અમદાવાદ -
સોહરાબ એન્કાઉન્ટર કેસમાં ભૂતપૂર્વ ગૃહમંત્રી અમિત શાહે જામીન પર છૂટવા માટે કરેલી અરજીની સુનાવણી ૯મીએ નિયત કરવામાં આવી છે. જામીન અરજીની સુનાવણી માટે બન્ને પક્ષોના ધારાશાસ્ત્રીઓના અન્યત્ર રોકાણો હોવાથી તેઓ ઉપસ્થિત રહ્યા ન હતા અને ઔપચારિક રીતે આજે મુદત પડી હતી. હવે ૯મીએ બન્ને વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ જેઠમલાણી અને કે.ટી.તૂલસી ઉપસ્થિત રહે તેવી શક્યતા છે અને તે દિવસે સુનાવણી થશે.
આ કેસમાં સીબીઆઇએ બે પોલીસ કોન્સ્ટેબલ સંતરામ શર્મા અને અજય પરમારને આરોપીઓ તરીકે બાકાત કરવા માટે ચાર્જશીટમાં દર્શાવેલું છે. બન્ને સીબીઆઇ કોર્ટમાં કેસમાંથી મૂક્ત કરવા માટે અરજી કરી હતી પરંતુ કોર્ટ તપાસના તબક્કાને ધ્યાનમાં લઇને બન્નેની અરજી ફગાવી દીધી હતી. હવે તેઓએ જામીન પર છૂટવા માટે અરજી કરી છે. સીબીઆઇ કોર્ટ આ અરજીની સુનાવણી પણ ૯મીએ નિયત કરી છે.
|