Last Update : 06-Sept.-2010, Monday
લાલાબાગચા રાજાના તમામ દર્શનાર્થીઓ ઉપર ચાંપતી નજર
૧૦૦ સીસીટીવી ઉપરાંત આ ૧૦ કેમેરા આઇબીના આદેશને પગલે સલામતીના કારણોસર લગાડશે

મુંબઇ - રાજ્યની પોલીસ અને ગણેશ મંડળોને ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)એ ગણેશોત્સવ દરમિયાન વધારાની સતર્કતા રાખવાનું જણાવ્યું હોવાથી શહેરના સુપ્રસિદ્ધ 'લાલબાગચા રાજા' સાર્વજનિક ગણેશોત્સવ મંડળે લોકોની હિલચાલ પર નજર રાખતા ૧૦ કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે.
૫૦ ક્લોઝ સર્કિટ ટેલિવિઝન (સીસીટીવી) કેમેરા ઉપરાંત આ ૧૦ કેમેરા પંડાલની અંદર અને આસપાસ સારી રીતે નજર રાખી શકાય એવા સ્થળોએ લગાવવામાં આવશે.

લાલાબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સેક્રેટરી સુનીલ જોશીએ કહ્યું હતું કે દર્શનાર્થીઓની સલામતી અમારી મુખ્ય પ્રાધાન્યતા હોવાથી અમે આ અત્યાધુનિક કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે. આ કેમેરા માત્ર લોકો પર જ નહીં, પરંતુ ત્યાંથી પસાર થતાં વાહનો પર પણ નજર રાખશે. આ કેમેરામાં ઝડપાયેલા ફોટા તેના ડેટાબેઝમાં સંઘરાઈ જશે. આ કેમેરાની ખાસિયત એ છે કે તે પોતાનું લક્ષ્ય ઓળખીને આપોઆપ તેની તરફ ફરશે. તેના નાઇટ વિઝન કેમેરા શેરીની લાઇટના અજવાળામાં પણ પોતાનું લક્ષ્ય ઓળખી કાઢશે. આ ડોમ કેમેરા ૧૮૦ ડિગ્રીએ ફરી શકે છે.

ગણેશોત્સવ દરમિયાન શહેરના અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા ટ્રાફિક વિભાગે પણ ૧૦૦ સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. સુરક્ષા કર્મચારીઓને સહાય કરવા મંડળના ૧,૨૦૦ જેટલા સ્વયંસેવકો પણ હાજર રહેશે. આ ઉપરાંત આસ્થાળુઓની સુવિધા માટે વાતાનુકૂલિત પંડાલ અને સ્કાયવોકની સગવડ પણ કરવામાં આવી છે.

આ હાઇટેક સલામતી કેમેરાના પ્રોપરાઇટર જી. એસ. આનંદે જણાવ્યું હતં કે હિલચાલ પર નજર રાખતા કેમેરા એકવાર હાલતીચાલતી વસ્તુને ઝડપી લે ત્યાર પછી તે કોઇપણ વ્યક્તિ કે ચાલતા વાહન પર નજર રાખી શકે છે, આ ઉપરાંત આ કેમેરાની વિશેષતા એ છે કે તેની તસવીરો વધુ સ્પષ્ટ હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લાલબાગચા રાજાના દર્શન કરવા દરરોજ લગભગ બે લાખ જેટલાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. જ્યારે છેલ્લા ત્રણેક દિવસ દસ લાખ જેટલાં દર્શનાર્થીઓ લાલબાગચા રાજાની એક ઝલક મેળવવા કલાકો સુધી કતારમાં ઊભા રહે છે. લાલબાગચા રાજાના દર્શન માટે લાંબી કતાર લાગે છે અને ઘણીવાર તો દર્શન કરવા માટે ૧૦-૧૦ કલાક સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે.

Share |
  More News
પોલીસનું કામ પ્રજાએ કર્યું બે ચેઈન સ્નેચરો પકડાયા
સચિવાલયમાં પસ્તીના નિકાલ માટે બોગસ સંસ્થાઓને ફાળવણી
કલગીની કસ્ટડી મેળવવા કાયદા વિભાગને અરજી
૬૦ ટકા ગ્રાહકોએ ખોટા દસ્તાવેજોને આધારે સીમકાર્ડ મેળવ્યા
ચોમેરથી ઘેરાયેલા કલમાડીને પ્રફુલ્લ પટેલનો અણધાર્યો ટેકો
મીરા રોડની સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ઓગસ્ટમાં અમેરિકામાં ૫૪ હજારે નોકરી ગુમાવી ઃ બેકારીનો દર ૯.૬ ટકા
મુંબઈ હુમલાનો કેસ આગળ વધારવામાં પાક.ના અખાડા
પાક.ના મેચ ફિકસર ક્રિકેટરો બટ્ટ, આમિર, આસિફે બુકી પાસેથી નાણાં લીધા હોવાની કબુલાત કરી
 
  More News
લો કોસ્ટ એરલાઈન્સ કંપનીઓની હરણફાળ ઃ નવા ૪૬ વિમાન ખરીદશે
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર ઓગસ્ટ મહિનામાં રૃ.૨,૯૧,૦૧૮ કરોડનાં કામકાજ
સેન્સેક્ષ ૧૮૫૫૫ ઉપર બંધ થતાં ૧૮૮૮૮; નિફ્ટી ૫૫૫૫ ઉપર ૫૬૮૮ દેખાશે ઃ સપોર્ટ ૧૭૮૮૮, ૫૩૫૩
રાજકોટમાં રમાયેલી ભારત-શ્રીલંકા વચ્ચેની વન-ડે 'ફિક્સ થયેલી ?'
નડાલ, મરે અને ક્લાઇસ્ટર્સની યુ.એસ. ઓપનમાં આગેકૂચ
રાજકોટમાં રમાયેલી ભારત-શ્રીલંકા વચ્ચેની વન-ડે 'ફિક્સ થયેલી ?'
શાહરુખે સલમાનની બોડીનાં વખાણ કર્યા
ફિલ્મોને નિષ્ફળતા મળતાં યશરાજે કાર્યપદ્ધતિ બદલી
નવોદિત અભિનેત્રીથી દૂર રહેતો રણબીર કપૂર
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved