Last Update : 08-Sept.-2010, Wensday

વોટીંગ મશીન સાથે છેડછાડ થઈ શકે છે ઈવીએમ વિવાદઃ સરકાર ભીંસ અનુભવે છે

અલ્પવિરામ - સુદર્શન ઉપાધ્યાય

 

સોફટવેર હેકર્સ તોડી શકે છે, સરકારે પેટન્ટ માટે કરેલી અરજી પાછી ખેંચી ઃ સોફટવેર એન્જીનીયરની ધરપકડ એ સૌથી મોટી ભૂલ, ડેમોસ્ટ્રેશન અટકાવાયું
બુથ કેપ્ચરીંગનો અંત લાવવા ઉપયોગી સાધનો ઃ ચોરનાર વઘુ સ્માર્ટ છે ઃ સુબ્રમણ્ય સ્વામી સિસ્ટમનું વિડિયો રેકોર્ડ પણ સરકાર નથી આપતી



વિશ્વભરમાં ઇવીએમ વોટીંગ વિવાદાસ્પદ બન્યું છે. જર્મનીની કોર્ટે તો ઇવીએમથી વોટીંગને ગેર-બંધારણીય ગણાવ્યું છે. ઇટાલીએ પણ ઇવીએમ પર પ્રતિબંધ મુક્યો છે

ઇલેકટ્રોનિક વૉટીંગ મશીનનો વિવાદ આગળ વધી રહ્યો છે કેમકે સરકાર સ્પષ્ટતા કરવાના બદલે તેનાથી દૂર ભાગે છે. કોઈપણ મશીન કે કોઈપણ સોફટવેર ટેમ્પરીંગ કે છેડછાડનો ભોગ બની શકે છે. ગુગલ અને યાહુ જેવી જાયન્ટ કંપનીઓ હેકર્સથી થાકી ગઈ છે. એન્ટી વાયરસનો કરોડો રૂપિયાનો વેપાર ચાલે છે અને એથીકલ હેકર્સની અછત ઊભી થાય એવી સ્થિતિ છે કેમકે ચોરનાર વઘુ સ્માર્ટ બની રહ્યો છે. સરકાર ગભરાયેલી સ્થિતિમાં છે. જો મશીન ખોટા સાબિત થશે કે ટેમ્પરપ્રૂફ સાબિત નહીં થઈ શકે તો સરકાર ખોટી રીતે રચાઈ છે એમ સાબિત થઈ જશે. પડદા પાછળ સરકાર આ વિવાદનો જવાબ આપવા તૈયારી કરી રહી છે પરંતુ ટેકનીકલ સ્તરે કરાતા વિરોધને ઠારવા તેમણે વ્યવસ્થિત રીતે તૈયાર રહેવું પડશે.
આખા કેસમાં કેન્દ્ર સ્થાને હરિપ્રસાદ નામના ટેકનીકલ નિષ્ણાંત છે, સુબ્રમણ્યમ સ્વામી જેવા નામાંકિત રાજકારણી છે અને આઈટી એક્ટ પણ છે પરંતુ આઇટી એક્ટ હેઠળ ઈવીએમની ટેકનોલોજી નથી આવતી.
૩ સપ્ટેમ્બર-૨૦૦૯ના રોજ હૈદ્રાબાદના સોફટવેર સ્પેશ્યાલીસ્ટ વેમુર હરિપ્રસાદ સાથે સુબ્રમણ્યમ્ સ્વામી પણ નિર્વાચન ભવન ખાતે ગયા હતા. ઇલેકટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ઈભૈં) અને ભારત ઇલેકટ્રોનિક્સ લિમિટેડ (છઈન્) ના અધિકારીઓની હાજરીમાં હરિપ્રસાદ ઇવીએમ મશીન આપવામાં આવ્યું હતું. ઇવીએમ સાથે ટેમ્પરીંગ થઈ શકે છે એવું હરિપ્રસાદ દર્શાવાના હતા અને સમગ્ર સિસ્ટમનું વિડિયો રેકોર્ડીંગ કરાયું હતું. હરિપ્રસાદે મશીન ખોલીને જ્યારે ટેમ્પરીંગ થઈ શકે છે એવું સાબિત કરવાના છેલ્લા સ્ટેજ પર હતા ત્યારે અચાનક જ ઈસીઆઈએલ અને બીઈએલના પ્રતિનિધિઓ ઉભા થઈ ગયા હતા અને વિરોધ નોંધાવા લાગ્યા હતા. અને એવો દાવો કર્યો હતો કે કંપનીના ઇન્ટેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસનો ભંગ થઈ રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે તો પછી નિર્વાચન ભવન ખાતે બધાને શા માટે બોલાવાયા હતા ??
આવા વિવાદાસ્પદ મુદ્દે ખઈ-ખપૂચીને પાછળ પડી જનાર સુબ્રમણ્યમ્ સ્વામીએ કહ્યું કે ઈવીએમ માટે વર્લ્ડ ઇન્ટેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ ઓર્ગેનાઈઝેશનમાં પેટન્ટ માટે ૨૦૦૨માં અરજી કરી હતી, પોતાની અરજી રીજેક્ટ થશે એવું લાગતાં ૨૦૦૬માં તે પાછી ખેંચવામાં આવી હતી. નિર્વાચન ભવન ખાતેના રેકોર્ડીંગની ટેપ પણ આપવામાં નથી આવતી. આ વિવાદ પછી નથી તો સરકાર કોઈ મીટીંગ કરવા તૈયાર કે નથી તો કોઈ ટેકનીકલ ખુલાસા કરવા તૈયાર. સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
ભારતમાં બુથ કેપ્ચરીંગ અને ગેરકાયદે વોટીંગ જેવી સમસ્યાઓ નાથવા ઈવીએમ આવ્યું પરંતુ આજે તે શંકા ઉભી કરી રહ્યું છે. સરકારના પગલાં શંકાસ્પદ બન્યાં છે. હરિપ્રસાદની ધરપકડ અને તેમને જેલમાં ઘાલી દેવા પાછળનો આશય તેમનું મોં બંધ રાખવાનો હતો પરંતુ હરિપ્રસાદ હવે બમણી તાકાત સાથે ઇવીએમ સામે લડી રહ્યા છે. ઇવીએમનો વિરોધ કરનારનું સજેશન એ પણ છે કે વોટીંગ કર્યા પછી દરેકને પોતે કોને વૉટ આપ્યો છે એવી કન્ફર્મેશન સ્લીપ મળવી જોઈએ, પછી ભલે આ સ્લીપ તેની પાસેથી લઈને ફાડી નાખવામાં આવે. વિશ્વભરમાં ઇવીએમ વોટીંગ વિવાદાસ્પદ બન્યાં છે. જર્મનીની કોર્ટે તો ઇવીએમથી વોટીંગને ગેર-બંધારણીય ગણાવ્યું છે. ઇટાલીએ પણ ઇવીએમ પર પ્રતિબંધ મુક્યો છે.
ભારતના સત્તાવાળાઓએ ઇવીએમ સાથે છેડછાડ થઈ શકે નહીં એવો દાવો પકડી રાખ્યો છે. અધિકારીઓ કહે છે કે ઇવીએમમાં એક ચીપ મુકવામાં આવે છે અને પછી તેને સીલ કરાય છે આ સીલ કોઈ રીતે ખોલી શકાતું નથી. સત્તાવાળાઓએ એટીએમ મશીનમાં જે રીતે બેલેન્સની સ્લીપ મળે છે એવું ઇવીએમ માટે કરવાની જરૂર છે. કોઈપણ મશીન ટેમ્પરીંગ થઈ શકે છે માટે સરકારનો ઇવીએમ ટેમ્પર ના થઈ શકે એ દાવો ખોટો છે.
સુબ્રમણ્યમ્ સ્વામીને હવેની મુદત ૨૪-નવેમ્બરની અપાઈ છે. ત્યારે સરકાર રજૂઆત કરવી પડશે કે ઇવીએમ સાથે છેડછાડ શક્ય નથી. સરકાર ઘણાં ધમપછાડા કરશે પરંતુ જો સરકાર સાબિત નહીં કરી શકે તો ભારતની લોકશાહીમાં મોટો ભૂકંપ સર્જાશે, કેમકે અત્યાર સુધીની તમામ ચૂંટણીઓ બોગસ સાબિત થશે.
આપણે પરિવર્તનની વાત કરીએ તો જ્યારે કોમ્પ્યુટરો આવ્યા ત્યારે આપણે એમ કહેતા હતા કે તે રોજગારીને ફટકો મારશે આજે કોમ્પ્યુટર જગતે લાખોને રોજગારી આપી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડા એમ કહેતા હતા કે કોમ્પ્યુટર તો માત્ર બ્રાહ્મણોને જ આવડશે. આજે ભારતના શહેરો વાઈ-ફાઈ બની રહ્યા છે.
હૈદ્રાબાદ સ્થિત સોફટવેર નિષ્ણાંત જ્યારે લુપહોલ્સ બતાવે ત્યારે તેની સેન્સનો ઉપયોગ કરીને સોફટવેર માટેના કૂંકનું સોલ્યુશન લાવવાની જરૂર છે.
વાય ઈઝ કોંગ્રેસ સો ટચી ઑન ઇવીએસ ?? એવો એક આર્ટીકલ વાંચ્યો હતો. કોંગ્રેસ એને પોતાનું મેન્યુફેકચરીંગ સમજે છે. જે કંઈ થઈ રહ્યું છે એ લોકશાહીને વરેલા દેશ સાથે થઈ રહ્યું છે. સમગ્ર દેશને સ્પષ્ટતાની જરૂર છે. કોંગ્રેસ આ મશીનનો વિવાદ પોતાના માથે લઈને ફરે છે કેમકે તેને સત્તાપરથી ઉથલી પડવાનો ડર સતાવે છે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો કાયદો પણ અમલી છે પરંતુ ઇવીએમમાં થઈ શકતી છેડછાડ આ કાયદા હેઠળ લાવી શકાતી નથી. બિહારની ચૂંટણીઓ અગાઉ મશીનો ફરીથી બરાબર ચેક કરાશે એવી ખાતરી ઇલેકશન કમિશને આપી છે.
ઈવીએમ વિવાદમાં એક મુદ્દો એ પણ છે કે જે લોકો હારે છે એ ઇવીએમને દોષિત ગણે છે. તેમ છતાં પ્રજાનો ભરોસો જીતવા ઇવીએમ મશીનનું જાહેરમાં ડેમાસ્ટ્રેશન કરવાની જરૂર છે.

 

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved