| Last Update : 05-Sept.-2010, Sunday |
|
|
|
|
|
|
|
 |
|
| કોઇ તો બતાવો આ દર્દની દવા |
| દોબારા દોબારા - અલતાફ પટેલ |
મેં ભી મુંહમેં ઝબાન રખતા હું, કાશ પુછો કે મુદઆ ક્યા હે દિલે નાંદા તુજે હુવા ક્યા હૈ, આખીર ઇસ દર્દકી દવા ક્યા હૈ? - મિર્ઝા ગાલીબ
|
હુંતો કશું જ કહેતો નથી કે એકે શબ્દ ઉચ્ચારતો પણ નથી... કંઈક કહું ને નામોશી થાય તેના કરતાં તો મેં ખામોશી અખત્યાર કરી લીધી છે. એમના પ્રત્યેના ગહન પ્રેમનો ભેદ ખોલું ને કંઈક બોલું ને તે નારાજ થઈ જાય એના કરતાં તો મેં મૌનનો માર્ગ શ્રેષ્ઠ ગણી લીધો છે... બસ હું તો એમની આશાએ મીંટ માંડીને બેઠો છું કે એ સામેથી મારા મૌનને પારખીને પૂછે. બસ એ કિંમતી ક્ષણની રાહ જોઈને હું મારા અંતરની ચાહને દબાવી બેઠો છું. મને પૂરેપૂરી ખાતરી છે કે મારી ખામોશીનો તાગ મેળવી એ મારા હૃદયની ભડકેલી આગને ઠારશે. એમના પ્રત્યેનો મારો વિશ્વાસ મારા શ્વાસોશ્વાસમાં અકબંધ છે.. પણ પછી ક્યારેક એમ પણ વિચારું છું કે મારા આ ભોળા, નિર્મળ હૃદયને થયું છે શું કે આવા મોહપાશની આશ લગાવી બેઠો છું. કોઈની જાળમાં ન ફસાનાર એની મોહજાળમાં કેવી રીતે ગિરફતાર થઈ ગયો તે માટે મારા અંતરનો તાર તાર મને પૂછી રહ્યો છે... જેનો હું ભોગ બન્યો છું તે નાનોસૂનો નહી, એને હું મહારોગ સમજું છું. કોઈક તો મને બતાવો આ રોગની દવા. આ રોગની માત્રા વધશે કે ઘટશે તેની ચિંતા મને કોરી રહી છે... કોઈ ઉપચાર બતાવો તો મારા ઉપર મહા ઉપકાર થશે.
મેં ઈક હર્ફ ન કહું અલતાફ
અબ વો હી ઈકબાર કહે
દિલકો તસલ્લી હો જાયે
ગર પ્યાર કા વો ઈકરાર કરે
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|
|