Last Update : 05-Sept.-2010, Sunday
આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૫-૯-૨૦૧૦ રવિવાર
શ્રાવણ વદ બારસ - એકાદશી (વૈષ્ણવ)

જૈન પર્યુષણ પર્વનો
પ્રારંભ (પં.પ.)
તુલામાં મંગળ
દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૦ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ., ૧૮ ક. ૪૯ મિ.
નવકારસિ સમય ઃ (અ) ૭ ક. ૨૫ મિ., (સૂ) ૭ ક. ૧૨ મિ., (મું) ૭ ક. ૧૩ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની કર્ક (ડ. હ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ પુનર્વસુ સવારના ૧૦ ક. ૫૩ મિ. સુધી પછી પુષ્ય.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - સિંહ, મંગળ - તુલામાં રાત્રે ૩ ક. ૦૪ મિ.થી, બુધ - સિંહ, ગુરૃ - મીન, શુક્ર - તુલા, શનિ - કન્યા, રાહુ - ધન, કેતુ - મિથુન, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - કર્ક.
વિક્રમ સંવત ઃ ૨૦૬૬, શાકે ઃ ૧૯૩૨, જૈનવીર સંવત ઃ ૨૫૩૬
વિક્રમ સંવત્સર ઃ પ્લવ, શક સંવત્સર ઃ વિકૃતિ, દક્ષિણાયન શરદ ઋતુ, શ્રાવણ વદ બારસ ને રવિવાર. અજા એકાદશી વૈષ્ણવ. જૈન પર્યુષણ પ્રારંભ (પં.પ.) મંગળ તુલામાં. રાત્રે ૩ ક. ૦૪ મિ.થી. આજે રવિપુષ્યામૃત યોગ, સવારના ૧૦ ક. ૫૩ મિ.થી શરૃ.
બધુ અનાજ મોંઘુ થાય. અડદ, મગ, સૂત, કપાસ વગેરે વધારે મોંઘી થાય ?
મુસલમાની હિજરીસન ૧૪૩૧ રમજાન માનસો પચ્ચીસમો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ ફરવરદીન માસનો અઢારમો રોજ રશ્ને

[Top]
 

આજ નું ભવિષ્ય

મેષ ઃ આજે રાત્રે મંગળ તુલા રાશિમાં પરિભ્રમણની શરૃઆત કરે છે તેથી આજનો દિવસ શાંતિથી પસાર કરવો. તબિયત સાચવવી.
વૃષભ ઃ આજે આપે વાણીમાં મીઠાસ અને વ્યવહારમાં નમ્રતા રાખવી. પત્ની-સંતાન-પરિવાર સાથે કે અન્ય સાથે વિવાદથી દૂર રહેવું.
મિથુન ઃ આજે રાત્રે મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરતાં પહેલા આપને આકસ્મિક ચિંતા-ઉચાટ-મુશ્કેલીનો અનુભવ થાય તેવું બને.
કર્ક ઃ આજે રાત્રે મંગળ તુલા રાશિમાં પરિભ્રમણ શરૃ કરતાં આપને આગામી સમય નોકરી-ધંધામાં, રાજકીય-સરકારી-કાનૂની પ્રશ્નમાં, સંતાનના પ્રશ્નમાં ચિંતા.
સિંહ ઃ આપની નાણાંકીય ચિંતા-મુંઝવણ હળવી થાય. નોકરી-ધંધામાં આવક આવવાથી, ધંધો મળવાથી, આનંદ રહે કામ ઉકેલાય.
કન્યા ઃ માનસિક પરિતાપ-ચિંતા હળવી થાય. ધંધો થાય. આવક આવવાથી રાહત અનુભવાય. પરિવારનું કામ થઈ શકે.
તુલા ઃ આજે આપે શાંતિથી દિવસ પસાર કરી લેવો. નુકસાન, વિવાદ થાય તેવું કોઈ કામ કરવું નહીં. સાંસારિક પ્રશ્નમાં સંભાળવું.
વૃશ્વિક ઃ આજે રાત્રે મંગળ તુલા રાશિમાં પરિભ્રમણ શરૃ કરતાં આગામી સમય આપે આરોગ્યની બાબતમાં, નાણાંકીય પ્રશ્ને સંભાળવું પડે.
ધન ઃ નોકરી-ધંધાના કામમાં લોભ-લાલચ કર્યા વગર શાંતિથી દિવસ પસાર કરવો. પરિવારમાં શાંતિ રાખવી.
મકર ઃ આપની કાર્યસફળતા-પ્રગતિનો માર્ગ હળવો થતો જાય. હૃદય-મનની પ્રસન્નતા-આનંદ થાય તેવું કામ થાય.
કુંભ ઃ આજનો દિવસ આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવો પડે. આરોગ્યની કાળજી રાખવી.
મીન ઃ આજે રાત્રે મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરે છે તેથી આગામી સમય આપને ચિંતા-ઉપાધિ-સંઘર્ષ-બીમારીનો જણાય.

 

[Top]
 

સુપ્રભાતમ્

 

હે જગતના પતિ ! રાજન્ ! તમારા દ્વારપાળ પાસેથી હું વારણા (પાછા વળવાનો આદેશ અથવા હાથી) મેળવી ચૂક્યો છું. હવે તો તમારા તરફથી મદમત્ત વારણ હાથીની (અથવા તો દ્વારપાળના મદ- અભિમાનના નિવારણની) મારી ઈચ્છા છે !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

 

 

[Top]
 
 

આજ નું ઔષધ

ડાયાબીટીસ અને હાડકાની તંદુરસ્તીને સંબંધ છે તે જાણો છો?

વૈજ્ઞાાનિકોએ તાજેતરમાં શોધી કાઢ્યું છે કે તમારો ડાયાબીટીસ કાબુમાં ના આવતો હોય તો તેનું કારણ તમારા શરીરમાંથી નીકળતો એક હોર્મોન 'ઓસ્ટીઓ કેલ્સીન' છે. જ્યારે આ હોર્મોન ઓછો નીકળે ત્યારે ડાયાબીટીસ વધે. જ્યોન હોપકિન્સ યુનીવર્સિટી (યુ.એસ.ઓ.)ના વૈજ્ઞાાનીકો જેમણે આ શોધ કરી છે તેઓ જણાવે છે કે હાડકાને શરીરમાં લીધેલી કેલરી (ખોરાક) સાથે સંબંધ છે. ૨૧૦ જેટલા ડાયાબીટીસના કેસનો પાંચ વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી વૈજ્ઞાાનીકો એવા નિર્ણય ઉપર આવ્યા કે જો 'ઓસ્ટીઓ કેલ્સીન'નું પ્રમાણ વધે તેવી દવાઓ આપવામાં આવે તો ડાયાબીટીસ કાબુમાં આવી શકે. ઈન્સ્યુલીન રેસીસ્ટન્ટ ડાયાબીટીસમાં આ વાત વધારે લાગુ પડે છે.

[Top]
 

આજ ની જોક


શહેરના એક જૂના મંદિરની ઊંચાઈ માપવાની એક હરિફાઈમાં છગન, મગન અને લલ્લુ ભાગ લઈ રહ્યા હતા. શરત એ હતી કે મંદિરની ઉંચાઈ સાચી પહેલો જે માપી લાવશે એને એક હજાર રૃપિયા ઇનામ અપાશે.
છગન એન્જીનીયર હતો, મગન ગણિતશાસ્ત્રી હતો અને લલ્લુ અમદાવાદી હતો.
એન્જીનીયર છગને ઊંચાઈ માપવા માટે મંદિરના પગથિયા અને દિવાલ ચઢીને ઉપર પહોંચ્યો અને એક દોરડું લટકાવીને નીચે ફેંકીને દોરડું માપ્યું.
ગણિતશાસ્ત્રી મગને ટ્રીગોનોમેટ્રીકની મદદથી કાટખૂણા વગેરે ગણીને મંદિરની ઉંચાઈ માપી બતાવી.
જ્યારે લલ્લુ અમદાવાદી હરિફાઈ જીતી ગયો કારણ કે બાજુની એક જૂની હોટલમાં જઈને હોટલ માલિકને મંદિરની ઊંચાઈ પૂછીને એણે ત્રણ જ મિનિટમાં સાચો જવાબ આપી દીધેલો.

[Top]
 

આજ ની રેસીપી

શક્કરિયા શીંગોડાનું રાયતું

સામગ્રીઃ ૨૫૦ ગ્રામ શક્કરિયાં, ૨૫૦ ગ્રામ લીલાં શીંગડાં (બાફેલા), ૩૫૦ ગ્રામ મોળું દહીં, ૨ ચમચી મીઠું, ૩૦ ગ્રામ તેલ અર્ધા ચમચી જીરું.
રીતઃ શક્કરીયાને ધોઈ બાફી નાખો પછી તેને છીણી શીંગોડાને વાટી બન્નેનો માવો બનાવી દહીંમાં નાખો. પછી તેમાં તેલ રાઈનો વઘાર કરો. ઉપરથી મીઠું ઉમેરો.
સુચનાઃ આ રીતે સુરણ અને રતાળુનું દહીંવાળું શાક થાય.
[Top]

 

 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved