સાવલી -
સાવલી તાલુકામાં એક શાળાના હોદ્દેદારના પુત્ર અને તેની સાળી ના અશ્લીલ એમ.એમએસ પ્રકરણમાં પોલીસ મથકે યુવક અને શાળાનાં માળી સામે નોંધાયેલ ફરિયાદમાં ગત મોડી રાત્રે વિરલ પટેલ પોલીસ મથકે હાજર થતા તાલુકામાં ફરીથી એમ.એમ.એસ. પ્રકરણ ચર્ચામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત માસે સાવલીમાં એક શાળાનાં હોદ્દેદારના પુત્રે શાળાના ઓરડામાં તેની સાળી સાથે કામલીલા કરતી કલીપીંગ તાલુકાવાસીઓના મોબાઇલ માં ફરતી થતા ચકચાર મચી જવા પામી હતી. જે બાબતે શાળા કેળવણી મંડળનાં હોદ્દેદારોના ધ્યાન પર આવતા કેળવણી મંડળના મંત્રીએ સાવલી પોલીસ મથકે વિરલ પટેલ અને શાહભાઇ મફતભાઇ ઠાકોર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં ઠેરઠેર લોકોના મોબાઇલ ચેક કર્યા હતા. ત્યારે એક મોબાઇલ વાળા યુવકમાં બહુચર્ચીત કલીપીંગ મળતા તેની અટક કરી હતી. અને કલીપીંગ માના યુવક અને શાળાનાં માળીની ધરપકડના ચક્રો શરૃ કર્યા હતા. દરમિયાન ગત રાત્રે વિરલ પટેલ સાવલી સર્કલ પોલીસ અધિકારી સમક્ષ હાજર થતા ફરીથી એમ.એમ.એસ. પ્રકરણ ચર્ચાનો વિષય બન્યો હતો.
પોલીસે વિરલ પટેલની ધરપકડ કરી એમ.એમ.એસ. કાંડની હકીકતો તેમાં અન્ય કઇ વ્યક્તિ ની સંડોવણી છે. એમ.એમ. એસ. કેવી રીતે ફરતો થયો વિગેરે વિગતો મેળવવા કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.