Last Update : 08-Sept.-2010, Wensday

અમારો ચિન્ટુ ? ભારે હોંશિયાર...! એની તો વાત જ ના થાય!

વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ
‘મારે મારા પુત્રને મિત્ર બનાવવા શું કરવું ?’ વ્યથિત અને હતાશ ડોક્ટર પોતાને સતત મૂંઝવતો સવાલ પૂછે છે.

 

 

‘તમારા પુત્રની ઊંમર કેટલી છે ?’
‘પચીસ વર્ષ પૂરા થયા. શરુઆતમાં ભણવામાં ખૂબ હોશિયાર હતો પણ હાઇસ્કૂલમાં ખરાબ કંપનીના રવાડે ચડ્યો. બારમા ધોરણમાં સારા માર્કસ ન આવ્યા. મેં વિદેશ મેડિકલનું ભણવા મોકલ્યો. બસ ત્યાર પછી મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. એના કારનામાની દાસ્તાન તો બહુ લાંબી છે પણ છ મહિના પહેલા તો એણે હદ વટાવી નાંખી...’
ચાર ભાઈબંધોએ ભેગા મળીને એક યોજના બનાવી. કોઈક જગ્યાએથી કારની ઉઠાંતરી કરવી તેમાં નિયંત્રિત પદાર્થોની હેરાફેરી કરવી. બે-ત્રણ વખત આવું કર્યા પછી તેમને ફાવટ આવી ગઈ. ચોરીની ગાડીનો મનફાવે તે ઉપયોગ કર્યા પછી તેને નિર્જન રસ્તા પર છોડી દેવી અને ફરી પાછી બીજી ગાડી ચોરવી. તેને લાગ્યું કાયદા કરતા તેના હાથ લાંબા છે.
પરંતુ ચોરી લાંબી ન ચાલી એક દિવસ તે પકડાઈ ગયો. પોલીસ લોક-અપમાં ગંભીર ગુના સાથે પકડાયાની વાત જાહેરમાં ઉછળી. પણ મેં બઘુ સંભાળી લીઘું ઓળખાણ અને દોલત બન્નેયની ખાણનો ભરપૂર ઉપયોગ કર્યો અને દિકરાને સહી-સલામત ગંભીર ગુનામાંથી નખશિખ બચાવી લીધો.
મને એમ હતું કે એ સુધરી જશે આ ગંભીર બનાવ પછી એની સાન ઠેકાણે આવશે અને જીવનભર હવે મારી સામું નહિ બોલે એટલું જ નહિ પણ મારું કહ્યું કરશે. પરંતુ બે- ત્રણ અઠવાડિયામાં જ તેણે તેનું પોત પ્રકાશ્યું રાતોરાત ધનવાન બનવા માટે અલગ અલગ વ્યવસાય શરૂ કર્યા. કમાણી તો કરી નથી શક્યો પણ મિત્રોને દુશ્મન બનાવવામાં માહેર થઈ ગયો છે.
‘મને બઘું આવડે છે-’ એમ.બી.એ. ઇગો છે મા-બાપ વગર ચાલશે પણ કોમ્પ્યુટર વગર તો નહીં જ ચાલે. એવું અમને વારંવાર સંભળાવતો રહે છે. કમાઈશ એટલે જુદો થઈ જઈશ. હોસ્પિટલની ચેઇન બનાવીશ, ફાઇવસ્ટાર હોટેલ, થિયેટર, મોલ્સ....ની ચેઇન બનાવીશ. મુકેશ અંબાણી પાસે એકવાર જૂતા પોલીશ કરાવડાવીશ. આવા શેખચલ્લી જેવા વિચારો કરે છે. ફાસ્ટ ડ્રાઇવિંગ કરતો ગાડી લઈને રખડ્યા કરે છે. ગુજરાતી- બિનગુજરાતી છોકરીઓ સાથે લફરાં કરે છે.
દસ મિનિટમાં આવું છું એમ કહી ગાડી લઈને રખડ્યા કરે છે અને બે-ચાર કલાક સિવાય ઘરે પરત આવતો નથી. ક્યાં જાય છે ક્યારે આવીશ એવું પૂછીએ તો જૂઠ્ઠું બોલે છે, ઉઠા ભણાવે છે. કોમ્પ્યુટર ગેઇમમાં આખો દિવસ માણસો, પશુ- પંખીને મારી નાખવાની ગેઇમ્સ રમ્યા કરે છે. પપ્પાના નાનકડા દવાખાનામાં બેસવું નથી એને તો સૌથી મોટો દુશ્મન બાપ લાગે છે.
મિત્રો કે વડીલો તેને પાસે બેસાડીને શાંતિથી સમજાવે તો તે ચૂપ બેસી રહે છે એક પણ અક્ષર બોલતો નથી બઘું સંભળાયા પછી ટી.વી. જોવા, પિક્ચર જોવા કે ગેઇમ રમવા બેસી જાય છે. રાત્રે માંડ બે-ત્રણ કલાક સુવે છે અને સવારે ફરી પાછો તાજોમાજો થઈને કાર લઈને નીકળી પડે છે.’’
પોતાના પુત્ર માટે આવી રજૂઆત કરતા ડોક્ટર પરીખ ગળગળા થઈ ગયા. તેમણે પુત્રને સુધારવા આટલા વર્ષોથી આકાશપાતાળ એક કર્યા છે. પોતાની જેમ પુત્રને પણ નિયમિત ડાયરી લખવા ઘણીવાર સમજાવ્યો છે. અને એ ડાયરી લખે તો એને પુસ્તકે તરીકે છપાવવાની બાંયેધરી આપે છે. ડોક્ટર અને તેમના પુત્ર સાથે શ્રેણીબદ્ધ ચર્ચા કર્યા પછી જે તારણો નીકળ્યા તે વાચકોએ ખાસ કરીને સંતાનોના મિત્ર બનવા માગતા વાલીઓએ સમજવા જેવો છે કારણ કે ડો. પરીખને મળતી આવતી ફરિયાદ કરનારા મા-બાપોની સંખ્યા વધતી જાય છે.
ડો. પરીખ પુત્રના મિત્ર બનવા માગે છે. મિત્ર બન્યા પછી તેઓ પુત્ર એક સાચા મિત્રની સલાહ સ્વીકારે એવું ઇચ્છે છે. તેમની વ્યથા સમજી શકાય તેવી છે. પુત્રના આ વર્તનમાં આમૂલ પરિવર્તન લાવવું અત્યંત જરૂરી છે. પણ એક સત્ય માતાપિતાએ સમજી લેવા જેવું છે કે સંતાનો તેમના કહેવા મુજબ કરતા નથી પરંતુ તેઓ જે કરે છે તેને અનુસરે છે.
સંતાનને ટી.વી. જોવાની ના પાડી અને માતાપિતા ચેનલ પર સિરિયલો, પિક્ચરો અને ક્રિકેટ મેચ જોયા કરે તો સંતાન વડીલોની સલાહ નહી માને પણ તેને અનુસરશે.
બાળક નાનું હોય ત્યારે બર્થડે કે અન્ય જુદા જુદા સમયે વિડિયો ગેઇમ્સ, પ્લે સ્ટેશન, કોમ્પ્યુટર, સ્કુટી વગેરે લાવી આપવું અને લોકો સમક્ષ છાતી ફુલાવીને બોલવું કે, અમારો ચિન્ટુ બહુ હોશિયાર. શીખ્યા વગર કોમ્પ્યુટરમાં જે પ્રોગ્રામ ઇચ્છે તે ચલાવી શકે. ફટાફટ ગેઇમ્સ રમી શકે, અરે પ્લે સ્ટેશનમાં તો પાવરધો છે એટલું જ નહિ દસ મિનિમાં બે કિ.મી દૂરની દુકાને જઈ આઈસક્રીમ લઈ આવે છે. અરે કોઈએ એને સ્કુટી ચલાવતા શીખવાડ્યું નથી, લાઇસન્સ પણ નથી તો પણ ચીલઝડપથી સ્કુટી ચલાવે છે... અમારો ચિન્ટુ એટલે ભાઈ ચિન્ટુ એની તો વાત જ ન થાય.
આ ચિન્ટુ મોટો થાય ત્યારે ડો. પરીખના પુત્રની જેમ તેની વાત જ ન થાય. બાળકના ઉછેર વખતે વધારે પડતા લાડકોડ અને પછી મિત્રો- સંબંધીઓ આગળ એની સાચી ખોટી તમામ વાતોના એની હાજરીમાં વખાણ કરનાર માતા-પિતાએ પાછળથી પસ્તાવું પડે.
બીજી મહત્ત્વની વાત છે. બાળકને કોની સોબત ગમે છે તે કોની સોબત ટાળે છે. સંતાનોના મિત્રો તથા તેમના માતા-પિતા સાથે વાર્તાલાપ થઈ શકે તેવો એક પણ અવસર જવા દેવો જોઈએ નહિ અને આવો અવરસ જો ન મળે તો ઉભો કરવો જોઈએ.
પચીસ વર્ષની ઊંમરનો પુત્ર મિત્રો સાથે મળીને કાર ચોકી કરે તેની વર્તણુંકનો અણસાર ૧૬- ૧૭ વર્ષે આવી જાય છે. મનોચિકિત્સા વિજ્ઞાન એને ‘ચાલ ચલગતની વિકૃતિ અને ‘વડીલોની સત્તાને પડકારવાની વિકૃતિ’’ તરીકે ઓળખાવે છે. તરૂણાવસ્થાથી જ બાળકના વર્તનના આ ફેરફાર જાગૃત માતાપિતા સહેલાઈથી શોધી શકે છે.
ડો. પરીખ ના પુત્રનું હાલનું વર્તન ‘બાયપ્રોપલર મેનિયા’ નામનો મનોરોગ થયો હોવાનું સૂચવે છે.
સૌથી પ્રથમ તો એનું લક્ષણ છે પોતાની જાતને કંઈક વિશેષ છે તેમ માનવું શેખચલ્લી જેવા ચાિરો કરવા આને ‘યુફોરિક મૂડ’ કહેવાય છે. સતત હવામાં ઊડતા અને આત્મવિશ્વાસથી છલોછલ આવા લોકો માની લીધેલી ગુરુતા ગ્રંથિથી પીડાય છે.
તેઓ સતત નવા આયોજનો કરતા રહે છે,. ક્રિયાશીલ રહે છે તેમના મગજમાં નવા વિચારો તેજગતિથી ભાગે છે. તેમની ઉંઘની જરૂરિયાત ઓછી થતી જાય છે અને અપૂરતી ઉંઘ લેવા છતાં તેઓ હંમેશા તરોતાજા જ રહે છે. તેમનું ઘ્યાન એક પ્રવૃત્તિમાં રહેતું નથી. તેઓ એક સાથે ઘણી પ્રવૃત્તિઓ હાથમાં લે છે. જેમાંથી કોઈ જ કામ પૂરું કરતા નથી. તેઓ એક ટોપિકથી બીજા ટોપિક પર અને એક નોકરી- ધંધાથી બીજી નોકરી ધંધા પર કૂદકા મારતા રહે છે.
ઉન્માદમાં રાચતા આવા તરુણો અને યુવાનોની એક ખાસિયત હોય છે કે તેઓ વઘુ પડતા સાહસિક દેખાય છે અને વારંવાર જોખમો ઉઠાવવામાં માને છે. ક્ષણિક આનંદ માટે તેઓ જે કામ કરે છે તેના ભવિષ્યમાં કેવા માઠા પરિણામો આવી શકે છે તેનો વિચાર સુઘ્ધાં તેઓ કરતા નથી. વધારે પડતો ખર્ચો કરવો, ફાસ્ટ ડ્રાઇવિંગ કરવું, વિજાતીય પાત્રો સાથે મિત્રતા કરવી, સેક્સ્યુઅલ એક્ટિવિટી કે વેશ્યાગમનના રવાડે ચડવું કાર ચોરી, ડ્રગ્સની હેરાફેરી અને વ્યસનના રવાડે ચડી જવાનો તબક્કો પણ આવી શકે છે.
ઉન્માદમાં રાચતા આવા સંતાનને ગમે તેટલી અને ગમે તેવી સમજાવટથી પણ કોઈ માતાપિતા મિત્ર બનાવી શકતું નથી. સૌ પ્રથમ તો ઉન્માદની આ અવસ્થા કોઈ બહાદુરી કે સાહસિકતા નથી પણ બીમાર અવસ્થા છે તે સ્વીકારવું પડે.
પોતાનું સંતાન અને મનોરોગી એ વાત સ્વીકારવી માતાપિતા માટે મુશ્કેલ હોય છે પરંતુ સંતાનનું હિત ઇચ્છતા વાલી માટે આ પ્રથમ પગથિયું છે. ઉન્માદની મનોસ્થિતિને કાબૂમાં લાવતી અનેક દવાઓ અને રસાયણો લભ્ય છે.
ઉન્માદની મનોસ્થિતિવાળો માણસ જીવતો ડાયનામાઇટ પુરવાર થઈ શકે છે. ઉન્માદની મનોસ્થિતિ એ બ્રેક વગરની પુરપાટ ગાડી જેવી છે. એની ગતિ નિયંત્રિત કરવા ઘટતું બઘું જ કરવું પડે.
એકવાર સંતાનની આ ગતિ પર કાબૂ મેળવી શકાય પછી માતાપિતાએ પોતે જાતે પોતાની કથની અને કરની એક રાખવી પડે. દંભી નકાબ કાઢી નાંખી સંતાનના સાચા મિત્ર બનવું પડે.

 

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved