વેકેશન પડે એટલે મોટા ભાગના યુવાનોમાં પીકનીક,ગેઈમ્સ-સ્પોર્ટસ કે પછી ટ્રેકીંગની એક્ટિવિટીમાં જોડાવવાની વાત આવે. છતાં શહેરમાં એક યુથસર્કલ એવું પણ છે જે પોતાના જીવનનો િંકમતી સમય ગુજરાતના ગામડે જઈને ત્યાંના વિવિધ પ્રશ્નોે ઉપર કામ કરવાનું વિચારે છે.

રાધાકૃષ્ણ શર્મા,મનન રાવલ,નિલમ પટેલ,જલદીપ ઠાકર,રમણ સંઘાડા,દશરથ વાઘેલા,કુસુમ પ્રજાપતી,વિરલ બાવળીયા અને વિનોદ પરમાર એવા મિત્રો છે જેમણે પોતાના બે વર્ષ ગ્રામશિલ્પની પ્રવૃત્તિમાં આપાવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદમાં ભણેલા અને મહેસાણાના પેઢામલી ગામમાં કામ કરતા અને માસ્ટર ઓફ રુરલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી ચૂકેલા જલદીપ ઠાકર કહે છે કે , શહેરમાં પૈસા છે પરંતુ ગામડામાં સંતોષ છે અને શાંતિ છે.
ખાસ ગામડામાં કામ કરવા માટેનો પ્રોજેક્ટ લઈને અમે એટલા માટે જોડાયા છીએ જેથી કંઈક અંશે અમે ગુજરાતના પછાત ગામોમાં સુધારો લાવી શકીએ. આમ જોવા જઈએ તો હાલમાં ભારતના યુથ ખરેખર ગામડાઓમાં કામ કરવા જોડાઈ જાય તો બહુ ઝડપથી આરોગ્ય,શિક્ષણ,વ્યસન મુક્તિ,રોજગારીના પ્રશ્નો કંઈક ઠોસ કામ કરી શકાય.
વિદ્યાપીઠમાં ભણેલા રમણ સંઘાડા છેલ્લા બે વર્ષથી દાહોદના પરમારના ડુંગર માટે કામ કરી રહ્યા છે. રમણા સંઘાડાના મતે ગામડામાં રહેતા નાના બાળકોના પ્રશ્નો બહુ જાગુ્રત થવાની જરુર છે.આજે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મજૂરી કરતા લોકોમાં સ્થળાંતરને કારણે બાળકોને ભણવાનું છોડવુ પડે છે ત્યારે અમદાવાદથી ખાસ આ મકસદથી રમણ સંઘાડા કામ કરી રહ્યા છે.શહેરમાંથી ખાસ શિક્ષણ ક્ષેત્રે કામ કરવા નીકળેલા નિલમ પટેલ ખાસ વલસાડ જીલ્લાના ખોબા ગામમાં ત્રણ વર્ષથી કામ કરે છે.નિલમ પટેલ કહે છે કે ,મારુ કામ અહીંની શાળાઓની દેખરેખ રાખવાનું છે. આ વિસ્તારમાં શિક્ષકો ઘણા અનિયમિત હોવાથી બાળકોનો અભ્યાસ બગડે છે.હું આ દિશામાં સરકારને મદદ કરી રહ્યો છું.
ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના રાધાકૃષ્ણ શર્માએ અમદાવાદમાંથી જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.ઘરે કરિયાણાનો મુખ્ય ધંધો હોવા છતાં રાધાકૃષ્ણ ગામડામાં રહેતા બાળકો માટે સમય કાઢે છે. રાધાકૃષ્ણ શર્મા જણાવે છે કે , ખાસ કરીને ગાંધી વિચારધારાને અનુસરીને મેં ભારતના ગામડામાં થોડો સમય આપવાનો પ્રયત્ન કરું છું.મારો મુખ્ય ઉદ્દેશ રચનાત્મક કાર્ય કરવાનો છે.