Last Update : 08-Sept.-2010, Wensday
 
(ફોટો સ્ટોરી ઃ ઝવેરીલાલ મહેતા)

‘‘જય સોમનાથ’’નો ઘોષ સાંભળતા કે ઇતિહાસમાં એનું વર્ણન વાંચતા વેરાવળ પાસે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવનો ૧૪૫૭ એટલે કે પંદરમી સદીના ઇતિહાસનું સ્મરણ થઈ આવે છે. આ મંદિરને લૂંટવા અને મંદિરનો નાશ કરવા એ સમયે મહમ્મદ ગીઝનીએ બે- ત્રણ વખત હુમલા કર્યા હતા. આ આક્રમણ દરમિયાન ગુજરાતમાં મહમદ જાફરની આણ વર્તાતી હતી... અત્રે યાદ રહે કે આ સમયે જૂનાગઢના રાજા મહિપાલસિંહની દીકરી મીનળદેવી કે શિવભક્તિની તપશ્ચર્યામાં લીન હતા. આ કુંવરીએ મુસ્લિમ બાદશાહોથી બચવા શિવલિંગની સ્થાપના ભૂગર્ભમાં કરી હતી. મહમ્મદ ગીઝનીના આક્રમણ દ્વારા વારંવાર થતા હુમલાથી ત્રાસી જઈને શિવભક્તોએ સોમનાથના પ્રાચીન લિંગ જ્યોતિર્લંિગને ભૂગર્ભમાં પધરાવીને નિત્ય પૂજા કરવામાં આવતી હતી. આ ગુપ્ત માહિતી જાફર મોહમ્મદને પડતા તેણે જાસુસને પ્રભાસ મોકલ્યો આ બધી હિલચાલની જાણ થતા તત્કાળ જાફરની આવી રહેલી સેનાનો સામનો કરવા ક્ષત્રિયો, ચુડાસમા, ગોહિલવાડીઓ, મકવાણા તથા જાદવો વગેરે વહારે ચઢવા એકઠા થઈ ગયા. ગોહિલવાડ પંથકના લાઠી ગામથી હમીરજી ગોહિલ પોતાના કારભારી સાથે સોમનાથ દાદાનું રક્ષણ કરવા લાઠીથી રવાના થયા. રસ્તામાં વેણીદાસ ગોરડીયાના ગોરડકા ગામમાં રાતવાસો કર્યો અને કરસનજી તેમજ વેજલ ભટ્ટ ઉપરાંત મેહુર ભરવાડ પણ આ સહુની સાથે જોડાયા આ વખતે મહંત હીરાગરજી સામા મળ્યા અને કહ્યું કે, હું પ્રભાસથી આવુ છું. તમે બધા પોતપોતાના પ્રદેશમાં દાદાને લઈ જવાની જીદ કરો નહિ મને સ્વપ્નું આવ્યું છે કે મને પાલખીમાં લઈ જાઓ અને મારો પોઠિયો જ્યાં બેસી પડે ત્યાં હું રોકાઈ જઈશ અને ત્યાં મારી સ્થાપના કરજો. હીરાગરજીની આ વાત સૌના દિલમાં ઉતરી અને કહ્યું ‘‘ભલે જેવી દાદાની મરજી’’ આમ દાદાની પાલખીમાં શિવલિંગ પધરાવીને પાલખી પ્રભાસથી ઉપડી. ગિરિ, પુરી, ભારથી અને સોમપુરાએ પાલખી કાંધે લીધી. દાદાના શિવલિંગની રક્ષા કરવા વેણીદાસનો પુત્ર ઘેલો પાલખીમાં ચઢી જઈને દાદાને બાથમાં લઈ બેઠો. આ બાજુ કુંવર હમીરજીએ પ્રભાસની આસપાસના બધા જ માર્ગો બંધ કરાવી દીધા પરંતુ પ્રભાસની સીમમાં જ મોટું ધિંગાણું જામ્યું. ૮૦૦ શૂરાઓ સોમનાથના રક્ષણ કાજે ખપી ગયા તો સામા પક્ષે સુલતાનના સૈન્યની ઘણી મોટી ખુવારી થઈ. દાદાની પાલખી તો દૂર દૂર નીકળી ગઈ હોવાથી સુલાતનને મોડી ખબર પડી કે શિવલિંગ પ્રભાસથી ખસેડાઈ ગયું છે. ધર્મવિરોધી એવો જાફર હમીરજીના સૈન્યની પાછળ પડ્યો. ભયંકર ધીંગાણું થયું દરમિયાન દાદાની પાલખી ગોરડકે પહોંચી ગઈ હતી. ત્યાં સુલતાનના સૈનિકોએ ઘેરો ઘાલ્યો. ઘેલો પાલખીમાંથી કૂદીને ‘જય સોમનાથ’ના બુલંદ અવાજે લડ્યો. આ લડાઈ આઠ દિવસ ચાલી. નવમે દિવસે નદી વચ્ચે ઘેલો મરાયો. દાદાના શિવલિંગ પર સુલતાનની તલવારના ઘા આજની તારીખે પણ જોવા મળ્યા હતા. જ્યારે સવારના દર્શન સંપૂર્ણ થઈને મંદિર બંધ કરી પ્રક્ષાલન દરમિયાન શિવલિંગનો શુદ્ધ જળથી અભિષેક કરી રહ્યા હતા ત્યારે છબીકારને શિવલિંગ પર મહમદ ગીઝનીની તલવારના ઘાના નિશાન જોવા મળ્યા હતા. અસલ પ્રભાસથી અહીં લાવેલા ભગવાનના શિવલિંગને અહીં પધરાવ્યું એટલે એનું નામ ‘ઘેલા સોમનાથ’ પડ્યું.

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved