| Last Update : 09-Sept.-2010, Thursday |
|
|
|
|
|
|
| લો-કોસ્ટ એરલાઈન સ્પાઈસજેટ ઓક્ટોબરથી વિદેશી ઊડાન ભરશે |
|
નવી દિલ્હી, બુધવાર
લો-કોસ્ટ એરલાઈન કંપની સ્પાઈસજેટ દ્વારા આગામી ઓક્ટોબર માસથી ઇન્ટરનેશન રૃટ પર ફ્લાઈટની શરૃઆત કરવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ઈન્ટરનેશનલ રૃટ પર ફ્લાઈટ ચાલુ કરનાર તે દેશની પ્રથમ લો-કોસ્ટ એરલાઈન કંપની બની રહેશે.
કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ કંપની દિલ્હી-કાઠમંડુ વચ્ચે સપ્તાહમાં એક વખત (સાપ્તાહિક) વિદેશી ફ્લાઈટ રૃટ ઓપરેટ કરશે. આ સર્વિસ ૭ ઓક્ટોબરથી ચાલુ થશે. આ ઉપરાંત આગામી તા. ૯ ઓક્ટોબરથી કંપની વિદેશી સેવા શરૃ કરશે. આ ફ્લાઈટ ડેઈલી ઓપરેટર થશે.
ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ૧૮૯ સીટ ધરાવતું બોઈંગ ૭૩૭-૮૦૦ એરક્રાફ્ટ ઉપયોગમાં લેશે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે કંપનીએ ૨૩મેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ ચાલુ કરવાનો દરજ્જો મેળવ્યો હતો. અગાઉ કંપનીએ જૂન માસમાં ઇન્ટરનેશનલ ઓપરેશન શરૃ કરવાની યોજના બનાવી હતી.
પરંતુ પ્રતિકૂળ કારણોસર તે પાછી ઠેલાઈ હતી અને હવે આ યોજના આગામી માસથી અમલી બનશે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ડોમેસ્ટીક નેટવર્કમાં પાંચ વર્ષ સુધી વિમાની સેવા પૂરી પાડી હોય અને ૨૦ વિમાનનો કાફલો ધરાવતી હોય તેવી કંપનીને જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે મંજૂરી આપવામાં આવે છે. સ્પાઈસ જેટને પણ આ અવધિ પૂરી થયા બાદ વિદેશમાં ઉડાન ભરવાની મંજૂરી અપાઈ છે.
સ્પાઈસ જેટ દ્વારા ૨૦૦૯માં ૫૪.૪૬ લાખ મુસાફરોનું વહન કરાયું હતું. ચાલુ વર્ષમાં પ્રથમ સાત માસ દરમિયાન આ આંકડો ૩૭.૨૫ લાખની સપાટીએ છે.
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|