Last Update : 08-Sept.-2010, Wensday

એલ. કે. અડવાણીની ટીકા સાચી હતી મનમોહનસિંહની કેબિનેટ પર કોઈ પ્રકારે પકડ નથી

ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

ગયા વર્ષે સંસદની ચૂંટણીઓમાં પ્રચાર દરમ્યાન એલ. કે. અડવાણીએ વડાપ્રધાન મનમોહનસિંહને દેશના અત્યાર સુધીના વડાપ્રધાનોમાં સૌથી નબળા હોવાનું જણાવ્યું હતું. જો કે માઇલ્ડ ગણાતા વડાપ્રધાન મનમોહનસિંહે પણ તે બાબતે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર સમક્ષ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. પોતાની જાતને બીજા સરદાર પટેલ ગણાવી લોખંડી પુરુષ કહેવડાવતા અડવાણીની તેમણે અયોઘ્યા મુદ્દે ટીકા પણ કરી હતી અંતે જો કે મનમોહનસિંહ જીતી ગયા હતા.
પરંતુ હવે જ્યારે એક વર્ષથી વઘુ સમય પસાર થઈ ગયો છે ત્યારે હવે એમ લાગે છે કે બીજી ટર્મમાં વડાપ્રધાન એવું પુરવાર કરી રહ્યા છે કે અડવાણી સાચા હતા. તેમની કામગીરી પર નજર કરીએ તો ખ્યાલ આવે કે જોડાણવાળી સરકારનું નેતૃત્વ કરવામાં આ માણસ સાવ નબળો પુરવાર થઈ રહ્યો છે.
આમ તો, વડાપ્રધાનની પોસ્ટ એવી છે કે તેમને કોઈ પ્રશ્ન ન પૂછી શકાય અને સંબંધિત મુદ્દાઓ પરનો તેમનો વોઇસ રાષ્ટ્રએ ફરજીયાત સાંભળવો પડે. તેમણે સરકારની કામ કરવાની સૂચિ તૈયાર કરવી પડે અને દેશને કઈ દિશામાં લઈ જવો છે તે તૈયાર કરીને તેનું વિજ્ઞાન રાષ્ટ્ર સમક્ષ રજૂ કરી તે માટે પ્રજાને પ્રોત્સાહિત કરવી પડે તેમનું કામ રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. તેમના શબ્દોમાં આદેશ હોય છે અને જ્યારે વડાપ્રધાન બોલે છે ત્યારે દેશ સાંભળે છે. કમનસીબી એ છે કે મનમોહનસિંહના શબ્દોનું કોઈ વજન નથી, તેમની કેબિનેટના સાથીઓમાં પણ તેમના શબ્દોનું વજન નથી. સંસદમાં પણ તે ભાગ્યે જ કાર્યરત હોય કે નેતૃત્વ કરતા હોય એમ દેખાય છે. કાશ્મીર હોય કે પાકિસ્તાન હોય કે ચીને પચાવી પાડેલો પ્રદેશ જેવા મહત્ત્વના મુદ્દે પણ તેઓ ભાગ્યે જ બોલતા સંભળાય છે. સામાન્ય રીતે એમ હોય છે કે, કોઈ પણ મંત્રાલય પોતાની પોલીસી ઘડતા પહેલા વડાપ્રધાનની ઓફિસની મંજૂરી લેવી જરૂરી હોય છે પરંતુ હવેના મંત્રાલયો આવી મંજૂરી લેતા નથી અને પોતે સ્વતંત્ર હોય એમ મંત્રાલય ચલાવે રાખે છે. આવી ઓટો-પાયલોટ સ્થિતિના કારણે વડાપ્રધાનની હાજરીનો કોઈ અર્થ રહેતો નથી. વડાપ્રધાન પોતાના અંગત મદદનીશોને અન્ય મંત્રાલયમાં ગોઠવવા માગતા હોય તો તે અને કેબિનેટ સેક્રેટરીની નિમણૂક સહિતના કામો પણ કરાવી શકતા નથી. ઘણાં એવા ઉદાહરણો છે કે જેના પરથી એમ સાબિત થઈ શકે કે વડાપ્રધાન મનમોહનસિંહ માત્ર નામના જ છે અને તેમની કોઈ પક્કડ નથી.
ગયા મે માસમાં જ્યારે પ્રધાનમંડળ રચવાનું હતું ત્યારે તેમની ઇચ્છા વિરૂદ્ધ ભ્રષ્ટ એવા એ. રાજાને કેબિનેટમાં સ્થાન મળ્યું હતું કેમ કે તેમ કરવાની ડીએમકેના બોસ એમ. કરુણાનિધિની સૂચના હતી. પડદા પાછળ જોડાણવાળી સરકારની પાવર શેરીંગ ફોર્મ્યુલાની તેમને ખબર નહોતી. ત્યારબાદ સોનિયા ગાંધી અને કરુણાનિધિની જોડીએ એ. રાજાને મહત્ત્વનો એવો ટેલિકોમનો પોર્ટફોલિયો સોંપ્યો હતો. પરિણામ એ આવ્યું કે એક લાખ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યુંં હતું.
જો કે, સીબીઆઇ, સેન્ટ્રલ વિજીલન્સ અને કેગના અહેવાલે કન્ફર્મ કર્યું છે કે, એ. રાજાએ કૌભાંડ કર્યું છે છતાં મનમોહનસિંહ તેમને ખસેડી શક્યા નહોતા.
અહીં મહત્ત્વની વાત એ પણ બની કે, ૧૦, જનપથ, અને તેમના વચ્ચે વધતા અંતરને પણ તેઓ અટકાવી શક્યા નહોતા. જ્યારે વડાપ્રધાનની વગ તેમની ઓફિસની બહાર પણ ચાલતી નથી એવું જણાતા યુપીએ સરકારે ન્યુક્લીર લાયાબીલીટી બિલ માટે ભાજપની મદદ માગી જે બતાવી આપે છે કે જોડાણવાળી સરકાર તેની પક્કડ ગુમાવી ચૂકી છે.
મહત્ત્વનું એ પણ છે કે, ભાજપની ડિમાન્ડ અનુસાર ન્યુક્લીયર બિલમાં ફેરફાર કરાયા હતા.
બંને ગૃહોમાં ઓછી સંખ્યાના કારણે અને મજબૂત નેતાગીરીના અભાવે કપિલ સિબ્બલે રજૂ કરેલું એજ્યુકેશન ટ્રીબ્યુનલ બીલ બુમરેંગની જેમ પાછું ફર્યું હતુ. એવી જ રીતે ગૃહપ્રધાન પી. ચિદમ્બરમના એનીમી પ્રોપર્ટી એમેન્ડમેન્ટ બીલની દશા થઈ હતી.
બીજા શબ્દોમાં કહીએ તો યુપીએ સરકાર તેની સેકન્ડ ટર્મમાં ચાલેે છે પણ રામભરોસે ચાલે છે.
ઇવીએમ મશીનો વિવાદ
ઇલેક્ટ્રોનિક મશીનનો વિવાદ જોર પકડી રહ્યો છે. ૧૭ પ્રાદેશિક પક્ષોએ ઇવીએમના ચેકીંગની માગ કરી છે. ઇવીએમ મશીન હેક થઈ શકે એવું જણાવનારની ધરપકડ કરાતા મામલો વઘુ ગંભીર બન્યો છે. પેન્ટાગોનનું કોમ્પ્યુટર જો હેક થઈ શકે તો ઇવીએમના તો તેની આગળ કોઈ ક્લાસ નથી. આ મશીનોમાં એક ચીપ હોય છે જેના કારણે મશીન ઓપરેટ થાય છે. પરંતુ તેની સાથે છેડછાડ થઈ શકે છે. દરેક ઇચ્છે છે કે એટીએમની જેમ ઇવીએમમાંથી પણ કોને વોટ આપ્યો તે ચિઠ્ઠી નીકળવી જોઈએ.

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved