અસ્વીકાર્ય ગણાવ્યું હતું. ઓહાયો સ્ટેટના આ નિર્ણયની ખાસ કરીને ભારતીય આઇટી કંપનીઓ પર માઠી અસર પડશે.
ભારતીય આઇટી કંપનીઓને મોટો ફટકો ઃ ગવર્નર સ્ટ્રીકલેન્ડના મતે આઉટસોર્સિંગ વિકાસમાં અવરોધરૃપ અને અસ્વીકાર્ય
અત્યાર સુધી ભારતીય કંપનીઓના આકર્ષવા માટે જાણીતા એવા સ્ટ્રીકલેન્ડે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે નોકરીઓનું આઉટસોર્સિંગ ઓહાયોના મૂલ્યોને અનુરૃપ નથી. ભારતના આઇટી ઉદ્યોગે આ નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો. ભારતનો આઇટી ઉદ્યોગની ૬૦ ટકા આવક અમેરિકામાંથી થાય છે.
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા નવેમ્બરમાં ભારતના પ્રવાસે એવી રહ્યા છે ત્યારે એચ-વનબી અને એલ-વન વીઝા ફીમાં વધારા પછીનો આ બીજો આકરો નિર્ણય છે જે ૫૦ અબજ ડૉલરથી વધુના ભારતીય આઇટી કંપનીઓ પર માઠી અસર પહોંચાડશે. આ મુદ્દો ઓબામા સમક્ષ ઉપાડવા માટે ભારતીય આઇટી ઉદ્યોગ સરકાર પર દબાણ વધારશે.
આઇટી ઉદ્યોગના સંગઠને જણાવ્યું હતું કે નાસ્કોના અધિકારીઓના આગામી અમેરિકા પ્રવાસ દરમિયાન આ મુદ્દો ઉપાડવામાં આવશે. નિષ્ણાંતોના મતે ઓહાયોમાં આગામી નવેમ્બરમાં ગવર્નરપદની ચૂંટણીઓ યોજાવાની છે જેને ધ્યાનમાં રાખીને મતદારોને રીઝવવાના આશયથી સ્ટ્રીકલેન્ડે આઉટસોર્સિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. સ્ટ્રીકલેન્ડ તેમના સૌથી મોટા હરિફ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર જ્હોન કેસીચ કરતા લોકપ્રિયતામાં ઘણા પાછળ છે. હાલમાં જ થયેલા જનમત સર્વેક્ષણમાં કેસીચની સરખામણીએ સ્ટ્રીકલેન્ડને ૧૨ ટકા ઓછા મત મળ્યા હતા.
અગાઉ સ્ટ્રીકલેન્ડે ભારતીય કંપનીઓને ઓહાયોમાં આવવા માટેના પ્રયાસો કર્યા હતા. ૨૦૦૭માં અગ્રણી ભારતીય આઇટી કંપની ટીસીએસે ઓહાયોના શહેર મીલફોર્ડમાં પોતાનું કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી હતી. સ્ટ્રીકલેન્ડે આ કંપનીને ૧.૯ કરોડ ડૉલરની કરરાહતોની ઓફર કરી હતી.
જો કે હવે આગામી ચૂંટણીમાં પરાજયનો સંકેત મળ્યા બાદ સ્ટ્રીકલેન્ડે જણાવ્યું છે કે ભેદભાવપૂર્ણ વેપારી કરારને કારણે ઓહાયોના નાગરિકોને સૌથી માઠી અસર પહોંચી હતી. સ્ટ્રીકલેન્ડે દાવો કર્યો હતો કે તેમના સત્તાકાળ દરમિયાન દરિયાપારની સેવાઓ મેળવવા પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.

Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
અબજોપતિઓએ હવે વિમાનમથકે ધક્કામુક્કી નહીં કરવી પડે
મુંબઈના ખાડાથી ગણેશજીને નુકસાન થશે તો પાલિકાની ખેર નથી
મુંબઈમાં એર પોલ્યુશનથી કેન્સરનો ખતરો
ધાર્મિક સહિષ્ણુતા તરફની પ્રતિબદ્ધતા USની સ્થાપના સમયથી જ છે ઃ અમેરિકી વિદેશમંત્રી
ન્યુક્લિયર બિલમાં ફેરફાર અંગે અમેરિકા ભારત સાથે ચર્ચા કરશે
અમેરિકા અને ચીને એકબીજાને હરિફ ગણવા ન જોઈએ ઃ જિઆબાઓ
 
  More News
મારુતિ, ટાટા મોટર્સ અને સ્કોડા એમયુવીના મોડલ રજૂ કરશે
કેઈર્ન-વેદાંત વચ્ચેનો સોદો વિલંબમાં પડવાની શક્યતા
પ્રારંભિક નરમાઈ બાદ હેવીવેઇટ શેરોમાં નવી લેવાલીએ ટર્નએરાઉન્ડ ઃ સેન્સેક્સ ૨૧ પોઇન્ટ વધ્યો
સીડનીમાં હારવાના પાક. ખેલાડીઓને રૃા. ૧.૩૦ કરોડ મળ્યા હોવાની આશંકા
યુએસ ઓપનમાં નડાલ, વાવ્રિન્કા અને ક્લાઇસ્ટર્સ ક્વાર્ટર ફાઇનલમાં
ઈંગ્લેન્ડે બીજી ટ્વેન્ટી-૨૦માં પાકિસ્તાનને હરાવીને ૨-૦થી શ્રેણીમાં વિજય મેળવ્યો
શાઇની આહુજાએ બળાત્કાર કર્યો જ નહોતો - નોકરાણી
ફારાહ ખાનની ફિલ્મના સેટ પર અક્ષય ખન્ના ગુસ્સે થયો
એ.આર. રહેમાને ૪૦ કલાકમાં ગીતનું રેકોર્ડિંગ પૂરું કર્યું
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

કોલેજ મેગેઝિન્સમાં ક્રિએટિવિટીની કશ્મકશ
પૂર્વનો ઝભ્ભો અને પશ્ચિમનું જીન્સ....
પોલીસ બેન્ડના ડ્રમ,ટ્રમ્પેટ અને ક્ પર ભક્તિના સૂર....લેરિનેટ
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved