મેચ-ફિકસીંગમાં સંડોવાયેલા સાતે-સાત ક્રિકેટરો જાણે છે કે પાકિસ્તાનમાં એણના માથે મોત ભમી રહ્યું છે. બિચારા ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી મહિના સુધી ઘરની બહાર નીકળવાનું નામ નહોતા લેતા.
છતાં એક દિવસ સાતે-સાત ક્રિકેટરોનું અપહરણ થઇ ગયું ! હાથે, પગે, આંખે પાટા બાંધીને એમને છેક ઉત્તર પાકિસ્તાનના પખ્તુનિસ્તાન વિસ્તારમાં લઇ જવામાં આવ્યા.
એક કિલ્લા જેવા જાજરમાન બંગલામાં લાવીને એમના પાટા છોડવામાં આવ્યા. પણ એમના આશ્ચર્ય વચ્ચે એમને સરસ મઝાનો ચ્હા-નાસ્તો આપવામાં આવ્યો.
થોડીવાર પછી એક સાડા છ ફૂટ ઊંચો કદાવર પઠાણ હાથમાં મશીનગન લઇને અંદર આવ્યો. ક્રિકેટરોને થયું, બસ, હવે ખેલ ખતમ !
પણ પેલો પઠાણ તો વારાફરતી બધાને ભેટયો !
''વૂઈ, તુમ સે મીલ કર ભોત ખુશી હુવા, વૂઈ ! તુમ કિતના ચિકના લડકા લોગ હૈ... વૂઈ !''
ક્રિકેટરોને નવાઈ લાગતી હતી. પઠાણ બોલ્યો, 'વૂઈ, આજ રાત કો આપ કે લિયે એક મસ્ત ચિકની પાર્ટી હોગી.... કોઈ એતેરાજ તો નંઈ ?'
'નહીં, એતરાઝ કૈસા ?' ક્રિકેટરો ગભરાતા હતા.
'ઓર વૂઈ... હર તરહા કે ખાને ઔર પીને કા દૌર ચલેગા.. કોઇ એતેરાજ તો નંઇ ?'
'અરે કૈસા એતરાઝ.'
'ઔર મેરે ચીકનોં... ઉસ કા બાદ મેં થોડા જુઆ ભી ખેલેંગા... કોઇ એતેરાજ તો નંઇ ?'
'અરે જુઆ તો હમ કો ભી બહોત પસંદ હૈ.'
'ઔર જુઆ મેં થોડા મરદાના મારામારી ભી હોઇંગા.... કોઇ એતેરાજ તો નંઇ ના, ચિકનોં ?'
'બિલકુલ નહીં.' ક્રિકેટરોને નવાઈ લાગી રહી હતી કે યાર, મામલો શું છે ?'
'ઔર સુનો ચિકનો...' પઠાણે બધાને નજીક બોલાવી આંખ મિંચકારતાં કીધું, 'વૂઈ, તુમ્હારી ઇસ રાત કો રંગીન બનાને કા પ્રોગરામ સુબુહુ તક ચલેગા. કોઇ એતેરાજ તો નંઇ ?'
આ સાંભળતાં જ ક્રિકેટરોની આંખો ચમકી 'અચ્છા ? રાત કી રંગીની કે લિયે કિસ કિસ કો બુલાયા હૈ ?'
પઠાણે દાંત કચકચાવીને કહ્યું, 'વૂઈ... પૂરે પચાસ પઠાન આનેવાલે હૈ !'
- મન્નુ શેખચલ્લી
|