Last Update : 08-Sept.-2010, Wensday

શરાબનો શોખીન યુવાન અડ્ડા પર બેસીને ચાકૂ-તમંચાની ભાષા બોલતી
રૂપાળી મહિલા બુટલેગરની મોહજાળમાં ફસાઈ ગયો!

 

અસમંજસ - જોબન પંડિત

આવ શૈલ! હવે તો શૈલ શબનમમય બની જશે અને શબનમ શૈલમય!
સંકલ્પ કર શૈલ કે ઃ હવે પછી બાટલી અને બુટલેગર મહિલાને હાથ પણ નહિ અડકાડું!

પંડિતજી, મોટા ચક્કરમાં ફસાઈ ગયો છું, તો બહાર નીકળવાનો એકપણ માર્ગ મને દેખાતો નથી ને જ્યાં ફસાયો છું ત્યાં તો બંદૂક અને તમંચાની ભાષા જ બોલાય છે. મને રસ્તો બતાવો, પંડિતજી! નહિંતર મારે આત્મહત્યા કરવાનો વારો આવશે. મારા શહેરનું નામ તમે ન લખશો, એટલી વિનંતી છે.
વાત આમ બની છે.
હું છવ્વીસ-સત્તાવીસ વર્ષનો અપરિણીત યુવાન છું. દેખાવડો, સ્માર્ટ અને ગોરો ચિટ્ટો છું. મારા મનમાં ય કોઈ છોકરીને પામવાના વિચારો જાગે તે આ ઊંમરે સ્વાભાવિક છે. આમ તો હું ઊડતાં પંખી પાડું તેવો છું. એક-બે છોકરીઓ સાથે લફરું હતું, પણ છુટી ગયું!
સ્ત્રી મારી નબળાઈ છે તો શરાબ પણ મારી નબળાઈ છે. દિવસમાં એકવાર તો જોઈએ એટલે જોઈએ. એ માટે હું ગમે તેવું જોખમ ખેડવા તૈયાર થઈ જાઊં. બન્યું એવું કે એક દિવસે હું શરાબના અડ્ડા પર પહોંચી ગયો. પણ ત્યાં બેઠેલી અઠ્ઠાવીસેક વર્ષની યુવતીને જોતાં જ હું ઠરી ગયો! મારી જિંદગીમાં પ્રથમવાર આવું ધગધગતું રૂપ મેં જોયું હતું. હું મનમાં વિચારી રહ્યો હતો ને તેની સામે જોઈ રહ્યો હતો ત્યાં જ કોયલ ટહુકી ઃ ‘શું જોઈએ છે?’
‘મદિરા.’
‘પણ તો પછી મારી સામે શા માટે જોઈ રહ્યા છો?’
‘તમેય મદિરા જેવા માદક છો માટે!’
સારું હતું કે એ વખતે ત્યાં કોઈ નહોતું. અમારી વચ્ચે થોડીકવાર તારામૈત્રક ચાલ્યું. એ હસી પડી. પછી બોલી ઃ ‘પૈસા હશે તો શરાબ મળશે, ને ઇચ્છા હશે તો છોકરી મળશે! બોલો છે ઇચ્છા?’
એના હાસ્ય, માદક આંખો અને એવા જ માદક આમંત્રણના શબ્દોથી હું ખેંચાઈ ગયો ને એણે મારો હાથ પકડી લીધો ઃ ‘હું છું શબનમ, તમે?’
‘શૈલ.’
‘વાહ, તો શૈલ શબનમમય બની જશે ને શબનમ શૈલમાં ખોવાઈ જશે!’ ને પછી તો એના ઘરના ત્રીજા માળે અમે ખોવાઈ જવા લાગ્યાં. મારો મોટાભાગનો સમય શબનમ સાથે જ વીતતો, એ કહેતી ઃ ‘તને શરાબનો શોખ છે ને?’
‘હા.’
‘પણ તું ખુદ નશો ચઢાવે એવો છે!’ ને મારામય બનીને એ કહેતી ઃ ‘હું તને છોડવાની નથી!’
‘તો અહીં છુટવું છેય કોને? મધનું માટલું મૂકીને ફિક્કું પાણી કોણ પીવે?’
ક્યારેક તો રાત્રે પણ ત્યાં જ રોકાઈ જતો. રાત રંગીન બની જતી. હું સવારે પૈસા અને મજા છોડીને ઘેર આવતો. પણ એક દિવસે એક ખરાબ ઘટના બની ગઈ. શરાબના પૈસાની ઉઘરાણી બાબતમાં શબનમે એક ગ્રાહકના પેટમાં ચાકૂ હુલાવી દીઘું. પોલીસ આવીને તેને પકડી ગઈ. અઠવાડિયા પછી છુટીને ઘેર આવી. મને કહે ઃ ‘સાલ્લા સ્વાર્થી, જેલમાં મને મળવા કેમ ન આવ્યો?’ ને પછી તો એનો ચહેરો જ ફરી ગયો ઃ ‘જો શૈલ, હું તો ધકધકતી આગ જેવી છું. શું કરી બેસું એ કહેવાય નહિ. જે ચાકૂ પેલા ગ્રાહકના પેટમાં ધુસાડ્યું હતું, એ જ ચાકૂ તું મને દગો દઈશ, તો તારા પેટમાં પણ ધૂસી શકે છે. મને બંદૂક-તમંચો ફોડતાં ય આવડે છે!’
હું થથરી ગયો. ઘેર આવ્યો. હું ગભરાઈ ગયો હતો. આ તો ગુનેગારોની આલમ. ખૂન ખરાબાની દુનિયા. તેમાં ક્યારે શું થાય તે કહેવાય નહિ. હું બ્હી ગયો છું. મારે બચવું છે, છૂટવું છે. શું કરૂં?
- શૈલ
શૈલ, તેં જાણવા છતાં ઉપાધિને આમંત્રણ આપી દીઘું છે ને હવે હાથનંુ કર્યાં હૈયે વાગ્યાં છે ત્યારે ગભરાઈ ગયો છે! મારી પહેલી વાત સમજી લે કે શરાબનું સેવન કરનારા માણસમાં સારાસારના વિવેકની અપેક્ષા ન રાખી શકાય. તને વ્યસન વળગ્યું છે ને શરાબના આ વ્યસને જ તને કુપથગામી બનાવ્યો છે. તો પહેલાં આ બધી ઉપાધિના કારણરૂપ જે છે, એને જ છોડી દેને! તું સમજ્યો મારી વાત? હું શરાબને તિલાંજલી આપવાની વાત કરું છું, કે જે શરાબ તને ગુનાઓની દુનિયામાં ખેંચી ગયો! બોલ, છોડીશ તારા શરાબના વ્યસનને?
ને જો તારી હા હોય તો આગળની વાત કરું. શબનમ સાથેના સંબંધમાં તારા કરતાં એનો દોષ વધારે છે. જે ગુનાઓનો ધંધો કરે છે, એના ચારિત્ર્ય પર પણ વિશ્વાસ ન રાખી શકાય!
તપાસ કરવી હોય તો કરજે. તારા જેવા બીજા પણ શબનમની જવાનીના પ્યાસા પથિકો હશેજ. તારી ઊંમર થઈ ગઈ છે. આ લગ્નની વય છે. તારે કોઈ કુળવાન-શીલવાન છોકરી શોધવી જોઈએ, પણ એના બદલે તું એક યુવાન રૂપાળી મહિલા બુટલેગરના ફંદામાં ફસાયો? શૈલ, મને તારી બુદ્ધિ અને વિચારશક્તિ પર દયા આવે છે. તારે તારી જાતને બચાવવી છે તો સામે તમંચા અને ચાકૂની ભાષા બોલનાર બુટલેગર મહિલા છે. ઉતાવળ ન કરાય. જાળવીને પગલું બહાર કઢાય. તારામાં ઉછળતી જુવાનીનું જોશ છે, પણ જુવાનીના આ ઉમળકાઓને એંઠી પતરાળીમાં ન ફેંકી દેવાય! તું પોલીસ સ્ટેશને જઈશ તો પણ ફેરો પડશે ને નિરાશ થઈશ, કારણ કે આવા બુટલેગરો અને પોલીસની મીલીભગત હોય છે! હવે જે કરવાનું છે, એ તારે કરવાનું છે. તારી હિંમત થકી જ તે થશે. પહેલાં શબનમને સમજાવી જો ઃ ‘શબનમ, મારાં મા-બાપે નાતની છોકરી શોધી કાઢી છે. તું મને રજા આપ. હું એની સાથે લગ્ન કરી લઊં!’ ને છતાંય એ ન માને તો ‘થાય તે કરી લેજે’ કહીને બહાર નીકળી જશે! તમંચા અને ચાકૂની ભાષા બોલનારાં બહાદુર હોય છે એમ ન માનતો, ગુનાહિત માનસને કારણે એય અંદરથી ફફડતાં હોય છે. હિંમતથી નીકળી જા. હું છાતી ઠોકીને કહું છું કે શબનમ તને કશું જ નહિ કરે! - બસ, ત્યાંથી મૂઠીઓ વાળીને ભાગી જશે. પાછો ફરીને એ બાજું જોઈશ પણ નહિ ને જિંદગીમાં કદી શરાબ અને શબનમનું નામ ઉચ્ચારીશ નહિ! હિંમતની જરૂર છે અને તારામાં એ છે, કારણ કે જ્યાં કોઈ જવાની હિંમત ન કરે, તું ત્યાં ગયો છે ને જેનો હાથ પકડવાની હિંમત કોઈ ન કરે એવી મહિલા બુટલેગરનો હાથ તેં પકડ્યો છે! પણ હવે પછી આવી ‘ગાંડી’ હિંમત ન કરતો અને એક સંકલ્પ કરી લેજે ઃ ‘બાટલી અને બુટલેગર મહિલા આજથી હરામ છે!’

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved