Last Update : 08-Sept.-2010, Wensday

અમારી ઑફિસમાં જોઈએ છે પટાવાળો

જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ

અમારી ઓફિસનો જૂનો પટાવાળો આપમેળે રિટાયર થઈ ગયો. એક સાંજે ઓફિસ બંધ થવાના સમયે તેણે અમને લગભગ ‘અલ્ટિમેટમ’ આપી દીઘું ઃ ‘સાહેબ ! હું સોમવારથી નહિ આવું.’
‘કેમ, કેમ ?’ અમારાથી આશ્ચર્ય અને આઘાત સાથે ઉદ્ગાર નીકળી પડ્યા પટાવાળો ઓફિસનું એક જીવતું જાગતું અંગ હોય છે. ઓફિસના બોસ સાથે અને સ્ટાફ સાથે પણ તે હળી ગયો હોય છે.
જેમ ઘરનો નોકર જૂનો થાય એટલે શેઠાણીની અને શેઠની બધી ખાસિયતો જાણી લઈને એ મુકાદમ જેવો થઈ જાય છે તેમ પટાવાળાને પણ શેઠના પરિવાર સાથે ઘરોબો બંધાઈ જાય છે. માત્ર ઓફિસના નહિ, શેઠાણીના ફેરા આંટાના કામ પણ તે કરતો હોય છે. બોસના ઘરની ઘણી બધી અંગત વાતો ય એને જીભને ટેરવે હોય છે. ઓફિસનો સ્ટાફ બોસ વિશે કે એના વાઇફ વિશે નહિ જાણતો હોય તેટલું પટાવાળો જાણતો હોય છે. બોસ ઓફિસમાં ભલે વાઘનું મહોરું પહેરી રાખતા હોય, સ્ટાફના માણસો સામે ધૂરકતા હોય પણ ઘરમાં એમનું વાઘનું મહોરું નીકળી જાય છે અને સવાઈ બોસ જેવી પત્ની આગળ આજ્ઞાંકિત સેવક બનીને તેના આદેશ ઝીલતા હોય છે. સ્ટાફમાં પણ ઘરમાં શેઠાણીની સત્તાની મોનોપોલીની વાતો કહીને હળવાશ ફેલાવવાનું ય એ ચૂકતો નથી.
બોસ ક્યારે મૂડમાં હોય છે, ક્યારે ગુમરાહ લાગે છે, ક્યારે ટેન્શનમાંહોય છે તેની તેને તરત શેઠની કેબિનમાં પેસતા જ ખબર પડી જાય છે. શેઠ ફોન પર નરમ ટોનમાં, ગરીબડા થઈને વાત કરતા હોય તો નક્કી ફોન શેઠાણીનો છે એવું તે તરત સમજી જાય છે. સાહેબનું ફોન પૂરો થયા પછી પડી ગયેલું કે વિલાઈ ગયેલું મોઢું જોતાં જ શેઠાણી ગાજયાં હોવા જોઈએ એવું તેનું અનુમાન ઘણું ખરું સાચું હોય છે. સ્ટાફમાં શેઠની કમબખ્તીની વાતો મસાલો ભભરાવીને કહીને સ્ટાફનો ય એ માનીતો થઈ ગયો હોય છે. કોઈવાર સ્ટાફને એ ‘આજે બોસ રજા પર છે, જલ્સા કરો’ એવી વધામણી આપીને રીસેસમાં ગોટાં- ભજિયાંની મહેફિલમાં એ ભાગીદાર પણ બનતો હોય છે.
જૂના ખાઈ બદેલા પટાવાળાનો બોસ પર પણ પ્રભાવ પડતો હોય છે બોસની હિલચાલ, એમની ઓફિસ છૂટ્યા પછીની ગતિવિધિનો જાણકાર હોવાથી બોસ પણ એને નારાજ કરવાનું જોખમ ખેડતા હોતા નથી. સ્ટાફના સભ્યો પણ એની સામે મિજાજ કરવાનું મોટે ભાગે ટાળતા હોય છે. સ્ટાફના કોઈ સભ્યને બોસ આગળ ચડાવી દેવાની ય ‘કળા’ એને આવડે છે. બોસને મળવા આવનારાઓમાં કોણ ભાઈ છે, કોણ બહેને છે તેની પણ પટાવાળાની ઝીણી નજર નોંધ લે છે.
પટાવાળો ક્યારેક રજા પર હોય ત્યારે ઓફિસમાં વેક્યુમ જેવું વાતાવરણ રચાઈ જાય છે. રોજ સ્ટાફના સભ્યોને પાણીના ગ્લાસમાં પાણી આપવું. રીસેસમાં ચા બનાવવી, ક્યારેક નાસ્તો લઈ આવવો એ બધી નિયમિત સેવા પટાવાળાની ગેરહાજરીમાં ખોરવાઈ જતી હોય છે.
બોસ ભલેને માનતા હોય કે ઓફિસ એમના થકી ચાલે છે, ખરું જોતાં ઓફિસની કામગીરીના કેન્દ્રમાં પટાવાળો જ હોય છે. અમારો જૂનો પટાવાળો ઓફિસ કામમાં વેલસેટ થઈ ગયો હતો. જરા ઘરડો લાગે પણ માખણ જેવો મુલાયમ નરમ. સ્ટાફની બહેનોનો એ ખાસ માનીતો. એને ‘કાકા’ કહીને જ બોલાવે. સ્ટાફ માટે ચા પણ ટેસ્ટદાર બનાવે.
એણે છૂટા થવાનું અલ્ટીમેટમ આપી દીઘું એ વાતની ખબર ફેલાતાં જ ઓફિસમાં સોપો પડી ગયો. મેં એને સરનામું ના આપવા બહુ સમજાવ્યો, મનાવ્યો પણ એની મજબૂરી હતી. એણે કહ્યું ઃ ‘સાહેબ ! હે હું બૈરી વિનાનો છું. એકલો કંટાળ્યો છું. મારા જમાઈ અને એમને ગામ તેડાવે છે. જમાઈ દીકરા જેવો છે.’
મને જરા સ્મિત આવ્યું. હવે બધા જમાઈ દીકરા જ બની જાય છે ને !
અમે સ્ટાફ વતી રવિવારે એનું બહુમાન કરીને ભાવભીની વિદાય આપી કેટલીક બહેનોની આંખો ય છલકાઈ ઉઠી. આમે ય બહેનો બહુ સેન્સિટિવ હોય છે. મને એ ગયો એનું ખાસ દુઃખ એટલા માટે હતું કે હવે બીજો આના જેવો પટાવાળો ક્યાં- ક્યારે મળશે ?
સોમવારે તો ઓફિસમાં ‘આતંક’ ફેલાઈ ગયો. પાણી પીવા માટે જાતે ઉઠવાનું બધાને આકરું લાગ્યું અને રીસેસમાં ચાના ટાઇમે તો ઉહાપોહ મચી ગયો. કેટલાક ચાના તલપી નીચે હોટલમાં જઈને ચા પી આવ્યા. કોઈ કોઈ બહેનોએ પણ એમનો સત્સંગ કરી ચાના પૈસા બચાવી લીધા. મને કેશિયરે હસતા હસતા આ માહિતી આપી.
બે- ત્રણ દિવસમાં તો પટાવાળા વિના સ્ટાફ હેરાન થઈ ગયો. સ્ટાફમાંથી નાનકડું ડેપ્યુટેશન આવ્યું ઃ ‘સર ! વહેલી તકે પટાવાળાની વ્યવસ્થા કરો. ફાઇલો લેવા, ગોઠવવા અમારે વારેવારે કામ પરથી ઉઠવું પડે છે. અમારું કામ ડિસ્ટર્બ થાય છે.’
મેં એમને હૈયાધારણ તો આપી પણ પટાવાળો ક્યાંથી શોધવો તેની ચિંતા મનને પજવવા લાગી. મેં બે-ચાર ઓળખીતાને પટાવાળાની જરૂર વિશે વાત કરી.
એક ઓળખીતાએ મારી વિનંતીથી પટાવાળો મોકલ્યો. એ કાણો હતો. મારી કેબિનમાં આવીને લુચ્ચું સ્મિત કરતા મને સલામ કરી. મને એ શિયાળ જવો લાગ્યો. પહેલે દિવસે ચા કરતા કરતા એ દૂધ પીવા માંડ્યો. કોઈ બહેને એને જોઈ લીધો, મને વાત કરી.
મેં એને બોલાવીને ખુલાસો માંગ્યો. એ સાજી આંખ ઝીણી કરીને કહે ઃ ‘સાહેબ ! દૂધ ચોખ્ખું છે કે નહિ એનો ટેસ્ટ કરતો હતો.’
મેં બીજો દિવસ ઉગે તે પહેલા તેને વિદાય કરી દીધો.
ેેેકેશિયર જમાનાનો અનુભવી હતો. મને કહે ઃ ‘‘સાહેબ, છાપામાં જાહેરાત આપો. પટાવાળો મળી જશે.’’
મેં જાહેરાતનો ડ્રાફ્ટ કર્યો ઃ ‘જોઈએ છે. યુવાન, દેખાવડો, નરમ અને આજ્ઞાંકિત, પ્રમાણિક.... નિયમિત સમય સાચવે એવો...’
કેશિયરે ડ્રાફ્ટ વાંચ્યો એ મને હસતા હસતા કહે ઃ ‘સાહેબ, આ તો જમાઈ શોધવાની જાહેરાત હોય એવું લાગે છે.’
એમ કહીને તેણે માત્ર દસ જેટલા શબ્દોમાં ટૂંકી જાહેરાત લખી દીધી. મે એમની મારફતે જાણીતા વર્તમાનપત્રમાં મોકલી આપી.
પટાવાળાના સ્વપ્નાં હું જોતો રહ્યો.

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved