Last Update : 08-Sept.-2010, Wensday
ગ્લોબલ વોર્મિંગથી બચવા પર્યાવરણનું રક્ષણ કરો

કુદરતની બક્ષિસ રૃપે સાંપડેલી અનુકુળતાનું યોગ્ય નિયોજન થાય તોસુખ સમૃધ્ધિ સાંપડી શકે

ભાવનગર -
કુદરતી તત્વોનો આડેધડ ઉપયોગ તથા પર્યાવરણ ખોરવાઇ ગયેલી અસમતુલાને લીધે ગ્લોબલ વોર્મિંગની આડઅસરથી આખું વિશ્વ પિડાઇ રહ્યું છે. એ બાબત સમગ્ર જીવસૃષ્ટિ માટે ખતરાની ઘંટડી સમાન છે, ત્યારે જળ-પર્યાવરણના જતનને પ્રાધાન્ય આપવાનો સમય પાકી ગયો છે.

પાણી અને પર્યાવરણની કથળતી હાલતથી વિશ્વ જગત ચિંતા સેવી રહ્યું છે. ગુજરાત પણ બાકાત નથી. કદી વિશ્વ યુધ્ધ થશે તો પાણી પ્રશ્ને હોવાનું તજજ્ઞાોનું તારણ છે. ત્યારે જળ-વાયુ જાળવણી અર્થે નક્કર કદમ ઉઠવા જોઇએ. પરંતુ તદ્દન વિપરીત રીતે પાણી-પર્યાવરનો કચ્ચર ઘાણ કાઢી વિનાશના પંથે તેજ ગતિથી દોરી જનારી પ્રક્રિયાઓને વિકાસનું રૃડું નામ આપીને ગાંધી વૈદ્યનું સહિયારૃની પેઠે શાસકો સાથે મીલી ભગતમાં વકરતી ઉદ્યોગ નીતીના કારણે કૃષિ ગરીબો અને ગામડું ભુલાતું જાય છે. ભાંગતુ જાય છે.

ખેતી પ્રધાન રાષ્ટ્રના કૃષિ સમૃધ્ધ રાજ્યમાં ગામડાઓ ભાંગી રહ્યા છે. ગ્રામ્ય જીવન કથળી રહ્યું છે. શહેરીકરણ સમસ્યા રૃપ બને છે. અને આર્થિક અસમાનતાની ખાઇ વધુ પહોળી થતી જાય છે. માટે જળ-પર્યાવરણના જતનને અગ્રતા આપવી જ ઘટે જળ સમૃધ્ધિ વધવાથી કુદરતના સથવારે કૃષિ સમૃધ્ધીથી છલકાતું ગુજરાત દુનિયા સાથે ખભે ખભો મીલાવી વિકાસનો પંથ કંડારી શકશે.ૃ જગતમાં અજોડ એવું ખંભાતના અખાતમાં કલ્પસર સરોવર રચીને ગુજરાત જળ તૃપ્ત અને પર્યાવરણ પ્રીય રાજ્યો દરજ્જો પ્રાપ્ત કરી લોક સુખાકારીની રાહે આગળ ધપી શકે એમ છે.

ત્યારે કુદરતની બક્ષીસરૃપે સાંપડેલી ભૌગોલિક અનુકુળતાને આડેધડ ધમરોળવાનો મનસુબો સેવવામાં મશગુલ સરકાર ફેર વિચારણા કરે એ ઇચ્છનીય છે. અર્ધી સદી પૂર્વે બળદ ગાડાના જમાનામાં દીર્ધ દ્રષ્ટાઓએ લોક સુખાકારી કાજે કલ્પવૃક્ષ સરીખુ કલ્પસર સરોવરનો સુજાવ રજુ કર્યો એની દ્દઢતા અને મનોબળને યોજના સાકાર તરફ આગળ વધવું જોઇએ. એકવીસમી સદીની ગુલબાંગો વચ્ચે પણ યોજના પાર પાડમાં શાસકો વામણા પુરવાર થશે તો આ કલંકીત ઇતિહાસને ભાવી પેઢી કદાપી માફ નહિ કરે. કલ્પસર સરોવર નર્મદાના પવિત્ર નીર થખી સદાએ શુધ્ધીઓ સાથે છલકાતું રહે એ દ્રષ્ટી રહેલી છે. લાખો હેક્ટર જમીન નવસાધ્ય બને સિંચાઇ માટે અઢળક પાણી ઉપલબ્ધ થાય. અવિરત નિદોષ અને સસ્તી વિજળી પેદા કરી રાજ્ય પ્રગતિ સાધી શકે એમ છે. ત્યારે કાંઠાળ ભુમિ સગેવગે કરવાના આળ સાથે સરોવર ખંડીત કરવાનો મનસુબો શાસકોએ છોડવો જોઇએ.

સરોવર તીરે ઔદ્યોગિક તાંડવ રચવાથી શુધ્ધતા શી રીતે જળવાય ? નર્મદાનો નિર્મળ જળસ્ત્રોત જતો કર્યા બાદ શહેરોનો ગંદવાડ કેમીકલ્સ યુક્ત કચરા સિવાય સરોવરમાં શું આવશે ? ઉદ્યોગ તૃષ્ણામાં જળ તૃપ્તીનું અખોપાતર (અક્ષર પાત્ર) ભરખાઇ ન જાય એ જોવું જ રહ્યું. દુનિયામાં ભીન્ન ભીન્ન ભુ ભાગો આવેલા છે. ભૌગોલીક અનુકુળતા મુજબ વિવિધ ઉપયોગો પ્રયોજવા જોઇએ. ઇચ્છાનુસાર પૃથ્વીનો દુરઉપયોગ થવાથી ગ્લોબલ વોર્મિંગની નોબત આવી છે. ઋતુચક્ર ખોરવાઇ રહ્યું છે. ઠંડી ગરમીમાં નોંધાતા અસામાન્ય ચઢાવ ઉતારની વિપરીત અસરના કારણે દુષ્કાળ તેમજ પુર પ્રલય જેવા પ્રકોપમાં થયેલો વધારો એ સમગ્ર જીવ સૃષ્ટી માટે ખતરાની ઘંટડી સમાન છે. કુદરત સાથે તાલમેલ સાધી વિકાસની વાટે આગળ વધાય તો સૌનું કલ્યાણ થશે. તેવું પર્યાવરણ પ્રેમીઓનું માનવું છે.

 
Share |
  More News
અમિત શાહની જામીન અરજીની સુનાવણી ૯મીએ
બીઆરટીએસ ટ્રેક પર દાણીલીમડા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો ત્રાસ
ડોકટર દંપતીની વૈવાહિક તકરારમાં વકીલ ફસાયો
મુંબઈમાં દરિયાનાં ખારા પાણીને મીઠંુ બનાવવા પ્લાન્ટ સ્થપાશે
મધ્ય રેલવેની ટ્રેનમાંથી ચાર દિવસમાં પ૦ પંખાની ચોરી
મુંબઈમાં ફલાયઓવરને લીધે ગણપતિની મૂર્તિના કદમાં ઘટાડો
મેચફિક્સિંગ કૌભાંડમાં અભિનેત્રી નીતુ ચંદ્રાની ICCના અધિકારીઓએ પૂછપરછ કરી
ઓસ્ટ્રેલિયામાં ૭૦ વર્ષ પછી લઘુમતી સરકારની રચના
પિતાએ ૧૩ વર્ષની પુત્રી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો
 
  More News
દલાલે રોકાણકારને સોદાની વિગતો ઈ-મેલથી આપવી પડશે
સીધા વિદેશી રોકાણના પ્રવાહમાં ૪૯ ટકાનો ઘટાડો
૫૬૦૦ કુદાવી ગયો ઃ સેન્સેક્સ ૧૮૭૧૧ બોલાયો
વુડ્ઝ બાદ ઈંગ્લેન્ડના ફૂટબોલ સ્ટાર રૃનીના સેક્સ કૌભાંડથી ખળભળાટ
સાયના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર
વ્યસ્ત કાર્યક્રમ અને નિર્જીવ પીચો ફાસ્ટ બોલરોને ખતમ કરી રહી છે
શાહિદ પછી સૈફે પણ વિશાલ ભારદ્વાજની ફિલ્મ છોડી
કિમ શર્માએ કેન્યાના ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યું
રાણી મુખર્જીએ પોતાના બંગલૉમાં જીમ બનાવ્યુંં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved