Last Update : 08-Sept.-2010, Wensday
સાંસદની પત્ની સેક્સ-વર્કર ?
 

ગઈકાલે ચોંકાવનારા સમાચાર હતા કે બ્રિટનના માઈક વેધરલે નામના એક સાંસદની ૩૯ વર્ષીય પત્ની કાર્લા પરણ્યા પછી પણ સેક્સ-વર્કર તરીકે ૭૦ પાઉન્ડના ભાવે ત્રણ મસાજ પાર્લરોમાં 'સેવાઓ' આપતી હતી !
જોકે વેધરલે સાહેબે કાર્લાબેનને છૂટાછેડા આપી દીધા છે. પણ જો ટિપિકલ બ્રિટીશ 'સ્ટીફ-અપર-લિપ' હ્યુમરની શૈલીમાં કહીએ, (ઉપલો હોઠ હલાવ્યા વિના, એટલે કે દાંત બતાડયા વિના) તો આ પ્રકારની ટંગ-ઈન-ચીક રમૂજો કરી શકાય...
* * *
મિસ્ટર વેધરલે ખરેખર ખુલ્લા મનના પતિ કહેવાય. કારણકે એમણે એમની પત્નીને લગ્ન પછી પણ પોતાની 'કારકિર્દી' ચાલુ રાખવા દીધી !
* * *
વળી, ભાગ્યે જ એવું બનતું હોય છે કે પરણ્યા પછી પત્નીઓ માત્ર આવક માટે નહિ પણ 'સ્વ-આનંદ' માટે પોતાની કારકિર્દી ચાલુ રાખતી હોય !
* * *
જોકે છૂટાછેડા પછી જ્યારે ૭૦ પાઉન્ડના 'રેટ'ની ખબર પડી હશે ત્યારે શ્રીમાન વેધરલેએ થોડો હિસાબ ગણી લેવા જેવો હતો. લગ્ન અને હનીમૂનમાં ખર્ચેલા ૭૦૦૦ પાઉન્ડ જરા 'મોંઘા' કહેવાય !
* * *
છાપાના ન્યુઝ તમે ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે કે શ્રીમતી કાર્લા વેધરલે માત્ર 'લિપ-સર્વિસ' આપવામાં નહોતાં માનતાં !
* * *
અચ્છા, લગ્ન પછી મહિનાઓ સુધી મિસ્ટર વેધરલેને કેમ ખરબ ના પડી ? કારણ કે એ 'મસાજ' પાર્લરો હતાં, 'મેસેજ' પાર્લરો નહિ !
* * *
બ્રિટનની સેક્સવર્કરો હવે જાણે છે કે કમ સે કમ એક સાંસદ તેમની 'પડખે' હતો !
* * *
અને આજે બ્રાઝિલની સેક્સવર્કરોની મહેચ્છા શું છે ?
- બ્રિટનનો 'રાજદ્વારી' પાસપોર્ટ મેળવવાની !
- મન્નુ શેખચલ્લી

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved