Last Update : 06-Sept.-2010, Monday
આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૬-૯-૨૦૧૦ સોમવાર
શ્રાવણ વદ તેરસ - સોમ પ્રદોષ

 

શ્રાવણ માસનો છેલ્લો સોમવાર - માસિક શિવરાત્રી.
જૈન પર્યુષણ પર્વ
દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ક. ૨૬ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૫૧ મિ.
સૂરત સૂર્યોદયઃ ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૯ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૮ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૪ મિ. (સૂ) ૭ ક. ૧૭ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.
નક્ષત્ર ઃ- પુષ્ય સવારના ૮ ક. ૩૭ મિ. સુધી પછી આશ્વ્લેષા ૨૯ ક. ૫૫ મિ. સુધી. ત્યાર પછી મઘા.
રાશિ ઃ- આજે રાત્રે ૨૯ ક. ૫૫ મિ. સુધીમાં જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવે. ત્યાર પછી જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવે.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- સિંહ, મંગળ- તુલા, બુધ- સિંહ, ગુરૂ- મીન, શુક્ર- તુલા, શનિ- કન્યા, રાહુ- ધન, કેતુ- મિથુન, શુક્ર- તુલા, શનિ- કન્યા, રાહુ- ધન, કેતુ- મિથુન, હર્ષલ (યુરેનસ)- મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન
ચંદ્ર - રાત્રે ૨૯ ક. ૫૫ મિ. સુધી કર્ક પછી સિંહ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૬ શાકે ઃ ૧૯૩૨, જૈનવીર સંવત ઃ ૨૫૩૬
વિક્રમ સંવત્સર ઃ પ્લવ શક સંવત્સર ઃ વિકૃતિ દક્ષિણાયન શરદ ઋતુ શ્રાવણ વદ તેરસ ને સોમવાર. સોમ પ્રદોષ. શ્રાવણ માસનો છેલ્લો સોમવાર. માસિક શિવરાત્રી. વિષ્ટી ૨૩ ક. ૩૭ મિ.થી કૈલાસ યાત્રા.
મુસલમાની હિજરીસન ૧૪૩૧ રમજાન માસનો છવીસમો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ ફરવરદીન માસનો ઓગણીસમો રોજ ફરવરદીન.

 

[Top]
 

આજ નું ભવિષ્ય

મેષ ઃ આપના ઘર-પરિવારના કામ અંગે, વડીલવર્ગના આરોગ્ય અંગે ચિંતા- ખર્ચ જણાય. મિત્રવર્ગના વિચારોમાં હૃદય- મન વ્યગ્ર રહે.
વૃષભ ઃ નોકરી-ધંધાના કામમાં, શેરોના કામમાં ઘ્યાન આપી શકો. અગત્યના કે વિલંબમાં પડેલા કામ અંગે કોઇને મળવાનું થાય.
મિથુન ઃ સામાજીક-વ્યવહારિક કે નોકરી-ધંધાના, સંતાનના કામમાં સાનુકૂળતા રહે. ઉઘરાણીના નાણાં આવવાથી, ધંધો મળવાથી રાહત રહે.
કર્ક ઃ વિચારોની દ્વિધા- નકારાત્મક વિચારો, નોકરી-ધંધાના પ્રશ્ને ચિંતા- મુંઝવણમાં શાંતિ-એકાગ્રતા જળવાય નહીં.
સિંહ ઃ શેરોની લે-વેચમાં, બહારગામના કે પરદેશના વેપારમાં, ઉતાવળ કરવી નહીં. ધર્મકાર્યમાં ઘ્યાન આપી શકો.
કન્યા ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. યાત્રાપ્રવાસ, મુલાકાતનું આયોજન ગોઠવાય. આકસ્મિક કામની સફળતાથી આનંદ રહે.
તુલા ઃ નોકરી-ધંધાના કામમાં હળવાશ થતી જાય, આવક થાય. કાગળ, તૈયાર વસ્ત્રોના, અનાજના ધંધામાં ધંધો મળી રહે.
વૃશ્ચિક ઃ યાત્રા પ્રવાસ- મુલાકાત અંગે, નોકરી- ધંધાની કામગીરી અંગે ચર્ચા વિચારણા થાય. કોઇને મળવાનું થાય, ચિંતા વધે.
ધન ઃ આપના નાણાંકીય લેવડદેવડના વ્યવહારમાં તેમજ આરોગ્યની બાબતમાં, શેરોના કામકાજમાં સંભાળવું પડે.
મકર ઃ આનંદથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. મિત્રવર્ગથી, નોકરી-ધંધાથી, ધર્મકાર્યથી હૃદય-મન આનંદમાં રહે.
કુંભ ઃ આપના રોજીંદા કામ સિવાય અન્ય કામમાં તમે ઘ્યાન આપી શકો. નાણાંકીય ચિંતા- મુંઝવણ હળવી થાય.
મીન ઃ શેરોમાં, નોકરી-ધંધામાં જોખમ- વિવાદ થાય તેવો કોઇ નિર્ણય કરવો નહીં. તમારો ઉશ્કેરાટ વઘુ વિવાહમાં પરિણમે.

[Top]
 

સુપ્રભાતમ્

 

કેશવ (કૃષ્ણ અથવા કે શવ - પાણીમાં શબ) પડેલા જોઈને પાંડવો (પાંડુ- પુત્રોઃ માછલાં) હરખાઈ ગયાં, પણ કૌરવો (કુરૂ- પુત્રોઃ કાગડાઓ) રૂદન કરે છે, ‘હા ! હા ! કે શવ કે શવ !’ (શબ પાણીમાં પડી ગયું !)
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

 

[Top]
 
 

આજ નું ઔષધ

ડાયાબીટીસ અને હાડકાની તંદુરસ્તીને સંબંધ છે તે જાણો છો?

વૈજ્ઞાાનિકોએ તાજેતરમાં શોધી કાઢ્યું છે કે તમારો ડાયાબીટીસ કાબુમાં ના આવતો હોય તો તેનું કારણ તમારા શરીરમાંથી નીકળતો એક હોર્મોન 'ઓસ્ટીઓ કેલ્સીન' છે. જ્યારે આ હોર્મોન ઓછો નીકળે ત્યારે ડાયાબીટીસ વધે. જ્યોન હોપકિન્સ યુનીવર્સિટી (યુ.એસ.ઓ.)ના વૈજ્ઞાાનીકો જેમણે આ શોધ કરી છે તેઓ જણાવે છે કે હાડકાને શરીરમાં લીધેલી કેલરી (ખોરાક) સાથે સંબંધ છે. ૨૧૦ જેટલા ડાયાબીટીસના કેસનો પાંચ વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી વૈજ્ઞાાનીકો એવા નિર્ણય ઉપર આવ્યા કે જો 'ઓસ્ટીઓ કેલ્સીન'નું પ્રમાણ વધે તેવી દવાઓ આપવામાં આવે તો ડાયાબીટીસ કાબુમાં આવી શકે. ઈન્સ્યુલીન રેસીસ્ટન્ટ ડાયાબીટીસમાં આ વાત વધારે લાગુ પડે છે.

[Top]
 

આજ ની જોક


શહેરના એક જૂના મંદિરની ઊંચાઈ માપવાની એક હરિફાઈમાં છગન, મગન અને લલ્લુ ભાગ લઈ રહ્યા હતા. શરત એ હતી કે મંદિરની ઉંચાઈ સાચી પહેલો જે માપી લાવશે એને એક હજાર રૃપિયા ઇનામ અપાશે.
છગન એન્જીનીયર હતો, મગન ગણિતશાસ્ત્રી હતો અને લલ્લુ અમદાવાદી હતો.
એન્જીનીયર છગને ઊંચાઈ માપવા માટે મંદિરના પગથિયા અને દિવાલ ચઢીને ઉપર પહોંચ્યો અને એક દોરડું લટકાવીને નીચે ફેંકીને દોરડું માપ્યું.
ગણિતશાસ્ત્રી મગને ટ્રીગોનોમેટ્રીકની મદદથી કાટખૂણા વગેરે ગણીને મંદિરની ઉંચાઈ માપી બતાવી.
જ્યારે લલ્લુ અમદાવાદી હરિફાઈ જીતી ગયો કારણ કે બાજુની એક જૂની હોટલમાં જઈને હોટલ માલિકને મંદિરની ઊંચાઈ પૂછીને એણે ત્રણ જ મિનિટમાં સાચો જવાબ આપી દીધેલો.

[Top]
 

આજ ની રેસીપી

શક્કરિયા શીંગોડાનું રાયતું

સામગ્રીઃ ૨૫૦ ગ્રામ શક્કરિયાં, ૨૫૦ ગ્રામ લીલાં શીંગડાં (બાફેલા), ૩૫૦ ગ્રામ મોળું દહીં, ૨ ચમચી મીઠું, ૩૦ ગ્રામ તેલ અર્ધા ચમચી જીરું.
રીતઃ શક્કરીયાને ધોઈ બાફી નાખો પછી તેને છીણી શીંગોડાને વાટી બન્નેનો માવો બનાવી દહીંમાં નાખો. પછી તેમાં તેલ રાઈનો વઘાર કરો. ઉપરથી મીઠું ઉમેરો.
સુચનાઃ આ રીતે સુરણ અને રતાળુનું દહીંવાળું શાક થાય.
[Top]

 

 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved