Last Update : 06-Sept.-2010, Monday
મેચ ફિક્સિંગમાં સંડોવાયેલા ખેલાડીઓને ડ્રેસિંગરૂમથી દૂર રાખવા જોઇએ ઃઆફ્રિદી

પાકિસ્તાનના કેપ્ટન આફ્રિદીએ આઇસીસીની તરફેણ કરતાં પીસીબીને આંચકો
બટ, આસિફ અને આમીર સામે ૨૩ આક્ષેપો મુકાયા ઃ કેપ્ટન બટને બહારના વ્યક્તિઓ સાથે મુલાકાતો ઘટાડવા પાંચ વખત ચેતવણી અપાઇ હતી

કેર્ડિફ,
કેપ્ટન બટ સહિત ફાસ્ટ બોલર આમીર અને આસિફ જંગી રકમ લઇને નો-બોલ ફિક્સ કરતાં હોવાના ચોંકાવનારા ઘટસ્ફોટ બાદ ખેલાડીઓએ નાણાં લીધા હોવાની કબુલાત કરવા છતાં પાકિસ્તાન બોર્ડ તો તેના ખેલાડીઓને નિર્દોષ જ ગણાવી રહ્યું છે. જો કે પાકિસ્તાનના વન ડે અને ટ્વેન્ટી-૨૦ ટીમના કેપ્ટન આફ્રિદીએ મેચ ફિક્સિંગ કરનારા ખેલાડીઓને તપાસ પુરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવાના નિર્ણયની તરફેણ કરતાં પાકિસ્તાનના બોર્ડને આંચકો આપ્યો છે. આક્રમક મિજાજ માટે જાણીતા આફ્રિદીએ નિડર કોમેન્ટ કરતાં કહ્યું છે કે, મેચ ફિક્સિંગમાં સંડોવાયેલા ખેલાડીઓને પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમથી દૂર જ રાખવા જોઇએ.
બટ, આસિફ અને આમીરને બચાવવાના પ્રયત્નો કરી રહેલા પાકિસ્તાનના બોર્ડને આકરો ફટકો પહોંચાડતાં આફ્રિદીએ કહ્યું હતુ કે, હાલ તો આ ખેલાડીઓ અમારા ડ્રેસિંગ રૂમથી દૂર જ રહે તેમાં જ ટીમનું ભલું છે. બેશરમ પાકિસ્તાન બોર્ડે ખેલાડીઓ સામે પગલાં ન લેતાં આખરે આઇસીસીને કાર્યવાહી કરવી પડી હતી. આફ્રિદીએ મેચ ફિક્સિંગ કૌભાડ અંગે ક્રિકેટ ચાહકોની માફી માંગી હતી અને કહ્યું હતુ કે, પાકિસ્તાનનો ઇંગ્લેન્ડ પ્રવાસ ચાલુ જ રહેશે.
મેચ ફિક્સિંગ વિવાદ બાદ ‘ન્યુઝ ઓફ વર્લ્ડે’ રીલીઝ કરેલા નવા વિડિયોમાં ઓપનર યાસિર હમિદને એમ કહેતો બતાવ્યો છે કે, પાકિસ્તાનના ખેલાડીઓ તો તેઓની લગભગ તમામ મેચો ફિક્સ કરાવવા માંગે છે. આ ઘટસ્ફોટ બાદ પાકિસ્તાનના બોર્ડને વઘુ એક ફટકો પહોંચ્યો હતો. આફ્રિદીએ કહ્યુ હતુ કે, અમે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ રહ્યા છીએ. અમે આ હાલતમાં પ્રવાસ પડતો મુકી સ્વદેશ પરત ફરી શકીએ નહીં. બધા જાણે છે કે ઇંગ્લેન્ડનો પ્રવાસ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ માટે કેટલો મહત્વનો છે. હું એમ પણ માનું છુ કે મેચ ફિક્સિંગના આરોપી એવા બટ, આસિફ અને આમીરને ડ્રેસિંગ રૂમથી દુર જ રાખવા જોઇએ, આમ કરવું અમારી ટીમના હિતમાં છે.
પાકિસ્તાનના મેચ ફિક્સર ખેલાડીઓને કથિત બુકી માજીદ પાસેથી નાણાં લીધા હોવાની કબુલાત કરી દીધી હોવાથી પાકિસ્તાન બોર્ડે નવુ કારણ બતાવતાં કહ્યું કે, અમારા ‘નિર્દોષ’ ખેલાડીઓને તો ખબર નહતી કે માજીદ બુકી છે તેમણે તો સ્પોન્સરશીપની રકમ લીધી હતી. જો કે પાકિસ્તાનના આ ત્રણ જ ખેલાડીઓને એવા કયાં સ્પોન્સરે રાતોરાત આટલી મોટી રકમ આપી. વઘુમાં મોટાભાગની સ્પોન્સરશીપ ડીલમાંથી નાણાંની ચુકવણી ચેકથી કે સીધા બેન્કના વ્યવહારોથી થતી હોય છે, જ્યારે ખેલાડીઓ પાસેથી રોકડ રકમ મળતાં તે મેચ ફિક્સિંગ માટેની જ હોવાની શંકા વઘુ મજબુત બની છે.
દરમિયાનમાં આઇસીસીએ મેચ ફિક્સિંગના આરોપી ખેલાડીઓ સામે કુલ ૨૩ આરોપ મુક્યા છે. દરેક ખેલાડી સામે છ પાંના ભરીને આરોપનામું રજુ કરવામાં આવ્યું છે અને તમામ આરોપ આઇસીસીના એન્ટી કરપ્શન કોડના આર્ટિકલ ૨ હેઠળના છે. કેપ્ટન બટ સામે સૌથી લાંબી ચાર્જશીટ રજુ કરવામાં આવી છે. કુલ ૧૮ પાનાનું આરોપનામું આપવામાં આવ્યું હતુ. પાકિસ્તાનની ટેસ્ટ ટીમના કેપ્ટન બટ અને વેટરન ફાસ્ટ બોલર આસિફ પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે ૧૮ વર્ષના આમીરના મામલે આઇસીસી થોડુ કુણું વલણ અપનાવે તેવી શકયતા છે.
મીડિયામાં વહેતા થયેલા અહેવાલ મુજબ પાકિસ્તાનની ટેસ્ટ ટીમનો કેપ્ટન સલમાન બટ કોઇ પ્રકારના નિયમોને અનુસરતો નહતો અને ટીમ મેનેજમેન્ટના નિયમ બહાર અજાણ્યા વ્યક્તિઓને મળવા જતો રહેતો હતો. આ માટે બટને પાંચ વખત ચેતવણી આપવામાં આવી હતી પણ તે સુધર્યો નહતો. સ્કોટલેન્ડ યાર્ડે હજુ મેચ ફિક્સિંગના મામલે કોઇ જાહેરાત કરી નથી પણ કેટલાક અહેવાલમાં જણાવાયું છે કે, પાકિસ્તાનની ટેસ્ટ ટીમના કેપ્ટનના રૂમમાથી સ્ટિંગ ઓપરેશન કરનારા બ્રિટીશ ટેબ્લોઇડના ૧૦ થી ૧૫ હજારના બીલો મળી આવ્યા છે.

Share |
  More News
પોલીસનું કામ પ્રજાએ કર્યું બે ચેઈન સ્નેચરો પકડાયા
સચિવાલયમાં પસ્તીના નિકાલ માટે બોગસ સંસ્થાઓને ફાળવણી
કલગીની કસ્ટડી મેળવવા કાયદા વિભાગને અરજી
૬૦ ટકા ગ્રાહકોએ ખોટા દસ્તાવેજોને આધારે સીમકાર્ડ મેળવ્યા
ચોમેરથી ઘેરાયેલા કલમાડીને પ્રફુલ્લ પટેલનો અણધાર્યો ટેકો
મીરા રોડની સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ઓગસ્ટમાં અમેરિકામાં ૫૪ હજારે નોકરી ગુમાવી ઃ બેકારીનો દર ૯.૬ ટકા
મુંબઈ હુમલાનો કેસ આગળ વધારવામાં પાક.ના અખાડા
પાક.ના મેચ ફિકસર ક્રિકેટરો બટ્ટ, આમિર, આસિફે બુકી પાસેથી નાણાં લીધા હોવાની કબુલાત કરી
 
  More News
લો કોસ્ટ એરલાઈન્સ કંપનીઓની હરણફાળ ઃ નવા ૪૬ વિમાન ખરીદશે
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર ઓગસ્ટ મહિનામાં રૃ.૨,૯૧,૦૧૮ કરોડનાં કામકાજ
સેન્સેક્ષ ૧૮૫૫૫ ઉપર બંધ થતાં ૧૮૮૮૮; નિફ્ટી ૫૫૫૫ ઉપર ૫૬૮૮ દેખાશે ઃ સપોર્ટ ૧૭૮૮૮, ૫૩૫૩
રાજકોટમાં રમાયેલી ભારત-શ્રીલંકા વચ્ચેની વન-ડે 'ફિક્સ થયેલી ?'
નડાલ, મરે અને ક્લાઇસ્ટર્સની યુ.એસ. ઓપનમાં આગેકૂચ
રાજકોટમાં રમાયેલી ભારત-શ્રીલંકા વચ્ચેની વન-ડે 'ફિક્સ થયેલી ?'
શાહરુખે સલમાનની બોડીનાં વખાણ કર્યા
ફિલ્મોને નિષ્ફળતા મળતાં યશરાજે કાર્યપદ્ધતિ બદલી
નવોદિત અભિનેત્રીથી દૂર રહેતો રણબીર કપૂર
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved