Last Update : 05-Sept.-2010, Sunday
ભારતે જાપાનને હરાવીને તિરંદાજીના વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીત્યો

ભારતે બ્રિટન, અમેરિકાની મજબુત ટીમને પણ પછાડી હતી
રોમાંચકતા બાદ ભારતનો ૨૨૪-૨૨૦ પોઈન્ટથી વિજય

શાંઘાઇ,
તિરંદાજીની ભારતની મેન્સ ટીમે અહીં યોજાયેલી વર્લ્ડ કપ સ્ટેજ ચારના પ્રતિષ્ઠીત સ્પર્ધામાં જાપાનની ટીમને રીકર્વ ઈવેન્ટમાં પરાજય આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિધ્ધી મેળવનાર ભારતના આ ખેલાડીઓમાં જયંતા તાલુકદાર, તરૃણદીપ રાય, અને રાહુલ બેનર્જીનો સમાવેશ થતો હતો. જાપાનની ટીમમાં અમાનો, ફુસકોવા, કીકુચી જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાત ખેલાડીઓ હતા.
મુકાબલો ભારે રોમાંચક રહ્યો હતો. ભારતે જાપાનને ૨૨૪-૨૨૦ના સ્કોરથી હરાવ્યું હતું.
પ્રથમ રાઉન્ડના અંતે ભારત ૫૭-૫૪થી અને બીજા રાઉન્ડના અંતે ૧૧૩-૧૦૮થી આગળ હતું. ત્રીજા રાઉન્ડમાં જાપાને ૫૬-૫૫થી આગળ રહ્યું હતું. જ્યારે છેલ્લા રાઉન્ડમાં ૫૬-૫૬થી બંને બરાબરીનો સ્કોર પર હતા. ભારત માટે પ્રથમ એ રાઉન્ડની સરસાઇ મહત્વની પુરવાર થઇ હતી.
વર્લ્ડ કપ સ્ટેજ બેમાં ભારત યજમાન અમેરિકા સામે ક્વાર્ટર ફાઇનલમાં પરાજીત થતા એકપણ મેડલ વગર પરત આવ્યું હતું તે જોતા આ ગોલ્ડમેડલ ઘણો જ મહત્વનો કહી શકાય.
આ વખતે ભારતે પ્રથમ મુકાબલામાં ગોલ્ડ મેડલ જીતવા માટે ફેવરિટ મનાતા ગ્રેટ બ્રિટનને ૨૧૨-૨૧૫થી હરાવી અપસેટ સર્જ્યો હતો. હવે આ કારણે આગામી કોમનવેલ્થ ગેમ્સમાં રોમાંચક હરિફાઇ હોલ્ડ મેડલ જીતવા માટે જામશે.
ભારતે અગાઉના વર્લ્ડકપની હારનો બદલો લેતા યુએસએને ક્વાર્ટર ફાઇનલમાં જ ૨૨૫-૨૦૮થી હરાવીને આગેકૂચ કરી હતી.
બીજી તરફ જાપાને અપસેટ સર્જતી વર્લ્ડ ચેમ્પિયન કોરિયાને ૨૨૪-૨૧૬થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આવા આત્મ વિશ્વાસ અને જાયન્ટ કિલર બનીને ઉતરેલી જાપાનને હરાવીને ભારતે ગોલ મેડલ જીત્યો તેથી તેનું વિશેષ મહત્વ કહી શકાય.
Share |
  More News
અમિત શાહના આજે ફરી કાર્ડીયાક ટેસ્ટ કરવામાં આવશે
સુરત મહિલા કો-ઓપ.બેન્કના થાપણદારો ૨૬ કરોડના ક્લેઇમ મંજૂર
અડાલજમાંથી ડાબરની ડુપ્લીકેટ પ્રોડક્ટ પકડાઈ
તટરક્ષક દળને ૪૦ એકર જમીન ફાળવાશે
મહારાષ્ટ્રમાં મોબાઈલ ટાવર ઉભા કરવાના નિયમો બનાવાયા
મુંબઇમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો
અંતે પાક.ના ત્રણ મેચ ફિક્સર ક્રિકેટરને સસ્પેન્ડ કરતી ICC
પાક. અંકુશિત કાશ્મીરમાં ચીની સૈન્યની હાજરી અંગે ચિંતા
બ્રાઝિલની ઑઇલ કંપની ૬૪ અબજ ડૉલરના શેર વેચશે
 
  More News
સ્ટીલના ભાવમાં ૩થી ૪ ટકાનો નોંધપાત્ર વધારો
બાંધકામ ઉદ્યોગની પ્રક્રિયા ધીમી પડતા સિમેન્ટ કંપનીઓનો મિશ્ર દેખાવ
સ્મોલ-મિડ કેપ શેરોમાં તેજીનું ઘોડાપૂર ઃ રિલાયન્સ, મેટલ શેરોની નરમાઇએ સેન્સેકસ ઘટયો
આઇસીસીએ દોષી ખેલાડીઓને કડક સજા ફટકારવી જોઇએ
યુએસ ઓપનમાં ફેડરર અને યોકોવિચની આગેકૂચ ઃ રોડ્ડિક હારતા અપસેટ સર્જાયો
ભારત સામેની બે ટેસ્ટની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
અમિષા પટેલના પરિવાર સામે અદાલતી કાર્યવાહી
અબ્બાસ-મસ્તાનની ફિલ્મને પાંચ અભિનેત્રીઓએ નકારી
મધુરની ફિલ્મમાં પ્રેમદ્રશ્યો ભજવવાનો કરિનાનો ઈનકાર
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved