| Last Update : 07-Sept.-2010, Tuesday |
|
|
|
|
|
|
|
 |
|
| અજમાવી જુઓ |
| |
* દૂધ બળી ગયું હોય તો તેમાંથી બળવાની દુર્ગંધ દૂર કરવા ત્રણ-ચાર નાગરવેલનાં પાન દૂધમાં નાખી ફરી ગરમ કરવું.
* લોટ બાંધતી વખતે સામાન્ય રીતે લોટ હાથમાં ચોંટી જતો હોય છે એ લોટવાળા હાથથી ક્રોકરી સાફ કરવાથી ચકચકિત થાય છે.
* રેફ્રિજેટરનો અંદરનો ભાગ સફેદ સરકાથી સાફ કરવાથી ફ્રિજમાં ફંગસ થવાની શક્યતા રહેતી નથી.
* કેરીના ખાટા અથાણામાં સરકો નાખવાથી અથાણું સ્વાદિષ્ટ લાગે છે. તેમજ લાંબા સમય સુધી બગડતું નથી.
*દૂધ ઉકળતું હોય ત્યારે તેમાં એક વાડકી મૂકી દેવાથી દૂધ ઊભરાશે નહીં.
* કોથમીર ન હોય અને ઘરમાં તૂરિયા પડ્યાં હોય તો તેની છાલની ચટણી બનાવવાથી કોથમીરની ચટણી જેવો જ સ્વાદ આવશે.
* દાળ-શાક બની ગયાં બાદ ઉપરથી તેલનો વઘાર કરવાથી તેલ ઓછું વપરાશે અને ઉપર તેલ તરતું દેખાશે.
* તાળું કટાઇ ગયું હોય તો તાળામાં તેલ પૂરવું અથવા કેરોસિન હોય તો તેમાં ડૂબાડી દેવું.
*છત્રીને ચકચકિત કરવા કપડાં પર થોડું સ્પિરિટ લઇ છત્રી લૂછવી.
* જૂના થઇ ગયેલા સેલને એલ્યુમિનિયમનાં વાસણમાં રાખી બે-ત્રણ કલાક તડકામાં રાખવાથી ફરી કામ કરતાં થાય છે.
* સુકાઇ ગયેલા શૂ-પોલિશમાં ટરર્પેન્ટાઇનના થોડા ટીપાં નાખી ૧૦-૧૨ કલાક રાખવાથી શૂ-પોલિશ વાપરવાલાયક થશે.
*કપડાનો રંગ પાકો કરવા માટે તેને ફટકડી અથવા મીઠું ભેળવેલ પાણીમાં રાતભર ડૂબાડી રાખી છાયામાં સૂકવી દેવું.
* વાસણમાંથી કાંદાની દુર્ગંધ દૂર કરવા મીઠાના પાણીથી ધોવા.
મીનાક્ષી તિવારી
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|
|