Last Update : 08-Sept.-2010, Wensday
આજવામાં કેટલું પાણી ભરવું તેનો ઈજનેરો અભિપ્રાય આપશે

 

વડોદરા -
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણીના ૧૧૫ વર્ષ જૂના સોર્સ ઐતિહાસિક આજવા સરોવરમાં પાણીની સપાટી ભારે વરસાદને પગલે ૨૧૨ ફૂટને ઓળંગી ગઈ હતી. દરમિયાન સિંચાઈ વિભાગના ઈજનેરો બુધવારે આજવાની મુલાકાત લેશે.

સોમવારની સાંજે આજવા સરોવર વિસ્તારમાં માત્ર બે કલાકમાં જ ચાર ઈંચ વરસાદ થતાં સપાટીમાં ઝડપભેર વધારો થયો હતો અને એક જ દિવસમાં આજવા સરોવરમાં સવા ફૂટ પાણી વધ્યું હતું. ગઈ સાંજે ૪ વાગ્યે આજવાની સપાટી ૨૧૦.૯૫ ફૂટ હતી એ પછી આજે સાંજે સપાટી વધીને ૨૧૨.૦૨ ફૂટ થઈ ગઈ હતી. આજવા તરફ પાણી લાવતી ફીડર સાંજે ૬ વાગ્યે પોણા બે ફૂટે ચાલુ હતી. જો કે આજે દિવસ દરમિયાન વરસાદ નજીવો રહ્યો હતો. આજવામાં આજે ૧૨ મિમિ, ધનસરવાવમાં ૧૦ મિમિ તથા હાલોલમાં ૪ મિમિ વરસાદ થયો હતો. આજવા સરોવરથી પાણી લાવવા ત્રીજી લાઈન નાખ્યા બાદ ત્યાંથી ૧૨૫ એમએલડી પાણીનો જથ્થો મેળવવામાં આવે છે.

દરમિયાન આજે બપોરે પાલિકાના સીટી ઈજનેર અને પાણી પુરવઠા ખાતાના કાર્યપાલક ઈજનેરે આજવા સરોવરની મુલાકાત લીધી હતી. આજવા સરોવરના મજબૂતીકરણના કામ બાદ હવે તેમાં વધુમાં વધુ કેટલું પાણી ભરી શકાય તેમ છે તેનો વડોદરા સિંચાઈ વિભાગનો અભિપ્રાય મેળવ્યો છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ બુધવારે આજવાની મુલાકાત લેશે અને સ્થળ - સ્થિતિનો અભ્યાસ કરીને આજવામાં કેટલા લેવલ સુધી પાણી ભરવું તેનો અભિપ્રાય આપશે.

 
Share |
  More News
અમિત શાહની જામીન અરજીની સુનાવણી ૯મીએ
બીઆરટીએસ ટ્રેક પર દાણીલીમડા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો ત્રાસ
ડોકટર દંપતીની વૈવાહિક તકરારમાં વકીલ ફસાયો
મુંબઈમાં દરિયાનાં ખારા પાણીને મીઠંુ બનાવવા પ્લાન્ટ સ્થપાશે
મધ્ય રેલવેની ટ્રેનમાંથી ચાર દિવસમાં પ૦ પંખાની ચોરી
મુંબઈમાં ફલાયઓવરને લીધે ગણપતિની મૂર્તિના કદમાં ઘટાડો
મેચફિક્સિંગ કૌભાંડમાં અભિનેત્રી નીતુ ચંદ્રાની ICCના અધિકારીઓએ પૂછપરછ કરી
ઓસ્ટ્રેલિયામાં ૭૦ વર્ષ પછી લઘુમતી સરકારની રચના
પિતાએ ૧૩ વર્ષની પુત્રી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો
 
  More News
દલાલે રોકાણકારને સોદાની વિગતો ઈ-મેલથી આપવી પડશે
સીધા વિદેશી રોકાણના પ્રવાહમાં ૪૯ ટકાનો ઘટાડો
૫૬૦૦ કુદાવી ગયો ઃ સેન્સેક્સ ૧૮૭૧૧ બોલાયો
વુડ્ઝ બાદ ઈંગ્લેન્ડના ફૂટબોલ સ્ટાર રૃનીના સેક્સ કૌભાંડથી ખળભળાટ
સાયના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર
વ્યસ્ત કાર્યક્રમ અને નિર્જીવ પીચો ફાસ્ટ બોલરોને ખતમ કરી રહી છે
શાહિદ પછી સૈફે પણ વિશાલ ભારદ્વાજની ફિલ્મ છોડી
કિમ શર્માએ કેન્યાના ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યું
રાણી મુખર્જીએ પોતાના બંગલૉમાં જીમ બનાવ્યુંં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved