Last Update : 04-Sept..-2010, Saturday
સડતું અનાજ, સડેલો વહીવટ
 
નવી દિલ્હી, તા. ૩
ગોદામોમાં સડતા અનાજમાંથી આશરે ૨૫ લાખ ટન અનાજ ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટે નક્કી થયેલા દરે વહેંચવાનો નિર્ણય લઈને સરકારે અત્યારે તો સર્વોચ્ચ અદાલતના ચુકાદાના અમલનો ખેલ પાડયો છે. પરંતુ અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયના અફસરોના જણાવ્યા પ્રમાણે, ખરેખર ગરીબી રેખા નીચે જીવતા પરિવારો સુધી આ અનાજ પહોંચાડવાનું કામ ખરેખર દુષ્કર છે. કેમ કે, સૌથી પહેલા તો ગરીબી રેખાની વ્યાખ્યા વિશે જ એકમતી નથી. રાજ્ય સરકારોએ આપેલો ગરીબ પરિવારોનો આંકડો કેન્દ્ર સરકારના આંકડા કરતા અનેકગણો વધારે છે.
આ અફસરોના જણાવ્યા પ્રમાણે, સર્વોચ્ચ અદાલતે સરકારને ખરાબ સમય માટે અનાજ ખરીદવાનું કહ્યું છે. પરંતુ સરકાર આ રિવાજને વળગી રહે તો ખેડૂતોને તેમનો ધાર્યો ભાવ નહીં મળે અને રાષ્ટ્રની અન્ન-સુરક્ષા સામે ગંભીર ખતરો ઉભો થશે. હકીકતમાં સરકાર કૃષિક્ષેત્ર ટકાવી રાખવા માટે જ ખેડૂતો પાસેથી અનાજ ખરીદી રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અન્ન અને કૃષિ મંત્રી શરદ પવારની પાંખો કાપવા માટે વડાપ્રધાન પર દબાણ વધી રહ્યું છે. શરદ પવાર છેલ્લા ઘણા સમયથી અનેક વિવાદોમાં સપડાયેલા રહ્યા છે. થોડા સમય પહેલાં ખાંડના ભાવવધારા અંગે તેમણે કરેલા નિવેદનોથી હોબાળો થયો હતો. ખાદ્યાન્નના ફુગાવાની બાબતમાં પણ પવાર સદંતર નિષ્ફળ નીવડયા છે. અનાજના બગાડ બદલ કોંગ્રેસ હવે શરદ પવારને દોષ દઈ રહી છે.
એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, 'શરદ પવારને મંત્રાલય કરતા આઇસીસીમાં વધુ રસ છે. દેશમાં જે રીતે અનાજનો બગાડ થઈ રહ્યો છે અને બીજી તરફ ભૂખમરો વ્યાપેલો છે, તે ધ્યાનમાં રાખતા દેશને એક પૂરા સમયના કૃષિ અને અન્ન મંત્રીની જરૃર છે.'
કોંગ્રેસના નેતાઓને સૌથી મોટી ચિંતા એ વાતની છે કે અનાજની વહેંચણી અંગે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો ભાજપ માટે મોટું હથિયાર બની ગયો છે અને તેમાંથી એ મહત્તમ રાજકીય ફાયદો લેવાનો પ્રયાસ કરશે. ચુકાદાના દિવસે જ ભાજપે 'ગુનાઇત બગાડની કહાણી' દર્શાવતી તસવીરોનું પ્રદર્શન પક્ષની અશોક રોડ સ્થિત ઓફિસે યોજ્યું હતું.
ભાજપના પ્રમુખ નીતિન ગડકરીના જણાવ્યા પ્રમાણે, આ તસવીરો પક્ષના કાર્યકર્તાઓને મોકલી હતી. ગડકરીએ યુપીએ સરકારની મજાક કરતા કહ્યું હતું કે, તે સડેલા અનાજમાંથી કદાચ શરાબ બનાવવા ઇચ્છતી હશે. 'મેં હજુ સર્વોચ્ચ અદાલતનો ચુકાદો વાંચ્યો નથી' એવું નિવેદન કરનાર પવારની મશ્કરી કરતાં ગડકરીએ કહ્યું હતું, 'હવે બધું ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય ત્યારે કોઈ મંત્રી આવું કઈ રીતે કહી શકે ?'- આ મુદ્દે ભાજપે એક પુસ્તિકા પણ પ્રકાશિત કરી હતી.
- ઇન્દર સાહની

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved