Last Update : 05-Sept.-2010, Sunday
ઍનકાઉન્ટર - અશોક દવે
 

ઈશ્વરની બનાવેલી કઈ રચના તમને સર્વોત્તમ લાગી ?
- દાળવડાં... જોકે, ઈશ્વરીયો મરચાં વધારે નથી આલતો... !
(હંસા મોદી, ગાંધીનગર)

‘એનકાઉન્ટર’ નકલી અને અસલી... તફાવત શું ?
- મને આશા નહોતી કે, ખુદ સરકાર મારી કોલમની નકલ કરશે.
(ભરત અંજારીયા, રાજકોટ)

સુરતનું જમણ અને કાશીનું મરણ, તો અમદાવાદનું શું ?
- પહેલા તમે એ બન્ને પતાઈને આવો... પછી જોઈશું !
(હરેશ ડી. પરમાર, વડોદરા)

આજની ફિલ્મોના બધા ગીતોમાં સેક્સ મૂકવામાં આવે છે, એનું શું કારણ ?
- સેક્સને બદલે ખેતીવાડીનું બિયારણ મૂકશે, તો તમને ગમશે ?
(અજય પી. પંચાસરા, રાજકોટ)

પૃથ્વીલોક મેં તીન હૈ ઇન્દર... ધર્મેન્દ્ર, જીતેન્દ્ર અને રાજેન્દ્ર! આ ત્રણે તો નામશેષ થઈ ગયા. હવે?
- નરેન્દ્ર.
(શ્રીમતી તરૂ વકીલ, અમદાવાદ)

આપના ‘એનકાઉન્ટર’ની ફળશ્રુતિ શું છે ?
- બેવકૂફ બનાવતા મને આવડી ગયું છે !
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી શું કરવું જોઈએ ?
- હવે સુધરવું જોઈએ.
(ડૉ. અશોક પટેલ, વડોદરા)

વડાપ્રધાનપદ માટે વઘુ લાયક કોણ ? સોનિયા કે ડૉ. મનમોહન ?
- તમારૂં વાંચન વધારો.
(હરવિંદરસિંઘ, વડોદરા)

કોંગ્રેસને જીવતા અફઝલ કરતા મરેલા સોહરાબુદ્દીનની ફિકર કેમ છે ?
- કોંગ્રેસ મરેલામાંથી ય વોટ કાઢી શકે છે.
(ધીમંત એ. ભાવસાર, બડોલી)

વરઘોડામાં સાજનમાજન વરની આગળ કેમ ચાલે છે ?
- હાળો ભાગી ના જાય એટલે !
(ચંદ્રિકા પંડ્યા, વડોદરા)

નરેન્દ્ર મોદીને એક દિવસ માટે ભારતના વડાપ્રધાન બનાવો તો ?
- એ એક દિવસ માટે, છેલ્લા ૩,૦૦૦-દિવસથી રાહ જોઈને નથી બેઠા. બેસશે તો બીજા ૩,૦૦૦-દિવસ બેસશે.
(પ્રદીપ પંડ્યા, હિંમતનગર)

આઘા ઘર ઉપર સાસરાનું ફેમિલી ફરી વળ્યું હોય તો શું કરવું ?
- ડૂબી મરવું.
(દિપ પરીખ, રાજકોટ)

સ્ત્રીઓ સ્વતંત્રતાને લાયક નથી, એવું મનુસ્મૃતિમાં લખ્યું છે. તમે શું માનો છો ?
- તો એ જમાનામાં પણ સારા લેખકો હતા, એમ ?
(ભરત ડી. સાંખલા, ડીસા)

તમારી જૂની પ્રેમિકાનો પ્રેમપત્ર હકીબેનના હાથમાં આવે, તો શું પ્રતિભાવ આપો છો ?
- રોજેરોજ શું પ્રતિભાવો આલવા... !
(જયેશ અંતાણી, રાજકોટ)

પાપ-પૂણ્યના ખેલમાં લોકો પાપને કેમ વઘુ પસંદ કરે છે ?
- આ જવાબ આપવા મને શું કામ પસંદ કરો છો, બેના ?
(નિકિતા કે. સિંઘલ, જખવાડા)

મતલબી માણસોને કઈ સજા હોય ?
- લગ્ન.
(સીમા બંગલાવાલા, અમદાવાદ)

ગુજરાત મેલ, પણ કર્ણાવતિ એક્સપ્રેસ... ટ્રેનોમાં ય સ્ત્રી-લિંગ પુલ્લિંગ... ?
- આપણે ત્યાં એ બન્નેની વચ્ચેનું એક જ છે... વિમાન.
(મુહમ્મદ ઈલિયાસ ખીલજી, અમદાવાદ)


ધંધાધાપા કરતી વખતે ગ્રાહક સાથે શું ઘ્યાન રાખવું જોઈએ ?
- એક વખત માલ ભટકાડી દો... ઘ્યાન એ રાખતો થઈ જશે !
(પ્રવિણ એન. દોશી, સુરેન્દ્રનગર)

એન્ડરસનને છોડી મૂકવાવાળાઓ હવે એને પકડવા માટે દોડે છે... આને શું કહેવાય ?
- મેરા ભારત મહાન.
(મુનિરા ફખરૂદ્દીન બારીયાવાલા, ગોધરા)

ભ્રષ્ટાચારી રાજકારણીઓ અને કામચોર સરકારી અધિકારીઓથી પ્રજાને રાહત ક્યારે મળશે ?
- શનિ-રવિ.
(ફૂલજી એમ. ચૌધરી, ધીણોજ)

વીંટી પહેરાય છે આંગળીમાં, છતાં તેને અંગૂઠી કેમ કહેવાય છે ?
- એમ તો તમે કદી હાર સ્વીકારતા નથી... છતાં કોઈ પહેરાવે તો પહેરવો પડે છે ને ?
(સુબોધ નાણાવટી, રાજકોટ)

નરેન્દ્ર મોદીએ નીતિશકુમારને મોકલેલી મદદ પાછી કેમ આવી ?
- જેને હરામનું જ પચતું હોય એને ગુજરાતની પ્રજાના પસીનાનું કાંઈ ખપે ?
(નૈષધ દેરાશ્રી, જામનગર)

સલાહ લેવી કોઈને ગમતી નથી, પણ આપવી ગમે છે, તેનું શું કારણ ?
- એક સલાહ આપું છું. કોઈની સલાહ ન લેવી.
(તુષાર આર. નાણાવટી, રાજકોટ)

માણસો સવાલોથી ભાગે છે. તમે આવકારો છો. આવું કેમ ?
- પરણેલો છું.
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

બીજાને હસાવતા હાસ્યલેખકો પોતે હસે છે ખરા ?
- કેમ, એ લોકોને કૂતરૂં કયડી ગયું હોય છે ?
(રૂષભ એસ. મોદી, સુરત)

સ્વર્ગની અપ્સરાઓ ધરતી પર ફરવા આવે તો શું થાય ?
- આપણે શું કરવું છે, તેના ઉપર બધો આધાર છે !
(તરલ પી. મહેતા, ભાવનગર)


આરામ ફરમાવવાની શ્રેષ્ઠ જગ્યા કઈ ?
- ઓફિસ.
(કમલા એસ. ચૌહાણ, રાજકોટ)

ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામા જેવા મિત્રો આજકાલ કેમ જોવા મળતા નથી ?
- તું કોની વાત કરે છે, સુદુ... ?
(જીતેન્દ્રસિંહ આર. રાઠોડ)

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved