Last Update : 08-Sept.-2010, Wensday
આઇસીસીને એક વર્ષમાં જ ૩૯૮ કરોડ રૃપિયાનો નફો

વર્ષ ૨૦૦૯ની આવક રૃા. ૮૧૬ કરોડની થઇ

નવી દિલ્હી,
ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આઇસીસી માટે ટંકશાળ પાડનારું બની રહ્યું છે. આઇસીસીને એક જ વર્ષમાં આશરે ૩૯૮ કરોડ રૃપિયાનો જંગી નફો થયો છે. ૩૧મી ડિસેમ્બર, ૨૦૦૯ના રોજ પુરા થતાં વર્ષના આંકડા દર્શાવે છે કે આઇસીસીની નાણાંકિય સ્થિતીમાં નાટકિય પણ આવકારદાયક ફેરફાર થયો છે. નોંધપાત્ર છે કે આઇસીસીએ અગાઉના વર્ષે આશરે ૧૫ કરોડ રૃપિયાની ખોટ ગઇ હતી.
આઇસીસીના વાર્ષિક અહેવાલના આંકડા જણાવે છે કે વર્ષ ૨૦૦૯માં તેમની આવક રૃા. ૮૧૬ કરોડની હતી. ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ અન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી રૃપિયા ૬૭૪.૯૨ કરોડની જંગી આવક થઇ હતી, જેમાંથી ૩૮૨.૫૮ કરોડ રૃપિયા સરપ્લસ ઊભુ થયું હતુ. આઇસીસીને ૨૦૦૮માં એટલે ખોટ ગઇ હતી કારણ કે તે વર્ષે તેની એક પણ ટુર્નામેન્ટ આયોજીત થઇ શકી નહતી.
હવે ૨૦૧૧માં ક્રિકેટનો વર્લ્ડ કપ ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં યોજાવાનો છે, ત્યારે આઇસીસીને તેમાંથી જંગી આવક થાય તેની અપેક્ષા છે. ચાહકોને ક્રિકેટ તરફ આકર્ષવા માટે આઇસીસી સતત નવા પ્રયોગો કરતું રહે છે. વર્ષ ૨૦૦૩ના વર્લ્ડ કપમાંથી ૯૧૧.૮૦ કરોડ રૃપિયાનો નફો થયો હતો, જે ૨૦૦૯ની વાર્ષિક આવકના આંકડા કરતાં ક્યાંય વધુ છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે ઓપરેટિંગ કોસ્ટ પાછળ રૃપિયા ૪૧૯.૭૧ કરોડનો ખર્ચ કર્યો હતો, જેમાંથી બે ટુર્નામેન્ટનું આયોજન કરવા પાછળ ૨૯૧.૮૭ કરોડ રૃપિયાનો ખર્ચ થયો હતો, જ્યારે ૪૨.૩૦ કરોડ રૃપિયાનો ખર્ચ વિશ્વ સ્તરે ક્રિકેટના પ્રચાર અને વિકાસ પાછળ કરવામાં આવ્યો હતો. આઇસીસીએ સભ્ય એસોસિએશનોને સરપ્લસમાંથી ૩૩૧.૩૫ કરોડ રૃપિયાની ચુકવણી કરી હતી. જ્યારે સભ્યોએ સબસ્ક્રીપ્શન પેટે ૧૦૨.૯૩ કરોડ રૃપિયાની ચૂકવણી કરી હતી, જે ૨૦૦૮ કરતાં લગભગ બગણી કરી દેવામાં આવી છે.
Share |
  More News
અમિત શાહની જામીન અરજીની સુનાવણી ૯મીએ
બીઆરટીએસ ટ્રેક પર દાણીલીમડા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો ત્રાસ
ડોકટર દંપતીની વૈવાહિક તકરારમાં વકીલ ફસાયો
મુંબઈમાં દરિયાનાં ખારા પાણીને મીઠંુ બનાવવા પ્લાન્ટ સ્થપાશે
મધ્ય રેલવેની ટ્રેનમાંથી ચાર દિવસમાં પ૦ પંખાની ચોરી
મુંબઈમાં ફલાયઓવરને લીધે ગણપતિની મૂર્તિના કદમાં ઘટાડો
મેચફિક્સિંગ કૌભાંડમાં અભિનેત્રી નીતુ ચંદ્રાની ICCના અધિકારીઓએ પૂછપરછ કરી
ઓસ્ટ્રેલિયામાં ૭૦ વર્ષ પછી લઘુમતી સરકારની રચના
પિતાએ ૧૩ વર્ષની પુત્રી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો
 
  More News
દલાલે રોકાણકારને સોદાની વિગતો ઈ-મેલથી આપવી પડશે
સીધા વિદેશી રોકાણના પ્રવાહમાં ૪૯ ટકાનો ઘટાડો
૫૬૦૦ કુદાવી ગયો ઃ સેન્સેક્સ ૧૮૭૧૧ બોલાયો
વુડ્ઝ બાદ ઈંગ્લેન્ડના ફૂટબોલ સ્ટાર રૃનીના સેક્સ કૌભાંડથી ખળભળાટ
સાયના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર
વ્યસ્ત કાર્યક્રમ અને નિર્જીવ પીચો ફાસ્ટ બોલરોને ખતમ કરી રહી છે
શાહિદ પછી સૈફે પણ વિશાલ ભારદ્વાજની ફિલ્મ છોડી
કિમ શર્માએ કેન્યાના ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યું
રાણી મુખર્જીએ પોતાના બંગલૉમાં જીમ બનાવ્યુંં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved