| |
આજ નું પંચાગ |
તા. ૯-૯-૨૦૧૦ ગુરૂવાર
ભાદરવા સુદ એકમ - રામદેવપીરના નોરતા શરૂ
મુસલમાની જમાતુલવીડા
જૈન પર્યુષણ પર્વ
દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૮ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૬ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૫ મિ., (સૂ) ૭ ક. ૧૩ મિ., (મું) ૭ ક. ૧૪ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની કન્યા (પ. ઠ. ણ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ઉત્તરા ફાલ્ગુની રાત્રે ૮ ક. ૫૨ મિ. સુધી પછી હસ્ત.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - સિંહ, મંગળ - તુલા, બુધ - સિંહ, ગુરૂ - મીન, શુક્ર - તુલા, શનિ - કન્યા, રાહુ - ધન, કેતુ - મિથુન, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - કન્યા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૬, શાકે ઃ ૧૯૩૨, જૈનવીર સંવત ઃ ૨૫૩૬
વિક્રમ સંવત્સર ઃ પ્લવ, શક સંવત્સર ઃ વિકૃતિ, દક્ષિણાયન શરદ ઋતુ, ભાદરવા સુદ એકમને ગુરૂવાર. ભાદરવો મહિનો શરૂ. રામદેવ પીરના નોરતાં શરૂ. ચંદ્રદર્શન. યજ્ઞનારાયણ ઈષ્ટીયાગ. મૌનવ્રતારંભ. જમાતુલવીડા. મહાપાત વૈદ્યુતિ ૧૫-૧૨ થી ૧૯-૦૯ સુધી. જયુ ઈસ વર્ષ ૫૭૭૧ શરૂ. સોનામાં, પીત્તળ, સૂતર, કપડા, ચોખા, ખાંડના ભાવ ઘટે ?
મુસલમાની હિજરી સન ૧૪૩૧ રમજાન માસનો ઓગણત્રીસમો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ ફરવરદીન માસનો બાવીસમો રોજ ગોવાદ.
|
| [Top] |
| |
|
આજ નું ભવિષ્ય |
મેષ ઃ નોકરી-ધંધાના કામમાં, મકાન-જમીન-વાહન, ઘર, પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. ધંધાનું કામકાજ થાય.
વૃષભ ઃ આપના નોકરી-ધંધાના, શેરોના કામમાં, વિલંબમાં પડેલા કામમાં સાનુકૂળતા રહે, ઉઘરાણીના નાણાં છુટા થાય.
મિથુન ઃ આજે ભાદ્રપદ માસના પ્રારંભે કોઈપણ કામમાં ઉતાવળ કરવી નહીં. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં.
કર્ક ઃ નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય.
સિંહ ઃ કાર્યસફળતા-પ્રગતિથી આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધો થઈ શકે.
કન્યા ઃ માનસિક પરિતાપ છતાં તમારા કામમાં ચિંતા-મુંઝવણ ઓછી થાય. પત્ની-સંતાન-મિત્રવર્ગનું કામ થાય.
તુલા ઃ નોકરી-ધંધાના કામમાં ચિંતા-ખર્ચ છતાં આજે ભાદ્રપદ માસના પ્રારંભે વધારાનું કામ ઉકેલાય.
વૃશ્વિક ઃ મહત્ત્વની મુલાકાત-ચર્ચા વિચારણા નોકરી-ધંધાના, પરદેશના, સંતાનના કામ અંગે થઈ શકે.
ધન ઃ તબિયતની અસ્વસ્થતા-માનસિક પરિતાપના કારણે નોકરી-ધંધાના કામમાં બેચેની અનુભવાય.
મકર ઃ આપના અગત્યના કામમાં રૂકાવટ ચિંતા હળવી થાય. જુના સંબંધો તાજા થાય. નોકરી-ધંધાનું કામ થાય.
કુંભ ઃ હરિફવર્ગ-ખટપટ-ઈર્ષા કરનારના કારણે તમારા નોકરી-ધંધાના કામમાં ચિંતા-ઉચાટ રહે. ગુસ્સો આવી જાય.
મીન ઃ ભાદ્રપદ માસના પ્રારંભે કામની વ્યસ્તતા રહે. ઘર-પરિવારના, પત્ની-સંતાનના, નોકરી-ધંધાના કામમાં રાહત રહે.
|
| [Top] |
| |
|
સુપ્રભાતમ્ |
હે રાજા ! તમે સર્વે દિશામાં સુવર્ણના ધોધ વરસાવો છો પણ હું દુર્ભાગ્યરૂપી છત્રથી ઢંકાયેલો હોવાથી મારા ઉપર થોડાં બિંદુઓ પણ પડતાં નથી !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
આજનો દિન મહિમા.....
આજે નવમી સપ્ટેમ્બર, ગુરૂવાર ભાદરવા સુદ એકમ, ચન્દ્રદર્શન, ભાદરવા માસ પ્રારંભ, યહૂદી તહેવાર રોશ- હાશન્ના (જ્યૂ), સામાન્ય દિવસ છે.
યહૂદીઓનું નૂતન વર્ષ ઃ રોશહાશાન્ના
આજથી યહૂદીઓનું નૂતન વર્ષ શરુ થાય છે. આજનો દિવસ રોશહાશાન્ના કહેવાય છે. ગઈકાલે અંતિમ દિન ઇવ એટલે કે દિવાળી હતી. એક મુઠ્ઠી જેવડા ઇઝરાએલને જેમણે પોતાના પ્રબળ પુરુષાર્થ, સંકલ્પ અને આત્મબળથી બેઠું કર્યું.
યહૂદી ભાઈબહેનો માને છે કે સૃષ્ટિની શરુઆત આજથી થઈ ગઈ હતી. તેઓ ચન્દ્ર પ્રમાણે તિથિમાને છે. આજના પર્વે તેઓ સમુદ્ર, નદી કે જળાશયના કિનારે જાય છે. પ્રાર્થના કરે છે. સાલમુબારક કહે છે. ખંત, ખમીર અને ુખુદ્દારીને વરેલી યહૂદી પ્રજા પોતાનું નવું વર્ષ મનાવે છે.
ઘર શણગારે છે. મિષ્ટાન્ન જમે છે તેમનું દેવસ્થાન અબ્રાહમ સિનેગોગ- ખમાસા ખાતે છે. તે સૌ યહૂદી ભાઈ-બહેનો ભેગા થાય છે. પ્રાર્થના કરે છે ઇશ્વરનો અભાર માન છે. જેમણે તેમને જન્મ આપ્યો તથા સારા કાર્યો કરવા માટે આશીર્વાદ માંગે છે.
મોઝીઝની દસ આજ્ઞાઓ- ઉપદેશમાંથી
યહોવાહ તે મોટો દેવ છે. તે સર્વ દેવો પર મોટો રાજા છે. તેના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે. પર્વતોના શિખરો પણ તેનાં છે. સમુદ્ર તેનો છે. તેના હાથોએ આ લીલી ભૂમિ રચી છે આવો, તેને ભજીએ તથા નમીએ, યહોવાહ આપણા કર્તાની આગળ ધૂંટણિયે પડીએ, કેમ તે આપણો દેવ છે. (ધર્મવિચાર)
- ધનરાજ પંડિત
|
| [Top] |
| |
|
| |
આજ નું ઔષધ |
કેન્સરના નિવારણ માટે કુદરતી ખોરાક
કેન્સર જેવા રોગોનું જોખમ ઓછું કરવા માટે ઘણા પોષક આહાર અને કૃત્રિમ વિટામિનોની ભલામણ થતી રહે છે અને તેનું ચલણ વધી રહ્યું છે પરંતુ આરોગ્ય નિષ્ણાંતો કહે છે કે લોકોને કુદરતી ખોરાકનું મહત્વ સમજવાની જરૂર છે અને કેન્સર જેવા ઘાતક રોગોની વાત આવે ત્યારે સપ્લીમેન્ટ કરતાં કુદરતી આહાર વઘુ અસરકાર છે.
ગોળીઓ, કેપ્સ્યુલ કે ટીકડીઓમાંના મીનરલ્સ કે વિટામિન કેન્સરનું જોખમ ઓછું કરે છે તેવા સ્પષ્ટ પુરાવા ક્યારેય મળ્યા નથી. ફળો, શાકભાજી અને સૂકામેવામાં તેમજ રોજીંદા ખાદ્ય પદાર્થોમાં રહેલા વિટામીન, બીટા-કેરોટીન, સેલેનિયમ, લાયકોમેન અને એન્ટીઓક્સીડન્ટ સત્વો ઘણા રોગોના જોખમ ઓછા કરે છે.
તે વાત સાચી પરંતુ તે બધા કુદરતી ખાણામાંથી મળે તો જ. ક્યારેક કોઈ એલર્જીને કારણે કે અપોષણથી વિટામિન કે ખનીજની ખામી રહી ગઈ હોય તો સપ્લીમેન્ટ કે વિટામીનની ગોળીઓથી તેની ઓછપ નિવારી શકાય છે અને તે પૂરતો જ લાભ થાય છે. પોતાની મેળે વિટામીન કે અન્ય સત્વોની ગોળીઓ કે દવાઓ લેતાં પહેલાં તબીબી સલાહ લેવી હિતાવહ છે.
- ઉમેશ ગોસ્વામી
|
| [Top] |
|
| |
આજ ની જોક |
મુંબઈના વરલીના દરિયા કિનારે છગન અને લીલી સાંજની ચાલવાની કસરત કરતા હતા. એ વખતે છગનના બુટ ચમચમ અવાજ કરતા સાંભળીને લીલી બોલી, ‘‘આ બુટ ચોરેલા છે કે શું ?’’
‘‘અરે, હોતું હશે ?’’ છગને કહ્યું, ‘‘આ પેન્ટ, શર્ટ, કોટનો અવાજ આવે છે ?’’
|
| [Top] |
| |
|
|
આજ ની રેસીપી |
હોટ એન્ડ સોર પિપર સૂપ
સામગ્રી ઃ ૨૫ ગ્રામ છીણેલું ગાજર, ૧/૪ કપ છીણેલી કોબીજ, ૧ ડુંગળી, ૧ લીલી ડુંગળી, ૧૧/૨ ચમચી રિંગમાં સમારેલાં મરચાં, ૧/૨ ચમચી વિનેગર, ૧ ચમચો કોર્નફલોર, ૧/૪ ચમચી કાળાં મરીનો પાઉડર, ૧ ચમચો સોયા સોસ, ૧ કપ શાકનો સ્ટોક, ૧/૪ ચમચી ચિલી ગાર્લિક સોસ, મીઠું સ્વાદ મુજબ.
રીત ઃ લીલાં મરચાં (લાલ મરચાં પણ લઈ શકાય) ની રિંગ સમારો. વિનેગર સાથે મિક્સ કરો. કોર્નફલોર, કાળાં મરી, સોયાસોસ થોડા પાણી સાથે બરાબર મિક્સ કરો. બાકીનો સ્ટોક પણ બરાબર મિક્સ કરી ઉકાળો. મીઠું નાખો અને હલાવતાં રહો.
તેલ ગરમ કરો અને ગાજર, કોબીજ, સમારેલી ડુંગળી, લીલી ડુંગળીને બરાબર ફ્રાય કરો. તેમને કોર્નફલોરના મિશ્રણમાં મિક્સ કરો. સમારેલાં મરચાં અને વિનેગર મિક્સ કરી ઉકાળો. થોડીવાર ચઢવા દો. ચિલી ગાર્લિક સોસ બનાવી ગરમાગરમ પીરસો.
|
| [Top] |
|