Last Update : 08-Sept.-2010, Wensday
દહી હાંડી ફોડનારા ગોવિંદાઓમાંથી ચાર અપંગ બન્યાં
આ વર્ષે ઇજાગ્રસ્તોની સંખ્યા વધી ઃ અનેક સારવાર હેઠળ, પણ ચાર જણની હાલત વધુ કફોડી

મુંબઇ - વરલી સ્થિત નીચલા મધ્યમ વર્ગની વસતિ ધરાવનારા જાંબોરી મેદાન વિસ્તારમાં સોમવારે સવારે એન.સી.પી.ના નેતા સચિન આહિરની દહીહાંડીનું ૨૫ લાખ રૃપિયાનું ઇનામ જાહેર કરતું એક હોર્ડિંગ ઉતારી લેવાયું હતું. આ સ્થળથી માત્ર ૨૦ મિનિટના અંતરે કાલાચૌકી વિસ્તારના અભિનવ ક્રિડા મંડળનો એક સભ્ય અને કોન્સ્ટેબલ અજય ગંગન (૪૦ વર્ષ) કે.ઇ.એમ. હોસ્પિટલના વોર્ડ નંબર ૩૭માં સારવાર લઇ રહ્યો છે. અજય અને તેની મંડળીના સભ્યોએ આ દહીહાંડી ફોડી ૨૫ લાખ રૃપિયાનં માતબાર ઇનામ જીતી લેવાનું સપનું જોયું હતું.

રવિવારે ડોકટરોએ અજયની પત્ની અનદાને આઘાતજનક સમાચાર આપતા કહ્યું હતું કે, આહિરની દહીહાંડી ફોડવા માટે નવ સ્તરનું માનવ પિરામિડ રચવાના પ્રયત્ન દરમિયાન અજય પર તેના મંડળના ૧૫ જેટલાં ગોવિંદા પડયાં હતા અને આ એકસામટા વજનને કારણે અજયની કરોડરજ્જુનું હાડકું ભાંગી ગયું હતું, હવે અજય ફરીથી ચાલી શકશે નહીં. જોકે, આ માઠાં સમાચાર હજી અધુરાં હતા. અજય હવે પછી તેની આંગળી પણ ઊચી નહિ કરી શકે, નજીકના ભવિષ્યમાં તો નહિજ તબીબી ભાષામાં કહીએ તો, તેને આ અકસ્માતના કારણે કવોડ્રીપ્લેજિયા થઇ ગયું છે. અર્થાત ગળાની નીચેના ભાગના તેના સમગ્ર શરીરના ચાર મુખ્ય અવયવ (બે હાથ અને બે પગ)ને પક્ષાઘાત થયો છે.

ઉંચી દહીહાંડી ફોડવાની લાલચમાં પથારીવશ થનારો અજય મુંબઇનો એક માત્ર ગોવિંદા નથી. આવા તો અડધો ડઝન ગોવિંદા શહેરમાં છે જ અજયની જેમ દર્દથી કણસી રહ્યાં છે. આવા જ એક ગોવિંદાનું રવિવારે મોત પણ થયું હોવાનું નોંધાયું હતું. ઘોડા નાસી ગયાં બાદ તબેલાંને તાળા મારવાની આપણે ત્યાં જાણે એક પ્રથા પડી ગઇ છે, એ ક્રમમાં હવે દહીંહાંડીને ઉત્સવ અંગે પણ જન્માષ્ટમીનો તહેવાર વીતી ગયાં બાદ ચારેકોરથી સલાહ-સુચનો મળી રહ્યાં છે. આ સુચનોમાં મુખ્યત્વે ગોવિંદાઓની સુરક્ષા સંબંધી પગલાં અંગેના છે. પરંતુ હવે ખુદ ડોકટરોએ આ મામલે ઉચ્ચસ્તરે રજૂઆત કરી ગોવિંદાઓની સુરક્ષા સંબંધી મહત્વના સુચનો લખી જણાવ્યાં છે.

કે.ઇ.એમ. ખાતે ન્યુરોસર્જરી વિભાગના એસોસિયેટ પ્રોફેસર અન ેબોમ્બે ન્યુરોસાયન્સીસ એસોશિએશનના સભ્ય ડૉ. નિતિન ડાંગેએ સોમવારે રાજ્યના આરોગ્ય પ્રધાન સુરેશ શેટ્ટીને એક પત્ર લખીને ગોવિંદાઓને દહીંહાંડીના ઉત્સવ દરમિયાન થતી ગંભીર ઇજાએ (ક્યારેક તો જીવલેણ ઇજાઓ) થતી કઇ રીતે રોકી શકાય અને તે માટે કેવા પગલાં લઇ શકાય, તે સંબંધી સુચનો મોકલ્યા હતા.

ડૉ. ડાંગેએ મુખ્ય ત્રણ સુચનો કર્યાં હતા. એક તો દહીહાંડી બાંધવામાં આવે તેની નીચેના કેટલાંક વિસ્તારમાં ગોવિંદાઓ પડી જાય છતાં તેમને પછડાટ ન લાગે તેવા શોક-એબ્સોર્બિંગ રબ્બરનું પ્લેટફોર્મ હોવું જોઇએ. બીજું નીચે પડતાં ગોવિંદાઓને ઝીલવા માટે એક નેટ-જાળી પણ હોવી જોઇએ. ડૉ. ડાંગેનું ત્રીજું સુચન છે કે, ગોવિંદાઓને ઇજા ન થાય તે માટે દરેકે અંદર પેડ હોય તેવું જેકેટ અને માથાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત હોવી જોઇએ.

જોકે, આરોગ્ય પ્રધાનને હજુ સુધી આ પત્ર મળ્યો નથી, પરંતુ શેટ્ટીએ નક્કી કર્યું હતું કે, તેનું મંત્રાલય વધુ સમય સુધી આ મામલે મૂક પ્રેક્ષક બની બેસી નહિ રહે. શેટ્ટીએ કહ્યું હતું કે, 'મારી આસપાસના વિસ્તારમાંજ દહીહાંડી ઉત્સવ દરમિયાન ઇજા થતાં એક યુવાનને અપંગ થતો મે જોયો હતો. આવું બધું ચાલવું ન જોઇએ, હું આ મુદ્દો રાજ્યની વિધાનસભામાં ઉઠાવીશ અને આવતા વર્ષે દહીંહાંડી ઉત્સવ દરમિયાન દરેક સ્તરે સલામતીના પગલાં ભરાય તેની ખાતરી રાખીશ.'

Share |
  More News
અમિત શાહની જામીન અરજીની સુનાવણી ૯મીએ
બીઆરટીએસ ટ્રેક પર દાણીલીમડા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો ત્રાસ
ડોકટર દંપતીની વૈવાહિક તકરારમાં વકીલ ફસાયો
મુંબઈમાં દરિયાનાં ખારા પાણીને મીઠંુ બનાવવા પ્લાન્ટ સ્થપાશે
મધ્ય રેલવેની ટ્રેનમાંથી ચાર દિવસમાં પ૦ પંખાની ચોરી
મુંબઈમાં ફલાયઓવરને લીધે ગણપતિની મૂર્તિના કદમાં ઘટાડો
મેચફિક્સિંગ કૌભાંડમાં અભિનેત્રી નીતુ ચંદ્રાની ICCના અધિકારીઓએ પૂછપરછ કરી
ઓસ્ટ્રેલિયામાં ૭૦ વર્ષ પછી લઘુમતી સરકારની રચના
પિતાએ ૧૩ વર્ષની પુત્રી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો
 
  More News
દલાલે રોકાણકારને સોદાની વિગતો ઈ-મેલથી આપવી પડશે
સીધા વિદેશી રોકાણના પ્રવાહમાં ૪૯ ટકાનો ઘટાડો
૫૬૦૦ કુદાવી ગયો ઃ સેન્સેક્સ ૧૮૭૧૧ બોલાયો
વુડ્ઝ બાદ ઈંગ્લેન્ડના ફૂટબોલ સ્ટાર રૃનીના સેક્સ કૌભાંડથી ખળભળાટ
સાયના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર
વ્યસ્ત કાર્યક્રમ અને નિર્જીવ પીચો ફાસ્ટ બોલરોને ખતમ કરી રહી છે
શાહિદ પછી સૈફે પણ વિશાલ ભારદ્વાજની ફિલ્મ છોડી
કિમ શર્માએ કેન્યાના ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યું
રાણી મુખર્જીએ પોતાના બંગલૉમાં જીમ બનાવ્યુંં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved