Last Update : 06-Sept.-2010, Monday
દ્રોણાચાર્યનું ‘ટયૂશન’ લઈ નાંખો !
 

ગઈકાલે ‘શિક્ષક દિન’ હતો ને ? દ્રોણાચાર્ય ગુજરાતમાં ફરવા પધાર્યા હતાં.
પણ રવિવાર હતો એટલે નિશાળો બંધ હતી અને ટ્યૂશન કલાસીસ ધમધમતા હતા ! શોપિંગ સેન્ટરોમાં ઘેટાં-બકરાંની જેમ ભરેલાં કલાસીસ જોઈને એ દુઃખી થઈ ગયા.
‘‘આ...આ બઘું શું છે ? આવા બંધિયાર વાતાવરણમાં શિક્ષણકાર્ય ? અસંભવ ! તમે લોકો વૃક્ષો નીચે કેમ નથી જતા ?’’
‘‘એ કાકા, ઝાડ નીચે તો આજકાલ કપલિયાં જ હોય !’’ કલાસીસના સંચાલકે ચોપડાવી.
‘‘કપલિયાં ? એ વળી શું ?’’
‘‘તમને ના ખબર પડે ! અહીં શેના માટે આયા છો ? કોઈની ફી ભરવાની છે ?’’
‘‘મને ઓળખતા નથી ? હું દ્રોણાચાર્ય છું ! મને એમ કહો કે શિક્ષણ કાર્ય માટે તમે ગુરૂદક્ષિણામાં શું માગો છો ?’’
સંચાલક હસ્યો ‘‘તમે અંગૂઠો કાપી લેતા હતા ને ? અમે તો વાલીઓનાં ખિસ્સાં જ કાપી લઈએ છીએ !’’
‘‘જુલમ છે !’’ દ્રોણાચાર્ય વ્યથિત થઈ ગયા ‘‘તમને ખબર છે ? બાણાવળી અર્જુન મારો શ્રેષ્ઠ વિદ્યાર્થી હતો...’’
‘‘અમે બી તમારી જ સ્ટાઈલથી ભણાવીએ છીએ ! બોર્ડમાં સારા ટકા લાવનારો તો એકાદ જ હોય ને ? બાકીનાને તો તમે જેમ કૌરવોને ભણાવતા હતા એમ જ લબડધક...’’
‘‘હેં ? શું કહ્યું ? મેં કૌરવોને લબડધક ભણાવ્યું ?’’
‘‘હાસ્તો વળી ? નહિતર ડફોળો ૧૦૦ હતા, છતાં પાંચ જણા સામે આખું યુદ્ધ શેના હારી ગયા ?’’
‘‘દ્રોણાચાર્ય ડઘાઈ ગયા !’’
સંચાલકે એમના ખભે હાથ મુકતાં કહ્યું ‘‘વડીલ, ટેન્શન ના કરો. મહાભારત હોય કે મોડર્ન ભારત, બઘું સરખું જ છે !’’
- મન્નુ શેખચલ્લી

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved