Last Update : 05-Sept.-2010, Sunday

હેકર્સને પકડી પાડતાં શૈક્ષણિક કોર્સ

મેટોલોજી

ચોરને પકડવા ચોર બેસાડો એ સ્થિતિ હવે કોમ્પ્યુટર જગતમાં ઊભી થઇ છે. એટલે કે હેકર્સ સામે એથિકલ હેકર્સ. ઈન્ટરનેટ પર હેકર્સની સમસ્યાથી સૌ પરેશાન છે પરંતુ હેકર્સને પકડવા અથવા તો પોતાની કંપનીને હેકર્સના હુમલાથી બચાવવા માટે સ્માર્ટ ઓપરેટરો ગોઠવે છે. આ લોકો કંપનીની સાઈટને હેક થતી બચાવે છે અને મહત્વના દસ્તાવેજો લીક થતા બચાવે છે.
જ્યારથી ઈન્ટરનેટ છે ત્યારથી હેકર્સ છે એમ કહી શકાય. પરંતુ હેકર્સના હુમલાની માત્રા એટલી વધી ગઇ છે કે સરકારી ખાતાઓ માટે તો ચિંતાનો વિષય બની ગઇ છે. હવે જ્યારે હેકર્સ સ્માર્ટ બન્યાં છે ત્યારે ઈથીકલ હેકર્સ તેનાથી પણ વધુ સ્માર્ટ હોવો જરૃરી છે. મુંબઇમાં ઘણી કંપનીઓ એથિકલ હેકર્સ તૈયારી કરી આપે છે. એથિકલ હેકિંગનો કોર્સ કરવા ઘણાં વિદ્યાર્થીઓ તૈયાર હોય છે. આ લાઇનમાં સ્કોપ ઘણો સારો છે અને પગારધોરણ પણ ઘણું સારું છે. નેશનલ એસોસીએશન ઓફ સોફટવેર એન્ડ સર્વિસીસ કંપનીના જણાવ્યા અનુસાર ભારતને આગામી વર્ષમાં ૩૫ હજાર જેટલા એથીકલ હેકર્સની જરૃર પડશે. જોકે હાલમાં તો હેકર્સ સામે ટેકનીકલ રીતે ટકરાય એવા સ્ટાફની ખુબ અછત છે. આવા એથિકલ હેકર્સને તૈયાર કરતી સંસ્થાઓ સાયબર ફોરેન્સીકથી માંડીને નેટવર્ક સિક્યોરીટી સુધીના પાસાંને ધ્યાનમાં રાખે છે. કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ થયેલાઓ વધુ સારી રીતે એથીકલ હેકર્સના કોર્સને સમજી શકે છે.
એથિકલ હેકર્સ એ કોમ્પ્યુટર ક્રિમીનલની જેમ વિચારે છે પણ આ ક્રિમીનલના આઈડિયાને ઉથલાવતા પગલાં લે છે. C++ અને Java શીખેલાઓ આવા કોર્સમાં ફાવે છે. બેઝીક કોર્સ ત્રણ મહિનાનો હોય છે જેની ફી અંદાજે રૃા. ૧૫,૫૦૦ હોય છે. જેને કોમ્પ્યુટર સાયન્સ નથી આવડતું તેના માટે પણ આ કોર્સમાં પુરતી તકો છે. અનુભવી એથિકલ હેકર્સના પગારની રેન્જ ૩૦થી ૪૦ હજાર રૃપિયાની હોય છે. બેઝીક કોર્સ પછી એડવાન્સ કોર્સ એક વર્ષનો હોય છે. અંકિત ફડીયા સર્ટીફાઈડ એથીકલ હેકર છે. તે ડિસ્ટન્સ લર્નીંગ કોર્સ ચલાવે છે.
જો તમને એથિકલ હેકર્સ બનવામાં રસ હોય તો ક્લીક કરો...

(1) net soft technologies: Kharagpur Atarthy@yahoo.com
(2) Institute of Information Security-Mumbai-www.iisecurity.in
(3) Innobuzz Knowledge Solutions-New Delhi www.innobuzz.in
(4) Ankit fadia-certified ethical hacker www.ankitfadia.in
(5) Kyrion digital Securities-New Delhi www.kyrion.in

ઑપન સોર્સ સૉફટવેરને જાણો

ઈન્ટરનેટ પર કેટલીક ઉપયોગી અને મહત્ત્વની બાબતો મોંઘી હોય છે. આવા સોફટવેરને ડાઉનલોડ કરવાના પૈસા થાય છે. એટલે દરેક ગુગલ પર કે ટેકનો સર્ચ પર ફ્રી કોઇ સોફટવેર હોય તો તે શોધ્યા કરે છે. ઓપન સોર્સ સોફટવેર એ એવા સોફટવેર છે જેના સોર્સ કોડ ઉપલબ્ધ હોય છે. સામાન્ય રીતે ઈન્ટરનેટ પર સર્ફીંગ કરનારા ચેટીંગ કે ડાઉનલોડીંગ માટે પ્રયાસો કરતા હોય છે તો કોઇ એન્ટી વાયરસ સોફટવેર શોધતા હોય છે. અહીં જે મુદ્દા અપાયા છે તે મફત (ફ્રી-વૅર) સાથે સંકળાયેલા છે. જેમકે ઓપન ઓફીસ, પીડગીન, કીપાસ, સીડીબર્નર, એક્સ પી.
તમારે માઈક્રોસોફટનું બહુ ઉપયોગી ઓન્ફસસૂટની જરૃર હોય તો ઓપન સોર્સ અપનાવો. જેમાં વર્ડ પ્રોસેસીંગ, પ્રેઝન્ટેશન, સ્પ્રેડ શીટ વગેરે ખોલી શકાય છે. આ સોફટવેર ઓપન ઓફીસ પર જઇને ડાઉનલોડ કરી શકાય છે. જે લોકો ઈન્સટન્ટ મેસેન્જર સાથે સંકળાયેલા છે એ લોકો પીડગીન ડાઉનલોડ કરે એ મોટા ભાગના મેસેન્જર્સ સાથે ચેટ કરી શકે છે. http ઃ//gaim.sourceforge.net પરથી તે ડાઉનલોડ કરી શકાય છે.
ઘણાં લોકો વિવિધ સાઈટ પર જાય ત્યારે યુઝર્સ નેમ અને પાસવર્ડ માગવામાં આવે છે. ક્યાંક પાસવર્ડનાં નંબર કે કેપીટલ લેટર્સ મુકાવાય છે. બધા પાસવર્ડ યાદ રાખવા સહેલા નથી પણ કીપાસ તમને સહાય કરે છે. તમારા પાસવર્ડ તે યાદ રાખે છે. keepass.sourcefoge.net ક્લીક કરો. એવી જ રીતે ઘણાં લોકોને સીડી કે ડીવીડી ફાઇલ સ્ટોર કરવાની જરૃર પડે છે. સીડીબર્નર એક્સપી તેમના માટે ઉપયોગી સોફટવેર છે. હાઈ ડેફીનેશન ફોરમેટ પણ તે બર્ન કરી શકે છે. ક્લીક કરો httpઃ//cdburneretp.se.

ફેસબુક અને દિલ્હીનો ટ્રાફીક

કોમ્યુનિટી ડેવલોપમેન્ટમાં સોશ્યલ નેટવર્કીંગના વિવિધ ઉપયોગો થઇ શકે છે. દિલ્હીના સ્પેશ્યલ કમિશ્નર ઓફ ટ્રાફીકે ફેસબુક પરના નેટવર્કનો અનોખો ઉપયોગ કરીને પોલીસ તેમજ પ્રજા બંનેમાં પ્રશંસા મેળવી છે. અજય ચઢ્ઢા નામના પોલીસ વડાએ ફેસબુક પર પોતાનું નેટવર્ક ઊભું કરીને પ્રથમ તેમાં ટ્રાફીક રૃલ્સ અને ટ્રાફીક સમસ્યાઓની માહિતી આપી હતી. પરંતુ પછી તો આ નેટવર્ક એટલું ઉપયોગી બન્યું કે દિલ્હીમાં કયા વિસ્તારમાં ટ્રાફીક જામ છે અને ટ્રાફીક પોલીસવાળા કેવી રીતે પ્રજાને હેરાન કરે છે તે બધી વિગતો ફેસબુક પર લોકો મોકલવા લાગ્યા. આજની સ્થિતિ એ છે કે દિલ્હીની સ્પેશ્યલ બ્રાંચમાં ફેસબુકનું પેજ ખુલ્લુ હોય છે. લોકોની ફરિયાદો આવતી રહે છે અને શહેરમાં ૫૫૦૦ જેટલા ટ્રાફીક પોલીસના ફોર્સથી વહિવટી આદેશ અપાય છે. ફેસબુક પર આવતી તમામ ફરિયાદોને ગંભીરતાથી લેવાતી હોવાથી લોકો પણ રોજ માહિતી આપતા થઇ ગયા છે. સોશ્યલ નેટવર્કીંગનો આ અનોખો ઉપયોગ છે.

પીંક ગેજેટસ્ નવતર સ્ટાઈલ...
ટેકનોલોજી ગેજેટ્સમાં આજકાલ પીંક કલરનું પ્રમાણ વધ્યું છે. પહેલાં પીંક કલર બાર્બી ડોલ પૂરતો જ દેખાતો હતો. સામાન્ય રીતે પીંક કલરનો ઉપયોગ ભાગ્યે જ દેખાતો હતો. પરંતુ હવે આ પીંક કલરનું ગેજેટ્સના માર્કેટને ઘેલું લાગ્યું છે. પીંક કલરના લેપટોપ ખરેખર એટ્રેક્ટીવ લાગે છે. લેપટોપના કલરને મળેલી સફળતા જોઇને હવે હેન્ડી કેમેરા પીંકમાં આવવા લાગ્યા છે. ડીએક્સઝી લકઝરી કેમેરો તાજેતરમાં બજારમાં મુકાયો છે તે પીંક કલરનો છે. સામાન્ય રીતે બ્લેક અને ગ્રે કલરમાં આવતી હાર્ડ ડ્રાઈવ પણ એક કંપનીએ પીંક કલર સાથે બજારમાં મૂકી છે. કેસીસીઓએ ૧૨.૧ મેગાપીક્સલનો કેમેરો અક્ઝીલીમ ઈએક્સ બજારમાં મૂક્યો છે. તેનો કલર પીંક છે. અર્થાત્ નવા ગેજેટ્સવાળા થીંક ઓફ પીંકની લાઈનમાં છે.

સાથે.. સાથે..
* જેને વિશ્વની સૌથી વધુ સ્લીમની ઉપમા આપવામાં આવી છે તે મોઝર બીઅરની યુએસબી ફ્લેશ ડ્રાઈવ ૨.૩ એમએમ પાતળી અને ખૂબ ઓછું વજન ધરાવે છે. તે ૮ જીબીની છે.
* મુંબઈ એક્ઝીબીશન સેન્ટર ખાતે ઈન્ટ્રોપ મુંબઈ નામનું એક્ઝીબીશન ભરાશે. ૨૮થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન ઈન્ફોર્મેશન વીક અને નેવીગેશન વગેરેનો સમાવેશ કરાયો છે.
* ગુગલની ફ્રી ટેલિફોન સિસ્ટમ હેઠળ પ્રથમ બે દિવસમાં દસ લાખ ફોન થયા હતા.
* ફેસબુક પર રાહુલ ગાંધીના ૬૭,૯૨૧ ફોલોઅર્સ છે, જેને કોંગીજનો ગૌરવ સમજે છે પરંતુ આ આંક ઈન્ટરનેટ પર ગૌરવવંતો નથી સાવ કોમન કરતાં પણ ઓછો છે...
* બ્રોડબેન્ડનો વપરાશ વધે એટલે એક એસપીવી પ્લાન રજૂ કરાયો છે. જેને સ્પેશ્યલ પરપઝ વ્હેકીલ કહે છે. પાંચ લાખ કિ.મી.માં નવી લાઇન નખાશે...
* એન્ટી વાયરસ પ્રોગ્રામ મોંઘા પડતા હોય તો એવા લોકો માટે કામવિન નામનું ઓપન સોફટવેર છે. વિનામૂલ્યે ઉપયોગમાં લઇ શકાય.. Calmwin

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved