Last Update : 08-Sept.-2010, Wensday
૨૦૦ ગણી શક્તિવાળા ફ્યુઅલ સેલ
હવે દરેક ઘરમાં ઈલેક્ટ્રીક સાધનો માટેની જરૃરી વીજળી મેળવવા માટે પોતાનું નાનકડું પાવરહાઉસ હોય તે દિવસો દૂર નથી.
અમેરિકન કેમિકલ સોસાયટીની વાર્ષિક બેઠકમાં કેમ્બ્રીજની માસાચ્યુલેટ્સ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના વિજ્ઞાાનીઓએ રજુ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે તેઓએ એક વીજળી પેદા કરતું એવું યુનિટ વિકસાવ્યું છે કે જે ગરીબ દેશોના ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે વીજળી પહોંચાડવા માટે ખૂબ જ વાજબી કિંમતે ઉપલબ્ધ થશે.
સોલાર પાવર વડે વીજળી ઉત્પન્ન કરવાની દિશામાં આ એક નવું કદમ છે કે જે સામાન્ય સોલાર પેનલ કરતાં ૨૦૦ ગણી વધુ વીજળી ઉત્પન્ન કરી શકશે. આ માટે સંશોધકોએ નવું ઈલેક્ટ્રોલાઈઝ્ડ વિકાવ્યું છે, કે જે પાણીમાંથી ઓક્સીજન અને હાઈડ્રોજનના અણુઓ છુટા પાડે છે અને ફરીથી વીજળી ઉત્પન્ન કરી આડપેદાશ તરીકે પીવાનું પાણી ઉત્પન્ન કરે છે. આ સાધન નવાં કેટાલીકરની મદદથી સામાન્ય કરતાં ૨૦૦ ગણો વધુ ઓક્સીજન ઉત્પન્ન કરશે. આ પધ્ધતિમાં મોંઘા પ્લેટીનમ કેટાલીસ્ટને બદલે નવું સસ્તું ઈલેક્ટ્રોલાઈઝર ઉપયોગમાં લેવાશે. આ સાધન મકાનની છત પર મૂકવાનું રહે છે અને રાત્રે પણ વીજળી ઉત્પન્ન કરશે. તેમ આ સંશોધકોએ દાવો કર્યો હતો.

સાત ગ્રહોવાળી નવી સૂર્યમાળાની શોધ

યુરોપિયન સધર્ન ઓબ્ઝર્વેટરીના ખગોળ શાસ્ત્રીઓએ પૃથ્વીથી ૧૨૭ પ્રકાશવર્ષના અંતરે પાંચ ગ્રહોવાળી એક સૂર્યમાળા શોધી કાઢી હતી. જો કે આ ગ્રહમાળામાં ૭ ગ્રહો હોવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી હતી. નવાઇની વાત એ છે કે આ નવી સૂર્યમાળા આપણી સૂર્યમાળા સાથે સામ્યતા ધરાવે છે.
ખગોળશાસ્ત્રીઓએ જણાવ્યા મુજબ અંતરીક્ષમાં એચડી ૧૦૧૮૦ નામના તારાની આસપાસ પાંચ ગ્રહો પ્રદક્ષિણા કરે છે. બાકીના બે ગ્રહો પણ પ્રદક્ષિણા કરતાં હોવાની સંભાવના છે. આ સૂર્યમાળાની શોધ કરનાર વડા વિજ્ઞાાનીએ જણાવ્યું હતું કે ખગોળશાસ્ત્ર ક્ષેત્રે હવે સંશોધનોનો વ્યાપ વધીને ગ્રહમાળાઓ સુધી વિસ્તર્યો છે.
આ ગ્રહમાળાની શોધ ચીલી ખાતે સ્થાપવામાં આવેલી વેધશાળાના ૩-૬ મીટર ટેલિસ્કોપના પ્લાનેટ હન્ટીંગ સ્પેકટ્રોગ્રાફ વડે થઇ હતી. આ સાધનથી અંતરીક્ષમાં રહેલા ગ્રહોની ગતિ તેમજ ગુરુત્વાકર્ષણ માપી શકાય છે.
નવી શોધાયેલી ગ્રહમાળાના ગ્રહો વિરાટ કદના છે. પરંતુ પોતાના સૂર્યની ફરતે વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં પ્રદક્ષિણા કરે છે. આ સૂર્યમાળામાં એક શનિ જેવો ગ્રહ પણ છે જે પૃથ્વી કરતાં ૬૫ ગણો મોટો છે.


ટુથપેસ્ટ વિનાનું સોલાર ટુથબ્રશ


જાપાનના વિજ્ઞાાનીઓએ એવું સોલાર ટુથબ્રશ વિકસાવ્યું છે કે જેમાં ટુથપેસ્ટની જરૃર નથી. આ ટુથબ્રશ સોલાર પાવર દ્વારા મોંમાં રાસાયણિક પ્રક્રિયા કરી દાંત સાફ કરે છે.
દુબઈ ખાતે યોજાયેલી વર્લ્ડ ડેન્ટલ કોન્ફરન્સમાં રજુ થયેલું આ ટુથબ્રશ પરીક્ષણોમાં સફળ થયું હતું. જાપાનની સેસકેચેવાત યુનિવર્સિટીના સંશોધકોએ વિકસાવેલું આ બ્રશ ૧૫ વર્ષની જહેમત બાદ તૈયાર થયું હતું. બ્રશમાં સોલાર પેનલ હોય છે જે વાયર દ્વારા બ્રશના વાળના છેડે ઈલેક્ટ્રોનનો મારો ચલાવે છે. ઈલેક્ટ્રોન મોંમાં રહેલા એસિડ સાથે પ્રતિક્રિયા કરીને દાંત ઉપરની છારી દૂર કરે છે અને બેકટેરિયાનો નાશ કરે છે. સોલાર પાવર વડે ચાલતાં આ બ્રશ પર ટુથપેસ્ટની જરૃર નથી. દાંતમાં ઉત્પન્ન થતાં અનેક પ્રકારના બેકટેરિયા પર આ બ્રશના પરિક્ષણો કરવામાં આવ્યા હતા. આ બ્રશ દાંતના રોગો માટેના કારણરૃપ બેકટેરિયાનો સંપૂર્ણ નાશ કરે છે. તેવો દાવો વિજ્ઞાાનીઓએ કર્યો હતો.



 

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved