| Last Update : 07-Sept.-2010, Tuesday |
|
|
|
|
|
|
| મેચ-ફિકસિંગની ગીતમાલા... |
| |
પાકિસ્તાની ટીમનો યાસીર હમીદ પહેલાં એમ બોલ્યો કે બધી જ પાકિસ્તાની મેચો ફિક્સ હોય છે, અને લગભગ બધા પ્લેયરો પણ ફિકસીંગમાં છે !
પણ પછી એ ફરી ગયો ! શા માટે ? કારણ કે એ હવે બુકીઓ સામે અદનાન સામીના અવાજમાં ગાઈ રહ્યો છે...
'મુજ કો ભી તૂ ફિક્સ કરા દે !
બંગલા મોટરકાર દિલા દે...
કૈસે કૈસોં કો દિયા હૈ
ઐસે વૈસોં કો દિયા હૈ
મુજ કો ભી તૂ પાઉન્ડ દિલા દે !'
* * *
ફિકસીંગમાં ફસાયેલા ત્રણ પાકિસ્તાની પ્લેયરો કહે છે, અમે પૈસા લીધા હતા એ સાચું, પણ એ ફિકસીંગના નહોતા ! બિચારા ત્રણે જણા ભોળા બનીને 'પ્રેમરોગ'નું ગાયન ગાય છે...
'યે ફિકસીંગ હૈ કયા ચીજ ?
હમ કો બતાઓ...
યે કિસને શરૃ કી ?
હમેં ભી સુનાઓ...'
* * *
આ તરફ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના અધિકારીઓ 'ઇશ્ક'ની ટયૂનમાં લાળા ચાવી રહ્યા છે...
'ફિકસ હુઆ ? કૈસે હુઆ ?
ના મૈં જાનું, ના તૂ જાને...
ફિકસ હો ગયે કયું દિવાને ?'
* * *
કહે છે કે શ્રીલંકાનો એક ટોચનો ખેલાડી પણ આ કૌભાંડમાં સંડોવાયેલો છે ! (ઝુક ગયા આસમાન)
'કૌન હે જો ફિકસીંગ મેં આયા ?
કૌન હે જો 'ડિલ' મેં સમાયા ?
લો મિલ ગયા કાલિયા ભી
'ફિકસ' નયા રંગ લાયા !'
* * *
આખું કૌભાંડ ખૂલી ગયા પછી પ્રેક્ષકોને પણ ચિંતા થઈ રહી છે. ('દો બદન')
જરા સી 'નૉ-બોલ' હોતી હૈ
તો દિલ સોચતા હૈ...
કહીં યે 'ફિક્સ' તો નહીં ?
કહીં યે 'ફિકસ' તો નહીં ?
* * *
અને જે રીતે આઇસીસીના ચેરમેન શરદ પવાર 'નરો વા કુંજરો વા' કરીને શાંતિથી બેઠા છે એના પરથી બધાને લાગે છે કે...
'તૂ ચીજ બડી હૈ ફિક્સ-ફિક્સ...
તૂ ચીજ બડી હૈ ફિક્સ !'
- મન્નુ શેખચલ્લી |
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|
|