મુંબઈ - બોલીવૂડના સ્ટાર્સના સંબંધો વિશે કોઈ પણ કાયમી સમીકરણ માંડી શકાય તેમ નથી. અને આમાં સલમાન ખાન અને કેટરિના કૈફના સંબંધ વિશે તો ચોક્કસપણે કંઈ પણ કહી શકાય તેમ નથી. તેમના બ્રેકઅપના હોબાળાના લગભગ એક સપ્તાહ પછી કેટરિના અને સલમાન એકબીજા સાથે જોવા મળ્યાં હતાં. શનિવારે રાત્રે આ બન્ને ફિલ્મ સિટી ખાતે એક વેનિટિ વેનમાં એકબીજા સાથે વાતોમાં મશગૂલ જોવા મળ્યાં હતાં.
આ દરમિયાન તેમની સાથે ફારાહખાન પણ હતી સૂત્રે જણાવ્યા પ્રમાણે, ''સલમાન 'દબંગ'ની એક સ્પેશિયલ સ્ક્રિનિંગમાં હતો. કેટરિના અક્ષય કુમાર સાથે ફારાહ ખાનની ફિલ્મ 'તીસ માર ખાન'નું શૂટિંગ કરી રહી હતી. કેટરિનાએ સલમાનને ફોન કરીને તેને મળવા આવવાનું કહ્યું હતું. ૧૫ મિનિટમાં જ સલમાન કેટરિના પાસે પહોંચી ગયો હતો.
આ સમય આ બન્નેએ ખૂબ જ વાતો કરીને વિતાવ્યો હતો. સૂત્રે જણાવ્યા પ્રમાણે, ''ફારાહ એડેલેબ્સમાં 'દંબગ'નું સ્પેશિયલ સ્ક્રિનિંગ ચાલતું હતું ત્યાં ગઈ હતી. તે સલમાનને પોતાની સાથે લઈ આવી હતી. હકીકતમાં તો સલમાને કેટરિના, ફારાહ અને અક્ષયને પણ આ સ્ક્રિનિંગમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. સલમાને 'તીસ માર ખાન'ના સેટ પર આ ત્રણે સાથે વાતો કરી હતી.''
કેટરિનાના એક અંગત સૂત્રે જણાવ્યા પ્રમાણે, ''હવે સલમાન અને કેટરિના પ્રિય પાત્રો તરીકે મળતાં નથી. આ બન્ને હજુ સુધી તેમના સંબંધો પ્રત્યે સ્પષ્ટ નથી. પ્રેમ સંબંધ ચાલુ રાખવો કે નહીં તે તેઓ નક્કી કરી શકતાં નથી. કોઈ વાર તેમને લાગે છે કે તેમણે તેમના સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દેવું જોઈએ. પરંતુ બીજી જ ક્ષણે તેમને લાગે છે કે તેમણે તેમના મતભેદો દૂર કરવા પ્રયત્નો કરવા જોઈએ.'
|