Last Update : 08-Sept.-2010, Wensday
આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૮-૯-૨૦૧૦ બુધવાર
શ્રાવણ વદ અમાસ- દર્શ અમાવસ્યા

શ્રાવણ માસ- શિવ પાર્થેશ્વર પૂજન સમાપ્તિ
જૈન મહાવીર જન્મ વાંચન
દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૩ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૧૪ મિ. (સૂ) ૭ ક. ૧૩ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.
જન્મ રાશિ ઃ આજે રાત્રે ૨૯ ક. ૦૫ મિ.થી (બુધવારની રાત્રિ, ગુરૂવારની વહેલી પરોઢ સવારના ૫ ક. ૦૫ મિ.) સુધીમાં જન્મેલ બાળકની સિંહ (મ. ટ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલા બાળકની કન્યા (પ. ઠ. ણ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પૂર્વા ફાલ્ગુની રાત્રે ૧૧ ક. ૫૦ મિ. સુધી પછી ઉત્તર ફાલ્ગુની.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - સિંહ, મંગળ- તુલા, બુધ- સિંહ, ગુરૂ- મીન, શુક્ર- તુલા, શનિ- કન્યા, રાહુ- ધન, કેતુ- મિથુન, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન. ચંદ્ર રાત્રે ૨૯ ક. ૦૫ મિ. સુધી સિંહ પછી કન્યા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૬ શાકે ઃ ૧૯૩૨, જૈનવીર સંવત ઃ ૨૫૩૬
વિક્રમ સંવત્સર ઃ પ્લવ શક સંવત્સર ઃ વિકૃતિ દક્ષિણાયન શરદ ઋતુ શ્રાવણ વદ અમાસને બુધવાર દર્શ અમાવસ્યા. શ્રાવણ માસની સમાપ્તિ. શિવ પાર્થેશ્વર પૂજાની સમાપ્તિ. કુશગ્રાહિણી, નકળંગ મેળો, ભગવાન મહાવીર જન્મ વાચન, જૈન કલ્પુત્ર વાંચન મુંબઈ, કનૈયાલાલજીનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૧ રમજાન માસનો અઠ્ઠાવીસમો રોજ.
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૦ ફરવરદીન માસનો એકવીસમો રોજ રામ.

[Top]
 

આજ નું ભવિષ્ય

મેષ ઃ આજે શ્રાવણ માસની સમાપ્તિએ તમારું હૃદય-મન આનંદમાં રહે. ધર્મકાર્ય થાય. સગા- સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય.
વૃષભ ઃ આપના રોજીંદા કામ ઉપરાંત શ્રાવણ માસની સમાપ્તિએ વધારાના કામ ઉપરાંત, આકસ્મિક કોઈ ખર્ચ- ચિંતા રહ્યા કરે.
મિથુન ઃ ધર્મકાર્ય, યાત્રા-પ્રવાસ, મુલાકાતથી હૃદય-મન પ્રસન્ન રહે. આકસ્મિક કોઈને મળવાનું થતાં આનંદ અનુભવો.
કર્ક ઃ શ્રાવણ માસની સમાપ્તિનો આજનો દિવસ ધર્મકાર્યમાં, નોકરી- ધંધાના કામકાજમાં સાનુકૂળતાવાળો રહે. વધારાનું કામ થાય.
સિંહ ઃ આજે ધર્મકાર્યમાં આનંદ અનુભવો, જૂના સંબંધો તાજા થાય, નવીન ઓળખાણ મિત્રતા થાય, ખર્ચ થાય.
કન્યા ઃ શ્રાવણ માસ આજ પૂરો થઈ રહ્યો છે તેથી ધર્મકાર્યથી ખર્ચ થાય, અન્યને મદદરૂપ થઈ શકો, આનંદ અનુભવી શકો.
તુલા ઃ આજે આપનું હૃદય-મન આનંદમાં રહે. શ્રાવણ માસના છેલ્લા દિવસે આજે ધર્મકાર્ય- ખર્ચ- ખરીદી પ્રવાસ થાય.
વૃશ્ચિક ઃ શ્રાવણ માસની સમાપ્તિએ આજનો દિવસ હૃદય-મનની પ્રસન્નતામાં, આનંદમાં પસાર કરી શકો. ધર્મકાર્યથી ખર્ચ થાય.
ધન ઃ આપના રોજીંદા કામ સિવાય અન્ય કાર્યમાં વ્યસ્ત રહો, કામની સાનુકૂળતા રહે. જૂના સંબંધો તાજા થાય.
મકર ઃ આજે આપે હરવા ફરવા, વાહન ચલાવવામાં તેમજ પૈસા- પાકીટ મોબાઇલનું ઘ્યાન રાખવું ચિંતા ઉચાટ રહે.
કુંભ ઃ આનંદથી દિવસ પસાર કરી શકો. ધર્મકાર્ય થઈ શકે. બહાર જવાનું થાય. માનસિક શાંતિ અનુભવાય.
મીન ઃ આપના રોજીંદા તેમજ અન્ય વધારાના કામમાં અન્યના કારણે રૂકાવટ, મુશ્કેલી અનુભવો બેચેની જણાય.

[Top]
 

સુપ્રભાતમ્

મહાન માણસોનો સંગ કોનો ઉદ્ધાર કરતો નથી ? જેમકે, હાથીની સૂંઢમાં રહેલો શંખ જગતમાં પવિત્ર મનાય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

માહે રમઝાન

ચાંદ-૨૮    

  તા. ૮-૯-૨૦૧૦

વક્તે

 તા. ૮   સાંજના

 

ઇફ્તાર

સપ્ટેમ્બર

૬-૫૪

ખત્મે

તા.૯

સવારના

સહરી

સપ્ટેમ્બર

૫-૦૨



[Top]
 
 

આજ નું ઔષધ

ઉધરસ- ખાંસીના પ્રકાર, લક્ષણો અને કારણો ખાંસીને આયુર્વેદની પરિભાષામાં 'કાસ' અને અંગ્રેજીમાં Cough - 'કફ' નામથી ઓળખવામાં આવે છે. તળપદી ગામઠી ભાષામાં એને ઉધરસ કે ખોખલી પણ કહેવામાં આવે છે. ઉધરસની ફરિયાદ લઈને કોઈ દરદી આવે તો સારવાર કરતા પહેલાં એનું યોગ્ય નિદાન કરવું ખાસ જરૃરી હોય છે. આ માટે દરદીને તપાસીને તથા કેટલાક પ્રશ્નો પૂછીને નિર્ણય લેવાનો હોય છે. જેમ કે ખાંસી સૂકી આવે છે કે કફયુક્ત ?.... કફ પીળો આવે છે, સફેદ કે લોહી સાથેનો લાલાશ પડતો ? કફમાં પરુ કે સડેલા માંસ જેવી કોઈ વિશેષ વાસ આવે છે ? કફ ચીકણો હોય છે કે ચીકાશ વિનાનો ? ખાંસી ખાતી વખતે ગળામાં, છાતીમાં કે બીજે ક્યાંય દુખાવો થાય છે ? ખાંસી આવે ત્યારે જે અવાજ થાય તે કેવો હોય છે ? શાસ્ત્રકારોએ ખાંસીને એક વિશેષ અવાજ સાથે સરખાવી છે. તૂટેલું કાંસાનું વાસણ જેવો ખોખરો અવાજ કરે તેવો જ અવાજ આવતો હોવાથી ખાંસી માટે સંસ્કૃતમાં 'કાસ' શબ્દ પ્રયોજાયો છે. ઉધરસની 'સંપ્રાપ્તિ' એટલે કે આંતરિક પ્રક્રિયા શી છે ? એના પ્રકાર કેટલા ? ઉધરસની સરળ વ્યાખ્યા કરવી હોય અથવા તો એની આંતરિક પ્રક્રિયા સમજવી હોય તો આમ કહી શકાય ઃ ગળામાં, શ્વાસનળીમાં કે ફેફસામાં કોઈ બિનજરૃરી તત્ત્વ આવી જવાથી તેને બહાર ફેંકવાનો જે કુદરતી પ્રયત્ન થાય તેને ખાંસી કહે છે. આ રીતે ખાંસીનું મૂળ કારણ જાણ્યા વિના એને દાબી દેવામાં આવે તો લાભને બદલે નુકસાન પણ થાય છે. આયુર્વેદમાં ખાંસીના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે જે ટૂંકમાં આ પ્રમાણે છે ઃ (૧) વાયુથી થતી સૂકી ખાંસી ઃ અતિ પરિશ્રમ કરનારા મજૂર લોકોમાં તે ખાસ જોવા મળે છે. કાયમ લૂખો- સૂકો (ઘી- દૂધ વિનાનો) ખોરાક ખાવાથી, ઠંડો, વાસી કે ઠરી ગયેલો આહાર લાંબા સમય સુધી લેવાથી સૂકી ખાંસી થઈ શકે છે. મજૂરી કરનારા કેટલાક લોકો વહેલી સવારે ઘેરથી ટિફીન લઈને નીકળતા હોય છે અને બપોરના એ ઠરેલો, લૂખો, આહાર ખાતા હોય છે. એ જ રીતે પેટ પૂરતુ ખાવા ન મળતું હોય કે લાંબા સમય સુધી ઉપવાસ- એકટાણા કરતા હોય તેવા લોકોને પણ આ પ્રકારની લૂખી ખાંસી થઈ શકે છે. ઝાડો, પેશાબ, વાછૂટ, ભૂખ, ઊંઘ, જેવા કુદરતી હાજતને રોકવાથી અતિ મૈથુન કરવાથી, તૂરા રસનો વધુ પડતો અતિરેક કરવાથી અને ફ્રીજનું પાણી, આઇસક્રીમ, બરફ, કુલ્ફી, ગોળા વગેરે ઠંડા દ્રવ્યોનો અતિરેક કરવાથી વાયુ વધે છે અને એ રીતે લૂખી ખાંસી થવાની શક્યતાને બળ મળે છે. આ પ્રકારની ખાંસીમાં દરદીને (ખાંસી ખાંસીને) છાતી, માથુ, પડખા, પાંસળા તથા લમણામાં દુઃખાવો થાય છે. અવાજ ફાટીને બેસી જાય છે, ગળું અને મોં સૂકાય છે. વારંવાર રૃંવાડા ઉભા થઈ જાય છે. ક્યારેક અંધારા આવે છે. ખાંસી સૂકી હોવાથી કફ નીકળતો નથી અને આથી દરદી અત્યંત થાકી જાય છે. (૨) પિત્તથી થતી ખાંસી ઃ તીખા તમતમતા, ગરમ ખાટા અને દાહ કરનારા (વિદાહી) આહારનું અતિમાત્રામાં સેવન કરવાથી, ભૂખ કરતા અડધું જમવાથી કે વારંવાર ભૂખ્યા રહેવાથી ક્રોધ કરવાથી, અગ્નિ કે સૂર્ય તાપના સતત સંપર્કથી પિત્ત પ્રકુપિત થાય છે અને તે રીતે 'પિત્તજન્ય કાસ'ની ઉત્પત્તિ થાય છે આ પ્રકારની ખાંસીમાં છાતી તથા ગળામાં બળતરા, મોમાં શોષ અને તરસ અને ક્યારેક તાવ પણ જોવા મળે છે. ખૂબ ખાંસી ચડે ત્યારે દરદીને ક્યારેક ઉલટી થઈ જાય છે અને એમાં પીળા રંગનું કડવું- તીખું અને બળતરા કરતું પ્રવાહી બહાર આવે છે. આ રીતની ખાંસી વ્યવહારમાં ઓછી જોવા મળે છે. ઘણા લોકોને ખાંસી આવતી હોય અને આઇસક્રીમ કે એવું કશુંક ઠંડુ ખાય તો આરામનો અનુભવ થાય છે. આવી ખાંસીને 'પિત્તજ' કહી શકાય. (૩) છાતીમાં 'સડ્ સડ્' અવાજ કરતી કફથી થતી ખાંસી ઃ આ પ્રકારની ખાંસી ખૂબ જ પ્રમાણમાં અને સર્વત્ર જોવા મળે છે. કફ કાચો હોય ત્યારે સફેદ, ચીકણો અને મુશ્કેલીથી બહાર નીકળે એવો હોય છે. ખાંસી ખાતી વખતે છાતીમાં 'સડ્ સડ્' અવાજ આવે છે. આજ કફ પાકે ત્યારે સરળતાથી બહાર નીકળે છે અને પીળા રંગનો તથા ઓછી ચીકાશવાળો બની જાય છે. જે લોકો નિરંતર ગળ્યા, ચીકણા, ભારે અને (દહીં, ગોળ જેવા) અભિષ્યંદિ દ્રવ્યોનું સેવન કરે છે, રાત્રે કે દિવસે વધુ પ્રમાણમાં સૂએ છે તથા આળસુ કે બેઠાડુ જીવન જીવે છે તેમને જે ખાંસી આવે છે તે ખાસ કરીને કફયુક્ત હોય છે. આ પ્રકારમાં દરદીનું મોં કફથી લેપાયેલું રહે છે અને બળખામાં જે કફ આવે તે ઘાટો, વજનદાર અને ચીકણો હોય છે. ગળામાં ખંજવાળ, માથામાં ભારેપણું કે દુઃખાવો અને અરુચિ જેવા લક્ષણો પણ જોવા મળે છે. આધુનિક મતથી વિચારીએ તો કફજ કાસના લક્ષણો બ્રોન્કાઇટીસને મળતા આવે છે. (૪) ફેફસામાં ઇજા થવાથી થતી ખાંસી 'ક્ષતજ કાસ' ઃ 'ક્ષત' એટલે જખમ અથવા ઇજા. છાતીમાં જખમ થવાથી બળખા સાથે લોહી પણ પડે છે. આયુર્વેદમાં આ પ્રકારની ખાંસીને 'ક્ષતજ કાસ' કહે છે. અતિ મૈથુન કરવાથી, ગજા ઉપરાંતનો શારીરિક શ્રમ કરવાથી, વધુ પડતો ભાર ઉંચકવાથી, શક્તિ કરતા વધારે અને રોજેરોજ ચાલવાથી, પોતાનાથી બળવાન હોય તેની સાથે લડવાથી શરીરમાં રુક્ષતા ઉત્પન્ન થાય છે અને એ રીતે અચાનક છાતીમાં જખમ જેવું થાય છે. આ સ્થાનમાં વાયુ પ્રવેશીને ખાંસીને ઉત્પન્ન કરે છે- શરુઆતમાં ખાંસી લૂખી હોય છે પણ વારંવાર ખાંસી આવતી રહેવાથી છાતીમાં, ફેફસાના વાયુ કોષોમાં ઘા પડે છે, ગળુ છોલાય છે અને અચાનક એમાંથી લોહી પડવાનું શરુ થાય છે જખમ મોટો હોય તો શરુઆતથી જ ખાંસી સાથે લોહી પડવા લાગે છે. દરદીને ગળા તથા છાતીમાં દુઃખાવો થાય છે અને અંદર જાણે સોંય ભોંકાતી હોય એવી વેદના પણ થાય છે. આખું શરીર તૂટે છે. તરસ લાગે છે અને શ્વાસ કે સ્વરભેદ (અવાજ બેસી જવો) જેવા ઉપદ્રવો પણ થાય છે. ખાંસી આવે ત્યારે જાણે કબૂતર ઘૂઘવતું હોય એમ છાતીમાંથી અવાજ આવે છે. (૫) ક્ષયના કારણે થતી ખાંસી - 'ક્ષયજ કાસ' ઃ અયોગ્ય અને અનિયમિત આહારથી, અતિ માત્રામાં સ્ત્રી સંયોગ કરવાથી, મળ-મૂત્રાદિના વેગો રોકવાથી, અતિશય શોક અને ઘૃણાવાળા સ્વભાવની વ્યક્તિનો જઠરાગ્નિ મંદ થઈ જાય છે અને એવી સ્થિતિમાં જે કાંઈ ખાય તેમાંથી યોગ્ય ધાતુઓનું નિર્માણ ન થવાથી ધીમે ધીમે શરીર કૃશ થવા લાગે છે, આખા શરીરમાં તોડ (પીડા) થાય છે તાવ જેવું રહે છે અને ખાંસી સાથે ઘાટો કફ, પરૃ તથા લોહી નીકળે છે. આમ શાસ્ત્રીય દ્રષ્ટિએ ખાંસીના પાંચ પ્રકાર બતાવેલા છે. - વત્સલ વસાણી

[Top]
 

આજ ની જોક

મુંબઈના વરલીના દરિયા કિનારે છગન અને લીલી સાંજની ચાલવાની કસરત કરતા હતા. એ વખતે છગનના બુટ ચમચમ અવાજ કરતા સાંભળીને લીલી બોલી, ‘‘આ બુટ ચોરેલા છે કે શું ?’’
‘‘અરે, હોતું હશે ?’’ છગને કહ્યું, ‘‘આ પેન્ટ, શર્ટ, કોટનો અવાજ આવે છે ?’’

[Top]
 

આજ ની રેસીપી

શિંગોડાનાં ઢોકળાં

સામગ્રીઃ ૨ વાટકી શિંગોડાનો લોટ, ૧ વાટકી શેકેલ સીંગદાણાનો ભૂકો, ૨ વાટકી ખાટી છાશ, મીઠું, મરચું, આદુ, જીરું, સાજીના ફૂલ.
રીતઃ સવારે ઢોકળાના લોટની માફક જ શિંગોડાના લોટને અને સિંગદાણાના ભૂકાને મિક્સ કરી છાશમાં પલાળી રાખવા. ૨-૩ કલાકે તેમાં પ્રમાણસર મીઠું મરચા તથા આદુ વાટીને, થોડું જીરું અને ચપટી સાજીના ફૂલ નાખી હાથથી સારી રીતે હલાવીને ફીણવું. પછી ઢોકળાની થાળી હોય તો તેમાં નહીંતર સ્ટીલના ચપટા ડબ્બામાં ઘીનો હાથ લગાવી કુકરમાં મુકી બાફવું. સહેજ ઠંડુ પડે એટલે ચોસલા કાપી લેવા ઉપર સજાવટ માટે કોપરાની છીણ તથા કોથમીર ભભરાવવી.
[Top]

 

 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved