Last Update : 05-Sept.-2010, Sunday
મોંઘવારી જિંદાબાદ !
કટાક્ષ કથા

મઘ્યમવર્ગના એક ભાઈ મળ્યા. મોંઘવારીની વાત નીકળી એટલે એકદમ જોરથી ઉત્સાહભેર બોલ્યા ઃ ‘મોંઘવારી જિંદાબાદ.’
‘કેમ, કેમ ?’
‘કેમ શું ? પેલા પવાર પ્રધાને ખાંડ મોંઘી કરી નાખી. માટે ખાંડ છોડી દેવી પડી. મારો ડાયાબિટિસ કાબૂમાં આવી ગયો.’
‘પણ બીજી બધી વસ્તુ મોંઘી છે તેનું શું ?’
‘અનાજ મોંધું થયું. અરે મેં એકટાણું શરૂ કરી દીઘું. શરીર પરથી ધીમે ધીમે ફુગાવો ઓછો થઇ ગયો. પવાર સાહેબે મારું વજન ઉતારી આપ્યું.’
‘પણ દૂધ ? એના ય ભાવ વઘ્યા.. !’
‘એય સરસ. દૂધમાં દૂધ જેટલું જ પાણી ઉમેરીને ચા બનાવુ છું. આમે ય ચોખ્ખું દૂધ આપણને પચે એવાં આંતરડાં જ કયાં રહ્યાં છે ! ‘નીર-ભેળ’ દૂધ તરત પચી જાય છે.’
‘તમે તો કમાલ છો.. દરેક વસ્તુની મોંઘવારી વધતી જાય છે... ને તમે મોંઘવારી જિંદાબાદ કરો છો ? આ મોંઘવારીમાં જીવાય કેમ ? મરી જવું પડે.’
‘બસ એટલે જ ખુશ છું. જીવતા જીવતા મરવાની ય કેવી મઝા છે ? મહાન પુરૂષો મરીને જીવતા રહે છે... આપણે જીવતે જીવ મરવાનું છે. મોંઘવારીમાં મરવાનું ય સુખ છે. ભલે બધી વસ્તુ મોંઘી થાય, શ્મશાનમાં લાકડાં મોંઘા હોય તો બસ છે. મોંઘે લાકડે ચિતામાં બળ્યા એટલો સંતોષ તો મળે ને !’
‘મર્યા પછી ?’ એમને પૂછયું. એ ફરી પોકારી ઉઠયા ઃ ‘મોંઘવારી જિંદાબાદ.’

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved