Last Update : 08-Sept.-2010, Wensday

અમેરિકાની મુક્ત બજારવાદી નાણાકીય વ્યવસ્થા હવે તેને જ ભારે પડે છે

નવું વાચન નવા વિચાર - ધવલ મહેતા


અત્યારની કટોકટી એ ખરેખર મૂડીવાદી સિસ્ટમની મુળભૂત ખામી દર્શાવે છે. અમેરિકામાં વીસમી સદીના છેલ્લા પચાસ વર્ષોમાંથી મૂડીવાદનું જે સ્વરૂપ પ્રગટ્યું છે તે ખામીરૂપ છે.

અમેરિકન બેંકો પુષ્કળ લોભી છે અને તેઓ પોતે જ વીઝા-માસ્ટરકાર્ડ અને ડેબીટ-ક્રેડીટ કાર્ડના ધંધાની માલિક હોવાથી અમેરિકનો દેવા કરે તેને ઉત્તેજન આપે છે.



(ફ્રી ફોલ ઃ ફ્રી માર્કેટ્સ એન્ડ ધ સીંકીંગ ઓફ ધ ગ્લોબલ ઇકોનોમી ઃ જોસેફ સ્ટીગલીન્ઝ, (એલન લેન પલ્બીશર્સ, ૨૦૧૦)
ઈ.સ. ૨૦૦૭માં અમેરિકન અર્થકારણમાં મોટી નાણાકીય કટોકટી સર્જાઈ. અમેરિકામાં તેની અસર હજી ચાલુ છે. આ કટોકટી આર્થિક નહી પણ નાણાકીય હતી અને તે બેંકોની અને નાણાકીય સંસ્થાઓની ખોટી નીતિઓને કારણે સર્જાઈ હતી તે વાત પર ભાર મુકવાની જરૂર છે. આ કટોકટીથી બચવા અમેરિકન સરકારે નાણાકીય સંસ્થાઓને અઢળક નાણા આપ્યા જેને ‘બેઈલ-આઉટ લોન’ કહેવામાં આવે છે. આ લોન વિના અમેરિકાની નાણાકીય પઘ્ધતિ તૂટી પડી હોત અને પરિણામે તેનું અર્થકારણ પણ તૂટી પડત. લેખક જણાવે છે કે જગતમાં વૈશ્વિક નાણાંકીય વ્યવસ્થામાં મુળભૂત બદલાવની જરૂર છે. આ પુસ્તકના લેખક ૨૦૦૦ના જાન્યુઆરી સુધી વર્લ્ડ બેંકના ચીફ ઈકોનોમીસ્ટ હતા. ૨૦૦૧માં તેમને અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ મળ્યું. તેમના બે પુસ્તકો - ગ્લોબલાઈઝેશન એન્ડ ઇટસ ડીસકન્ટેન્ટસ અને મેઈકીંગ ગ્લોબલાઇઝેશન વર્ક - જગવિખ્યાત બન્યા છે. આ લેખક વૈશ્વીકરણની તરફેણ કરે છે પરંતુ વૈશ્વીકરણ સફળ થાય તે માટે અમુક શરતોની પૂર્તિ આવશ્યક છે. વળી તેઓ મુક્ત મુક્ત બજાર અને વોશીંગ્ટન કોન્સેન્સસના વિરોધી છે. આઈએમએફ, વર્લ્ડ બેંક અને અમેરિકાના નાણાખાતા દ્વારા જગતના વિકસતા દેશોને અપાતી મુક્તબજાર તરફી સલાહને વોશીંગ્ટન કોન્સેન્સસ કહેવામાં આવે છે.
આઘુનિક અર્થશાસ્ત્ર મુક્ત બજારો અને વૈશ્વીકરણમાં વિશ્વાસ ધરાવે છે. આને કારણે જગતના તમામ દેશો સમૃઘ્ધ થશે. તેમ માનવામાં આવે છે ૧૯૫૦ પછી અમેરિકાએ જે નવું અર્થશાસ્ત્ર વિકસાવ્યું તેને ‘ન્યુ ઈકોનોમી’ કહે છે તેમા નાણાકીય એન્જીનીયરીંગ (ક્રેડીટ અને નાણાના જુદા જુદા ઈન્સ્ટ્રયુમેન્ટલ) અને આર્થિક નિયંત્રણોને દૂર કરવાની હિમાયત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ન્યુ ઈકોનોમી (અથવા ન્યુ કેન્સીઅનીઝમ) અર્થકારણથી મંદીને દૂર કરી દેશે. બજારવાદના સર્મથકો એમ કહે છે કે મુકત બજારોમાં ભલે વધઘટ થયા કરે પરંતુ રાજ્યે તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં કારણ કે મુક્તબજારો સેલ્ફ કરેક્ટીંગ છે. દેશની સેંટ્રલ બેંક (ભારતની રીઝર્વ બેંક) સરકારથી સ્વાયત્ત હોવી જોઈએ અને તેણે પોતાનું ઘ્યાન ફુગાવાને દૂર કરી ભાવોને સ્થિર રાખવા પર કેન્દ્રીત કરવું જોઈએ. લેખક કહે છે કે આ હવે સામ્યવાદ વિરૂઘ્ધ મૂડીવાદી અર્થવ્યવસ્થાની ચર્ચા કોઈ કરતુ નથી. હવે કયા પ્રકારનો મૂડીવાદ-બજારવાદ (નિયંત્રિત કે અનિયંત્રિત) વઘુ સારો તેની ચર્ચા ચાલે છે. ૧૯૯૭ અને તે પછીની અમેરિકન આર્થિક કટોકટીને લીધે જેને માર્કેટ ફન્ડામેન્ટલીઝમ કહેવાય તે વિચારસરણીનો અંત આવ્યો છે. મુક્ત બજારવાદની અનેક ત્રુટિઓ ઉપસી આવી છે. તે સાથે સાથે બજારો ‘સેલ્ફ-કરેક્ટીંગ’ છે અને તેમાં રાજ્યના કોઈ હસ્તક્ષેપની જરૂર નથી તે માન્યતાનો પણ અંત આવ્યો છે. છેલ્લા પચીસ વર્ષમાં નાણાકીય બજારો (જે ચીજવસ્તુઓના બજારોથી જુદા છે)ને વારંવાર રાજ્યે હસ્તક્ષેપ કરીને વ્યવસ્થિત કરવા પડ્યા છે. લેખક કહે છે કે મને આર્થિક નીતિ ઘડતરનો લાંબો અનુભવ છે. નાણાકીય બજારો જગતમાં ઘણી ગરબડ કરે છે. ૧૯૭૦ થી ૨૦૦૭ના ૩૭ વર્ષના ગાળામાં જગતના વિકસિત દેશોમાં ૧૨૪ કટોકટીઓ ઊભી થઈ હતી. છેલ્લી વિશ્વવ્યાપી નાણાકીય કટોકટી ૧૯૯૭-૧૯૯૮માં ઊભી થઈ હતી. થાયલેન્ડમાં ૧૯૯૩મા ઉભી થયેલી નાણાકીય કટોકટી પૂર્વ એશિયાના અન્ય દેશોમાં પ્રસરી ગઈ હતી. ત્યારપછી તે લેટીન અમેરિકન દેશોમાં અને રશિયામાં પ્રસરી. જગતના એક ભાગમાં થતી આર્થિક કટોકટી જગતના અન્ય ભાગોમાં જલદીથી પ્રસરી જાય છે. કેટલીકવાર તો તેને લાંબો સમય લાગે છે. ૧૯૯૪માં મેક્સીકોમાં ઉભી થયેલી કટોકટી ૧૯૯૫માં આર્જેન્ટીનામાં પહોંચી તે પછી ૧૯૯૭માં તે પૂર્વ એશિયાના દેશોમાં શરૂ થઈ. તે ૧૯૯૮માં બ્રાઝિલ પહોંચીને તે ૨૦૦૧માં તે અમેરિકામાં પણ પહોંચી ગઈ. લેખક કહે છે કે ઈ.સ. ૧૯૯૭ના થાયલેંડ અને તે બાદ પૂર્વ એશિયાના દેશોમાં આર્થિક કટોકટી થઈ તે વખતે અમેરિકાની ટ્રેઝરી (નાણા વિભાગ) અને આઈએમએફ જેવી સંસ્થાઓએ આ દેશોને ભયંકર ખોટી સલાહ આપી અને કટોકટી દૂર થવાને બદલે વકરી ગઈ. ૨૦૦૭માં શરૂ થયેલી કટોકટી પણ લેખકને ઉપરની ભયાનક વાતની જ યાદ અપાવે છે.
ઈ.સ. ૨૦૦૭માં બુશ એડમીનીસ્ટ્રેશને પહેલા તો કોઈ કટોકટી છે તે માનવાની જ ના પાડી. પ્રેસીડેન્ટ બુશે કહ્યું કે અમેરિકામાં વઘુ પડતા ઘરો બાંધવામાં આવ્યા છે. તેનાથી વિશેષ કાંઈ નથી. ૨૦૦૮ની શરૂઆતમાં પણ ગંભીર કટોકટી છે તેમ માનવામાં આવ્યું નહીં. લેખકે આ પુસ્તકને ફ્રી ફોલ શીર્ષક આપ્યું છે કારણ કે ૨૦૦૮ના વર્ષના પછીના ભાગમાં અમેરિકન અર્થકારણ અને તેની નીતિઓ ભમ્મ દઈને નીચે પડી. ફેડરલ રીઝર્વ સીસ્ટમ (અમેરિકાની સેંટ્રલબેંક)ના તે વખતના વડા એલન ગ્રીનસ્વાન જે ગુરૂ ગણાતા હતા તે પણ હેઠે પડ્યા.
૧૯૯૭ તથા ૧૯૯૮ની નાણાકીય કટોકટીની પાછળ મોટો નાણાકીય ફુગ્ગો હતો જે ફુટ્યો. અહીં નાણાકીય ફુગ્ગો એટલે બેંકોએ નવી ફાયનાન્સીયલ પ્રોડક્ટ્સ (સબપ્રાઈમ મોર્ટગેજ અને કોલેટરાઇઝ્ડ ઈન્સ્ટ્રયુમેન્ટસ)ના આધાર પર ગ્રાહકોને આપેલું ગંજાવર ધીરાણ. આ નવા નાણાકીય સાધનો (સબપ્રાઈમ મોર્ગગેજ વગેરે) એ બેંકે જે ખરાબ લોનો આપી હતી તેના પર ઢાંકપીછોડો કરવાનું કામ કર્યું. ખરાબ લોન એટલે જેની પાછળ એવી એસેટ્સ (ઘરો) ગેરંટીરૂપે લેવાઈ હતી જેના ભાવ વઢીચઢીને ચગાવવામાં આવ્યા હતા. નાણાકીય ફુગ્ગો (ખોટી આકારણીવાળી એસેટ્સ આપવામાં આવેલી લોન) મોટો ને મોટો થતો ગયો અને પછી ફૂટ્યો.
લેખક ભારપૂર્વક જણાવે છે કે અત્યારની કટોકટી એ ખરેખર મૂડીવાદી સિસ્ટમની મુળભૂત ખામી દર્શાવે છે. અમેરિકામાં વીસમી સદીના છેલ્લા પચાસ વર્ષોમાંથી મૂડીવાદનું જે સ્વરૂપ પ્રગટ્યું છે તે ખામીરૂપ છે. અમેરિકન શૈલીનો મૂડીવાદ હવે ચાલી શકે તેમ નથી. આર્થિક કે નાણાકીય નીતિઓમાં નાના નાના ફેરફારો કરવાથી આ પઘ્ધતિ સુધરી શકે તેમ નથી. સોવિયેટ અર્થવ્યવસ્થા અને રાજકીય વ્યવસ્થા ૧૯૯૧માં તૂટી પડી તેથી અમેરિકા એમ માનવા લાગ્યું કે પોતાની રાજકીય-આર્થિક વ્યવસ્થા શ્રેષ્ઠ છે. તેણે યુરોપના ‘સોશીયલ વેલફેર’ (કલ્યાણકારી રાજ્ય)ના મોડેલને પણ વખોડ્યું. જાપાન અમેરિકાની ૧૯૮૦માં હરીફાઈ કરતું હતું. પરંતુ ૧૯૯૦ના દાયકામાં જાપાન પણ લાંબા ગાળાની મંદીમાં ફસાઈ ગયું તેથી અમેરિકાને લાગ્યું કે તેનું અર્થકારણનું મોડેલ શ્રેષ્ઠ છે. આ અમેરિકાની ખરેખર આત્મપ્રતારણા હતી. વળી અત્યારે પણ અમેરિકા જગતને વારંવાર કહે છે કે અમારા અર્થકારણમાં વારંવાર રીસેશન આવે છે પણ ડીપ્રેશન છેલ્લા ૮૦ વર્ષથી આવ્યું નથી. અંગ્રેજીમાં તેઓ કહે છે ‘રીસેશન એની ટાઈમ્સ બટ ડીપ્રેશન નેવર’. લેખક કહે છે કે મેનેજમેન્ટમાં આવકની અસમાનતાનો પ્રશ્ન વિકરાળ છે અને નીચા વર્ગમાંથી ઉંચા વર્ગમાં જવા માટે અમેરિકાને યુરોપના નાના માણસ કરતા વઘુ સંઘર્ષ કરવો પડે છે. અમેરિકા જાપાન જેવા લાંબાગાળાના ‘રીસેશન’ કે સ્થગિતતામાં ફસાઈ ના જાય તેની તેણે કાળજી રાખવી પડશે.
આ પુસ્તકના લેખક કહે છે કે અમેરિકાની નાણાકીય સીસ્ટમમાં નાના નાના ફેરફારોથી ચાલશે નહી. આપણી સમગ્ર આર્થિક વ્યવસ્થાની નિષ્ફળતામાંથી અત્યારની (૨૦૦૮ની) કટોકટી સર્જાઈ છે તે આપણે કબૂલ કરવું પડશે. આપણે અબજો ડોલર્સની લોન આપીને અમુક સંસ્થાઓને બચાવી તો લીધી પણ આપણે અંતે કઇ નાણાકીય આર્થિક વ્યવસ્થા જોઈએ છે તેનો વિચાર કર્યો નથી. આપણી પોલીટીકલ સીસ્ટમ પણ બદલવાની તૈયારી નથી. વોશીંગ્ટન કોન્સેન્સસ અને માર્કેટ ફન્ડામેન્ટાલીઝમ મૃત્યુ પામ્યા છે. આ કટોકટીને પરિણામે અમેરિકન ફાયનાન્સીયલ સીસ્ટમ પરના નિયંત્રણો વધશે તે ચોક્કસ છે પરંતુ લેખક અમેરિકન રાજકીય-આર્થિક માળખામાં કયા મૂળભૂત સુધારા જરૂરી છે તે અંગે નીચેના સૂચનો કરે છે. ૧) જોખમના મેનેજમેન્ટ માટે ડેરીવેટીવ્ઝ ઉપયોગી સાધન છે તેને દૂર કરવાની જરૂર નથી પરંતુ તેનું નિયંત્રણ કરવું જોઈએ.
૨) અમેરિકનોને દેવુ કરવાનું મોટું વ્યસન છે. તેની આ વૃત્તિને અમેરિકાની બેંકો પોષી રહી છે. તે વ્યસનમુક્ત કેવી રીતે થઈ શકે તેના ઉપાયો ખોળો. અમેરિકન બેંકો પુષ્કળ લોભી છે અને તેઓ પોતે જ વીઝા-માસ્ટરકાર્ડ અને ડેબીટ-ક્રેડીટ કાર્ડના ધંધાની માલિક હોવાથી અમેરિકનો દેવા કરે તેને ઉત્તેજન આપે છે. લેખક અહી મૂડીવાદી વ્યવસ્થાનું સૂચન કરે છે જેમાં અમેરિકન સરકારને વધારાનું સૂચન કરે છે. તેના અગ્રતાક્રમમાં સૌથી મોટી અગ્રતા તમામ નાગરિકોને સંપૂર્ણ રોજગારી અને સ્થિર અર્થકારણ (સ્ટેબલ ઈકોનોમી)ની હોવી જોઈએ. વળી અમેરિકાના નાગરિકોને ભરપૂર સામાજીક સુરક્ષાઓ (વીમો, સ્વાસ્થ્ય) વિગેરે હોવા જોઈએ. આ પુસ્તકના લેખક અંતે તો મૂડીવાદી અર્થવ્યવસ્થામાં જ શ્રઘ્ધા ધરાવે છે.)
વળી લેખક કબૂલ કરતા નથી કે વૈશ્વીકરણને લીધે નાણાકીય જંગી હેરફેરની ઝડપ વધી છે અને તેથી અર્થકારણ જેમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન કેન્દ્રસ્થાને હોવું જોઈએ તેને બદલે નાણાકીય સીસ્ટમ સર્વોપરી થઈ બેઠી છે. જે શેઠ હોવા જોઈએ તે નોકર થઈ ગયો છે અને નોકર શેઠ થઈ બેઠો છે. આ નાણાકીય સિસ્ટમ કોઈને ગાંઠતી નથી અને અર્થકારણોને પાયમાલ કરી નાંખે છે. તે રાજ્યને પણ નહી અને રાજ્યની સરહદોને પણ ગાંઠતી નથી.

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved