Last Update : 06-Sept.-2010, Monday
ન્યૂ ઝીલેન્ડના પ્રચંડ ભૂકંપથી પૃથ્વી પર નવી ફોલ્ટ લાઈન
૭.૧ની તીવ્રતાના આંચકાને કારણે પૃથ્વીની એક બાજુ જમણી તરફ ખસી હોવાનું ભૂસ્તર નિષ્ણાતોનું તારણ

વોશિંગ્ટન,
ન્યૂ ઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતે ત્રાટકેલાં ૭.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકાએ પૃથ્વીની સપાટી પર નવી ૧૧ ફુટ પાણી ફોલ્ટ લાઈનનો ચીરો પાડ્યો હોવાનું ભૂસ્તર નિષ્ણાંતોએ જણાવ્યું છે. આ શક્તિશાળી આંચકાના લીધે ઈમારતો તૂટી પડી હતી, માર્ગો ચીરાઈ ગયાં હતાં અને રેલવે લાઈનો વળી ગઈ હતી. પૃથ્વીની એક બાજુ જમણી તરફ ખસી હતી અને કેટલાંક સ્થળોએ જમીનો ઉપસી આવી હતી.

કેન્ટરબરી યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રના પ્રોફેસર માર્ક ક્વિગ્લેએ નેશનલ રેડિયો સમક્ષ જણાવ્યું હતું કે સમગ્ર પૃથ્વીમાં નવી ફોલ્ટ લાઈને ૧૧ ફૂટની પહોળાઈની જમીનને વહેરી નાખી હોવાનું અમને જણાય છે. આના પરિણામે કેટલીક સપાટીનો વિસ્તાર ઉપસી આવ્યો છે. પાસિફિક અને ઓસ્ટ્રેલિયન ટેકટોનિક પ્લેટોની સતત અથડાણના કારણે ધરતી કંપનો આંચકો આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
પૃથ્વીની એક તરફનો ભાગ જમણી તરફ ૧૧ ફૂટ જેટલો ખેંચાઈ ગયો છે અને કેટલાંક વિસ્તારો ઉંચે ઉપસી આવ્યા છે. પૃથ્વીની સપાટી પર લાંબી સીધી રેખામાં પહોળી ફાંટ કે તિરાડ પડવાથી મકાનો બે ભાગમાં વિભાજીત થવાં, માર્ગોમાં ધરતીને ચીરતી તિરાડ પડવી જેવી ઘટનાઓ બને છે. ધરતીકંપના લીધે ખેંચાઈને બે ભાગમાં ફંટાયા હોય તેવા બે મકાન અમે જોયાં છે, તેમ પણ પ્રોફેસર કિવગ્લોએ જણાવ્યું હતું.
ન્યૂ ઝીલેન્ડના સાઉથ આઇલેન્ડ નગર નજીક ત્રાટકેલાં ૭.૧ની તીવ્રતાના શક્તિશાળી ધરતીકંપથી ઓછામાં ઓછી ૫૦૦ ઇમારતોનો વિનાશ થયો છે. મોટા ભાગની અન્ય બિલ્ડિંગોને સામાન્ય નુકસાન જ થયું હતું. સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હતો, માર્ગો કાટમાળથી છવાયાં હતાં અને ગેસ-પાણીના પુરવઠા ખોરવાયાં હતાં. જોકે ક્રાઈસ્ટચર્ચના મેયર બોબ પાર્કરના જણાવ્યા મુજબ આ બધી સેવાઓ આજથી પુનઃ ચાલુ કરી દેવાશે. પાણી અને ડ્રેનેજ સવલતો સંપૂર્ણ ચાલુ કરતા થોડો સમય લાગી જશે.
સ્પેશિયાલિસ્ટ ઇજનેરી ટુકડીઓએ તમામ મુખ્ય ઇમારતોના નુકસાનની આકારણી કરવાની શરૂઆત કરી હતી. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારની શાળાઓ વઘુ બે દિવસ બંધ રખાશે, જેથી શાળાઓના મકાનો સલામત છે કે કેમ તેની ચકાસણીનો સમય મળી રહે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે શક્તિશાળી ધરતીકંપ છતાં ઇજાગ્રસ્તોની આટલી ઓછી સંખ્યા દેશના કડક બિલ્ડિંગ બાંધકામ નિયમોને આભારી છે.

Share |
  More News
પોલીસનું કામ પ્રજાએ કર્યું બે ચેઈન સ્નેચરો પકડાયા
સચિવાલયમાં પસ્તીના નિકાલ માટે બોગસ સંસ્થાઓને ફાળવણી
કલગીની કસ્ટડી મેળવવા કાયદા વિભાગને અરજી
૬૦ ટકા ગ્રાહકોએ ખોટા દસ્તાવેજોને આધારે સીમકાર્ડ મેળવ્યા
ચોમેરથી ઘેરાયેલા કલમાડીને પ્રફુલ્લ પટેલનો અણધાર્યો ટેકો
મીરા રોડની સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ઓગસ્ટમાં અમેરિકામાં ૫૪ હજારે નોકરી ગુમાવી ઃ બેકારીનો દર ૯.૬ ટકા
મુંબઈ હુમલાનો કેસ આગળ વધારવામાં પાક.ના અખાડા
પાક.ના મેચ ફિકસર ક્રિકેટરો બટ્ટ, આમિર, આસિફે બુકી પાસેથી નાણાં લીધા હોવાની કબુલાત કરી
 
  More News
લો કોસ્ટ એરલાઈન્સ કંપનીઓની હરણફાળ ઃ નવા ૪૬ વિમાન ખરીદશે
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર ઓગસ્ટ મહિનામાં રૃ.૨,૯૧,૦૧૮ કરોડનાં કામકાજ
સેન્સેક્ષ ૧૮૫૫૫ ઉપર બંધ થતાં ૧૮૮૮૮; નિફ્ટી ૫૫૫૫ ઉપર ૫૬૮૮ દેખાશે ઃ સપોર્ટ ૧૭૮૮૮, ૫૩૫૩
રાજકોટમાં રમાયેલી ભારત-શ્રીલંકા વચ્ચેની વન-ડે 'ફિક્સ થયેલી ?'
નડાલ, મરે અને ક્લાઇસ્ટર્સની યુ.એસ. ઓપનમાં આગેકૂચ
રાજકોટમાં રમાયેલી ભારત-શ્રીલંકા વચ્ચેની વન-ડે 'ફિક્સ થયેલી ?'
શાહરુખે સલમાનની બોડીનાં વખાણ કર્યા
ફિલ્મોને નિષ્ફળતા મળતાં યશરાજે કાર્યપદ્ધતિ બદલી
નવોદિત અભિનેત્રીથી દૂર રહેતો રણબીર કપૂર
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved