| Last Update : 05-Sept.-2010, Sunday |
|
|
|
|
|
|
| સચિનને 'કેપ્ટન' બનાવો, તો....'' |
| |
જોયું? જે સચિન ક્રિકેટમાં કૅપ્ટન તરીકે ફ્લોપ ગયો હતો એને આપણી વાયુસેનાએ 'કેપ્ટન'નો ઈલકાબ આપી દીધો!
પણ બધે આમ જ ચાલે છે. લાલુ યાદવને પાકિસ્તાનની એક યુનિવર્સીટીએ 'ડોક્ટર'ની ડિગ્રી આપી દીધી હતી! અમે તો કહીએ છીએ કે બીજાં ક્ષેત્રોએ પણ હવે આવા ઈલકાબો આપવા જોઈએ! દાખલા તરીકે...
***
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ આપણા મુખ્યમંત્રીજીને 'બેસ્ટ એક્ટર'નો માનદ્ એવોર્ડ આપી દેવો જોઈએ!
***
એ જ રીતે 'બેસ્ટ એક્ટ્રેસ'ની માનદ્ પદવી સોનિયાજીને શા માટે ન આપવી? (''હું તો બોઈ યે નંઇ ને ચાઈ યે નંઈ...''ના રોલ માટે!)
***
જે લોકો બીજાની ટયૂન અને બીજાના શબ્દો પર સતત 'પ્લેબેક' ગાણાં ગાતા હોય એમને 'બેસ્ટ પ્લેબેક સિંગર'ના ખિતાબો આપો.
આના માટે શ્રેષ્ઠ ઉમેદવારો છે... ગુજરાત ભાજપના વિજય રૃપાણી અને પુરુષોત્તમ રૃપાલા!
***
અમને લાગે છે કે મુંબઈના શેરબજારે પણ અમુક માનદ પદવીઓ આપવી જોઈએ...
જેમકે શરદ પવારને 'બેસ્ટ દલાલ'ની પદવી!
'સત્યમ'વાળા રાજુ રામલિંગમ્ને 'બેસ્ટ બેલેન્સ shit'ની પદવી! અને શશી થરૃર-સુનંદા થરૃરને 'બેસ્ટ શેર-હોલ્ડર્સ'ની પદવી...
***
ક્રિકેટરોએ પણ નેતાઓને પદવી આપવી જોઈએ...
પ્રણવ મુખરજી ઃ બેસ્ટ વિકેટ કિપર!
મનમોહનસિંહ ઃ બેસ્ટ સબસ્ટીટયૂટ ફિલ્ડર!
અને સીબીઆઈ ઃ બેસ્ટ અંપાયર!
***
અને છેલ્લે, વાજપેયીજી, અડવાણીજી, અર્જુનસિંહ, એન.ડી. તિવારી અને અમિત શાહ... આ બધાને આપી દો 'લાઈફ ટાઈમ એચિવમેન્ટ' એવોર્ડ!
- મન્નુ શેખચલ્લી
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|
|