Last Update : 06-Sept.-2010, Monday
યુપીએ વિરૂઘ્ધ કોંગ્રેસના યુનિયનની હડતાલ
 
નવી દિલ્હી, તા.૪

નવી દિલ્હી,
યુપીએ (ટુ) એટલે કે ૨૦૦૯માં રચાયેલી મનમોહન સરકાર અને કોંગ્રેસ પક્ષના સંગઠન વચ્ચે ખટરાગ વધી રહ્યો હોવાના વઘુને વઘુ સંકેતો મળતા જાય છે. સંગઠન અને સરકાર વચ્ચે જેવો અસરકારક તાલમેલ યુપીએ (૧) એટલે કે ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન જોવા મળતો હતો. તેના કરતા આ પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત છે એકથી વઘુ વખત એવું બન્યું છે કે કોંગ્રેસ પક્ષ સરકારના કોઇ પગલાંનો બચાવ કરવાની સ્થિતિમાં ના હોય પાકિસ્તાન સાથેની મંત્રણાની વાત હોય મમતાની રેલીમાં માઓવાદીઓની હાજરીનો મુદ્દો હોય કે છેલ્લામાં છેલ્લે જોઇએ તો ચિદમ્બરમનું ભગવા આતંકવાદનું નિવેદન હોય કોંગ્રેસે કાં તો સમસમીને બેસી રહેવું પડે છે અથવા તો નરોવા કુંજરોવા જેવુ ગોળ ગોળ વલણ અપનાવવું પડે છે. મનમોહનસિંઘ પોતાના પ્રધાનોને કાબુમાં રાખી શકતા નથી અને બીજી તરફ પક્ષ સાથે તાલમેલ પણ સાધી શકતા નથી.
આનો વઘુ એક સંકેત આગામી તા. સાતમી સપ્ટેમ્બરે દેશભરના કામદાર યુનિયનો દ્વારા અપાયેલુ સંયુક્ત હડતાલનું એલાન છે. દેશના મોટાભાગના કામદાર સંગઠનો એક ધરી હેઠળ આવ્યાં છે અને તેમણે સાથે મળીને ખાસ કરીને જેને મનમોહનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે એવી કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં આ હડતાલનું એલાન આપ્યું છે. સરકાર સમગ્ર મોરચે નિષ્ફળ ગઇ છે, કામદારો અને મઘ્યમવર્ગીયો નોકરીયાતોનું કોઇ હામી રહ્યું નથી અને ખાસ કરીને મોંઘવારીને ખાળવામાં આ સરકાર કોઇ અસરકારક પગલાં લઇ રહી નથી એવા આરોપો સાથે આ હડતાલનું આયોજન થયું છે. કોંગ્રેસ પક્ષ માટે ક્ષોભજનક સ્થિતિ એ છે કે કોંગ્રેસની પોતાની કામદાર પાંખ ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (ઇન્ટુક) આ હડતાલમાં સામેલ છે એટલું જ નહિં ઇન્ટુકના વડા સંજીવ રેડ્ડી આ હડતાલના સંયોજક છે. કોંગ્રેસ સંજીવ રેડ્ડીને રાજ્યસભામાં પણ સ્થાન આપ્યું છે. આ ઉપરાંત ઇન્ટુકના વડા તરીકે તેઓ કોંગ્રેસ કારોબારીના આમંત્રિત સભ્ય પણ છે. આમ છતાં પણ સંજીવ રેડ્ડીએ ડાબેરીઓના સંગઠનો સાથે હાથ મિલાવ્યા છે અને આ હડતાલને સફળ બનાવવાનું આહવાન કર્યું છે. રેડ્ડી સાફ સાફ કહે છે કે કામદારોની હાલત એટલી કથળતી જાય છે અને મોંઘવારીના માર હેઠળ મઘ્યવર્ગ ભીંસાતો જાય છે, ગરીબો ભુખે મરી રહ્યા છે. યુપીએ સરકારની આર્થિક નીતિઓથી માત્ર પુંજીપતિઓને ફાયદો થઇ રહ્યો છે એક કોંગ્રેસી હોવા છતાં તેઓ યુપીએ સરકારની વિરૂઘ્ધ મોરચો કેમ રચી રહ્યા છે તેવા સવાલના જવાબમાં સંજીવ રેડ્ડીએ કહ્યું હતું કે સાચો કોંગ્રેસી હંમેશા ગરીબોની ભેર તાણે છે અત્યારે હું એક સાચા કોંગ્રેસી તરીકેની જ ભૂમિકા ભજવી રહ્યો છ.
સ્વાભાવિક રીતે જ આ ઘટનાક્રમથી ખાસ કરીને જુની પેઢીના કોંગ્રેસીઓમાં ખળભળાટ છે. પોતાના જ પક્ષનું યુનિયન પોતાની જ સરકાર સામે અવાજ ઉઠાવે એ તેમને બહુ શરમજનક સ્થિતિ લાગે છે. કહે છે કે નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ પોતાના આ વર્ષો જુના સાથીને સમજાવવા પ્રયાસ કરી જોયા હતા પણ રેડ્ડી ટસના મસ થયા ન હતા. ગુરૂદાસ દાસગુપ્તા જેવા ડાબેરી નેતાઓ સાથે બેસવા બાબતે રેડ્ડી કહે છે કે જો કોંગ્રેસ ડાબેરીઓના ટેકાથી સરકાર રચી શકતી હોય તો અમે ડાબેરીઓના ટેકાથી આંદોલન કેમ ના ચલાવી શકીએ.
કોંગ્રેસનાં વર્તુળો કહે છે કે રેડ્ડી હવે તો સરકાર સાથે વાટાઘાટોના આમંત્રણ પણ ઠુકરાવી રહ્યાં છે. આ વર્તુળો કહે છે કે પક્ષમાં રેડ્ડીનાં વલણને અનુમોદન આપનારા વધતા જાય છે. મનમોહન સરકાર સામે કોંગ્રેસ પક્ષમાં જ અસંતોષ વધી રહ્યો છે મોંઘવારી મુદ્દે સરકાર નિષ્ફળ ગઇ છે એવું પક્ષમાં તમામ લોકો કબુલે છે અને સાથે સાથે એ પણ સ્વીકારે છે કે ગ્રામ પંચાયતો અને મ્યુનિસિપાલટીઓથી માંડીને આગામી વિધાસભા ચૂંટણીઓમાં પણ કોંગ્રેસને સૌથી વઘુ મોંઘવારીનો મુદ્દો જ કનડવાનો છે એ હકીકત છે. ઇન્ટુક પાસે એવા સમર્પિત કાર્યકરોની ફોજ છે જેમણે દાયકાઓ કામદાર લડતમાં ખર્ચી નાખ્યા છે. આ કાર્યકરો ખુદ મઘ્યવર્ગમાંથી આવે છે અને તેમણે કામદારો વચ્ચે જ રહેવાનું છે વધતી જતી મોંઘવારી અને સરકારની મોટા ઉદ્યોગો તરફી નીતિઓ અંગે તેઓ કામદારોને કોઇ જ જવાબ આપી શકતા નથી. છેવટે તેમણે પોતાની જ કહેવાય તેવી સરકાર સામે આંદોલનો બુંગિયો ફૂક્યો છે. હજુ તો ફેબુ્રઆરીમાં સંસદભવન પર કામદારોની સંયુક્ત કૂચ થવાની છે. તેનું સુકાન પણ રેડ્ડી સંભાળવાના છે ત્યારે તો સરકારની હાલત વધારે કફોડી થવાની છે રસપ્રદ બાબત એ છે આરએસએસનું કામદાર સંગઠન ભારતી મઝદુર સંઘ કામદાર સંગઠનોના આ સંયુક્ત મોરચામાં સામેલ તો છે પરંતુ તે તા.સાતમી સપ્ટેમ્બરની હડતાલમાં જોડાવાનું નથી.

 

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved