Last Update : 04-Sept..-2010, Saturday
ભરુચમાં છડી ઉત્સવ ઉલ્લાસભેર ઉજવાયો

 

ભરૃચ -
ભરૃચ તેમજ ભાવનગરમાં જ ઉજવતા છડી નોમની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભરૃચના ભોઈવાડ સ્થિત ઘોઘારાવના મંદિર તેમજ ખારવાવાડના ઘોઘારાવના મંદિર ઉપરાંત લાલબજારમાંથી ભોઈસમાજ, ખારવા સમાજ તથા હરિજન સમાજ ધ્વારા છડી કાઢી પરંપરા રૃટે છડીદારો ધ્વારા ઝુલાવતા લઈ જવાતા હજારોની માનવમેદની ઉમટી હતી. ભરૃચનાં મોટભોઇવાડ તથા ખારવાવાડમાં આવેલા ઘોઘારાવ મહારાજના મંદિરમાં દર વર્ષે શ્રાવણ વદ સાતમથી વદ દશમ સુધી છડીનો મેળો ઉજવવામાં આવે છે. ભરૃચમાં આશરે બસો વર્ષોથી આ ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવ ભરૃચ ઉપરાંત દિલ્હી, ઇન્દોર, વડોદરા અને સુરતમાં ઉજવવામાં આવે છે.

આ છડી મેળા અંગે ચાલતી દંતકથાઓ પ્રમાણે નવનાથ પૈકી માછીન્દ્રનાથ નામના ગુરૃ થઇ ગયા. એમને એક શિષ્ય હતો જેનું નામ હતું ગોરખનાથ, ગોરખનાથ વિદ્વાન હતા. તેમને અલૌકિક સિધ્ધિ પ્રાપ્ત કરી હતી. ધર્મના પ્રચાર અર્થે અને લોક કલ્યાણ અર્થે ગોરખનાથ ગામે ગામ ફરતા હતાં. એકવાર તઓ દખેડા ગામમાં આવયા. થોડો વખત રહેવા માટે મઠ બનાવ્યો. દડખેડા ગામમાં જેવર નામનો રાજા રાજ કરે. રાજા જેવલના લગન બાછઝલ નામની રાજકુમારી સાથે થયા હતા. બાછલને એક બહેન હતી. કોછલ, બંને હેનોનાં રૃપ અને રંગ એવા સરખા કે ભલભલા એમને ઓળખવામાં થાપ ખાઇ જતાં. રાણી બાછલને સર્વ પ્રકારનું સુખ હતું ફક્ત એક જ વાતનું દુઃખ હતું અને એ કે ખોળામાં ખુંદનારની પ્રભુએ ખોટ રાખી હતી. સંતાન માટે બાછલના પતિ રાજા જેવરે અનેક વૈદ્યોની દવા કરી. મંત્રતંત્ર કરાવ્યા પણ બધું નકામું ગયું.

ગામમાં ગોરખનાથ નામના દેવી સંત આવ્યા છે અને તે લોકોના દુઃખ દુર કરે છે. એવી વાતની જાણ થતાં જ રાણી બાછળ ગોરખનાથ પાસે ગયા. એમને ગોરખનાથની સેવા કરી. ગોરખનાથ ખુશ થયા. ગુરૃએ રાણીને કહ્યું કે પૂર્ણિમાની વહેલી સવારે તમે આવજો. હું તમને જડીબટ્ટી અને મંત્ર આપીશ. જેની તમોને સુંદર સંતાન પ્રાપ્ત થશે. રાણી બાછળે આ વાત તેની બહેન કાછળને કરી કાછળને સંતાન ન હતું તેથી તેને થયું કે આ જડીબુટ્ટી મેળવી લેવા એક યુક્તિ કરી રાણી બાછળની માનીતી દાસીને કાછળે લોભલાલચ આપી રાણીના વસ્ત્રો ચોરી લાવવા કહ્યું એ દાસી વસ્ત્રો ચોરી લાવી એ વસ્ત્રો કાછળે ધારણ કર્યા અને પૂર્ણિમાની વહેલી સવારે ગુરૃ ગોરખનાથ પાસે પહોંચી ગઇ. ગુરૃ બીજે ગામ જવાની તૈયારીમાં જ હતા એટલે રાણી બાછળ જ આવ્યા છે એમ માની ગોરખનાથે જડીબુટ્ટી અને મંત્રી કાછળને આપી દીધા.

આ બાજુ રાણી બાછળ ગુરૃની આજ્ઞાા પ્રમાણે મઠ પાસે આવ્યા પણ ગુરૃજી ત્યાં ન હતા. લોકોને પૂછ્યું તો જાણવા મળ્યું કે ગોરખનાથ તો હમણાં જ પોતાના પડાવ ઉઠાવી અહિંથી ચાલ્યા ગયા છે. રાણી બાછળે ગુરૃનો પીછો કર્યો. રસ્તામાં જ ગુરૃજીને પકડી પાડયા અને નમ્ર ભાવે જડીબુટ્ટી તથા મંત્ર માંગ્યાં. ગુરૃજી નવાઇ પામ્યાં, ગોરખનાથે ધ્યાન લગાવી સાચી કીકત જાણી લીધી. હવે શું કરવું ? બાછળને આપેલા વચન પ્રમાણે આપવું તો પડશે જ. માટે ગોરખનાથે પોતાની ભભૂત ગુગલમાં તૈયારી કરી જડી બુટ્ટીના રૃપમાં રાણી બાછળને આપી અને કહ્યું કે આ જડીબુટ્ટીના પ્રતાપે તને દૈવી સંતાન પ્રાપ્ત થશે અને તે જ તારી બહેન કાછળનાં સંતાનોનો નાશ કરશે. બાછળ રાણી જડીબુટ્ટી લઇ ખુશ થતા થતાં રાજમહેલમાં ગયા. ખુબ જ શ્રધ્ધાપુર્વક ગોરખનાથે આપેલ જડીબુટ્ટીમાંથી થોડી પોતે ખાધી અને થોડી પોતાની માનીની લીધી ઘોડીને ખવડાવી નવ માસ બાદ રાણી બાછળને રૃપરૃપના અંબાર સમો દૈવી શક્તિવાળો કુંવર થયો તથા પોતાની લીલીઘોડીને પણ પાણીદાર અદભૂત ઘોડો અવતર્યો. બાછળના પુત્રનું નામ પડયું ઘોઘોરાવ. ઘોઘારાવ જાહેર બલીના નામે પણ ઓળખાતા. આ બાજુ રાણી બાછળની ઇર્ષાળુ બહેન કાછળને બે પુત્રો થયા. એકનું નામ ઉરજન અને બીજાનું નામ સુરજન, બંને પુત્રો અત્યંત ઇર્ષાળુ હતા. ઘોઘોરાવ મોટા થયા. સર્વગુણ સંપન્ન બન્યા એટલે લક્ષદ્વિપના રોજા રોજાની કુંવરી સિરીયલ સાથે તેમના લગ્ન થયા. ઘોઘારાવના પિતા વૃધ્ધ થવાથી દડખેડા રાજયના રાજા તરીકે ઘોઘારાવનો રાજ્યાંભિષેક થયો. કાછળનાં પુત્રો ઉરજન અને સૂરજન થી આ સહન ન થયું. એટલે એમને એમનાં કાકા પૃથ્વીસિંહ કે જે દિલ્હીના રાજા હતા. તેમની મદદ લઇ ઘોઘારાવને હરાવવા તથા રાણી સિરીયલને પોતાની કરવા દડખેડા પર ચડાઇ કરી. વીર ઘોઘારાવને યુધ્ધ ભુમિમાં ઉરજન અને સુરજને મારી નાંખઅયા અને ઘોઘારાવની જીત થઈ. આ જીત ાનંદના બદલે શોકમાં પલટાઈ કારણ કે ઘોઘારાવની માતા બાછળે જાણ્યું કે કાછળના બંને પુત્રોને ઘોઘારાવે યુધ્ધ ભૂમિમાં મારી નાંખ્યા છે. આથી માતા પાછળ ઘોઘારાવ પર કોપાયમાન થયા અને ઘોઘારાવને કહ્યું કે હમણાંને હમણાં આ રાજમહેલ છોડી ચાલ્યો જા. આજ પછી કોઈપણ દિવસે તારું મોઢુ નહી બતાવતો. ઘોઘારાવને લાગી આવ્યું માતાને કદી પોતાનું મોઢું ન બતાવવા માટે તેઓ તરત રાજમહેલ છોડી પોતાની લીલાઘોડા સાથે ચાલ્યા ગયા. ઘોઘારાવને સંસાર પ્રત્યે તિરસ્કાર છૂટયો. તેઓ ત્યાગી બની ગયા. જંગલમાં ઘોઘારાવને ગુરૃગોરખનાથનો ભેટો થયો. ઘોઘારાવ ગોરખનાથનાં શિષ્ય બન્યા. એમની પાસે રહી ઘોઘારાવ યોગ વિદ્યામાં પારંગત બન્યા. આ બાજુ ઘોઘારાવના જવાથી રાણી સીરીયલ અને માતા બાછળ દુઃખી થઈ ગયા. સીરીયલ રાણીએ પોતાના પતિને મેળવવા બાર વર્ષ સુધી આકરું તપ કર્યું. અને રાણી સીરીયલના તપથી જાણ ગોરખનાથને થતાં ગોરખનાથે ઘોઘારાવને પોતાની પત્ની પાસે જવાનો આદેશ આપ્યો. એક બાજુ માતા બાછળને પોતાનું મોઢું નહી બતાવવાનું આપેલ વચન પણ કદી ન તોડાય. હવે કરવું શું ? એક બાજુ ગુરૃનો આદેશ બીજી બાજુ માતાને આપેલ વચન બંને સચવાય એ માટે ઘોઘારાવ રોજ રાત્રે છૂપી રીતે રાણી સીરીયલને મળવા માંડયું. વહેલી સવારે ઘોઘારાવ મહેલ છોડી ચાલ્યા જતા. આમ થોડા સમય બરાબર ચાલ્યું પણ આ તો રાજાનો મહેલ તેમાં કોઈ રોજ ચોરીછૂપીથી આવે અને ન પકડાય એ બને જ કેવી રીતે. આ વાતની જાણ માતા બાછળને થઈ. માતાથી પણ પુત્રનો વિયોગ સહન થતો ન હતો. આથી માતા પણ ઘોઘારાવને મળવા માંગતા હતા. તથા તેને રાજમહેલમાં રહેવા માટે સમજાવવા ઈચ્છતા હતા.

આ કારણથી એક રાત માતા બાછળ મહેલમાં સંતાઈ રહ્યા. મોડી રાત્રે ઘોઘારાવ લીલાઘોડા પર બેસીને આવ્યા. તરત જ માતાએ ઘોડાને થોભાવ્યો અને ઘોઘારાવને માતા બાછળે કહ્યું કે દિકરા મારાથી જે બોલાઈ ગયું છે તે તું ભુલજા અને પાછો રાજમહેલમાં આવીજા. પણ એક વચની પુત્રને થયું કે જો હું મહેલમાં રહીશ તો વચનનો ભંગ થશે. હવે માતાના હાથમાંથી છટકી શખાય તેમ ન હતું. આથી ઘોઘારાવે યુક્તિ દોડાવી.મ ાતાને કહ્યું માતા માતા જુઓ તમારે મહેલ ભડકે બળે છે. માતા ભોળા ભાવે તે તરફ વળ્યા કે તરત જ વચન પાલક ઘોઘારાવ ઘોડાની સાથે જ ધરતીમાં સમાઈ રહ્યાં છે એવું માતાએ જોયું. માતા તરત ઘોઘારાવને રોક્યા દોડયા એકદમ એમના હાથમાં ઘોડાની પૂંચડી આવી ગઈ.

માતાએ જોશથી પૂંછડી પકડી એટલે ઘોઘારાવે તરત જ તલવારથી ઘોડાની પૂંછડી કાપી નાંખી અને ધરતીમાં સમાઈ ગયા. પુત્રના આવા કાર્યથી માતા બાછળ અને સીરીયલ રાણી કલ્પાંત કરવા લાગ્યાં. સમાધિસ્થિત ઘોઘારાવને લાગી આવ્યું. તેથી તેઓએ માતાને આશ્વાસન આપવા માટે કહ્યું કે માતા આપના વચનનું પાલન કરવા માટે મેં સમાધિ લીધી છે.

છતાં આપના પ્રેમ આગળ મારે ઝુંકવું પડે છે. હું દર વર્ષે શ્રાવણ વદ સાતમથી વદ દશમ સુધી એટલે કે ચાર દિવસ આ પૃથ્વી પર આવી સૌને દર્શન આપીશ. ઘોઘારાવના શિષ્યો જ્યાં જ્યાં વસ્યા છે તે સર્વ શહેરોમાં ઘોઘારાવના દર્શનાર્થે સાતમથી વદ દશમ સુધીનો મેળો ઉજવે છે. ભોઈ અને ખારવા સમાજના લોકો ઘોઘારાવના શિષ્યો છે. માટે ગુરૃના દર્શનાર્થે ભરૃચમાં મોટાભાઈ વાડ તથા વેજલપુર ખારવાવાડમાં ઘોઘારાવના મંદિરમાં આ ઉત્સવ ખુદ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભરૃચમાં આવેલા ઘોઘારાવના આ બંને મંદિરોમાં આ દૈવીપુરૃષ ઘોઘારાવ કે જેમનું બીજું નામ જાહેર બલી છે. તેમની શ્રાવણ વદ સાતમને દિવસે જ્યોતના સ્વરૃપે સ્થાપના કરવામાં આવે છે. આ જ્યોત સાતમથી દશમ સુધી અખંડ જ્યોત પ્રગટતી રહે છે. એ જ્યોતને ઘોઘારાવના મંદિરમાં જ્યાં પ્રગટાવવામાં ાળે છે તેની પાછળના ભાગે દિવાલ પર ચંદ્ર, સૂરજ અને હાથના પંજાના ચાંદીના નિશાન લગાડવામાં આવે છે. જ્યોતના સ્વરૃપે ઘોઘારાવને તથા છડીના સ્વરૃપે માતા બાછળને લોકો યાદ કરે છે.

 
Share |
  More News
અમિત શાહના આજે ફરી કાર્ડીયાક ટેસ્ટ કરવામાં આવશે
સુરત મહિલા કો-ઓપ.બેન્કના થાપણદારો ૨૬ કરોડના ક્લેઇમ મંજૂર
અડાલજમાંથી ડાબરની ડુપ્લીકેટ પ્રોડક્ટ પકડાઈ
તટરક્ષક દળને ૪૦ એકર જમીન ફાળવાશે
મહારાષ્ટ્રમાં મોબાઈલ ટાવર ઉભા કરવાના નિયમો બનાવાયા
મુંબઇમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો
અંતે પાક.ના ત્રણ મેચ ફિક્સર ક્રિકેટરને સસ્પેન્ડ કરતી ICC
પાક. અંકુશિત કાશ્મીરમાં ચીની સૈન્યની હાજરી અંગે ચિંતા
બ્રાઝિલની ઑઇલ કંપની ૬૪ અબજ ડૉલરના શેર વેચશે
 
  More News
સ્ટીલના ભાવમાં ૩થી ૪ ટકાનો નોંધપાત્ર વધારો
બાંધકામ ઉદ્યોગની પ્રક્રિયા ધીમી પડતા સિમેન્ટ કંપનીઓનો મિશ્ર દેખાવ
સ્મોલ-મિડ કેપ શેરોમાં તેજીનું ઘોડાપૂર ઃ રિલાયન્સ, મેટલ શેરોની નરમાઇએ સેન્સેકસ ઘટયો
આઇસીસીએ દોષી ખેલાડીઓને કડક સજા ફટકારવી જોઇએ
યુએસ ઓપનમાં ફેડરર અને યોકોવિચની આગેકૂચ ઃ રોડ્ડિક હારતા અપસેટ સર્જાયો
ભારત સામેની બે ટેસ્ટની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
અમિષા પટેલના પરિવાર સામે અદાલતી કાર્યવાહી
અબ્બાસ-મસ્તાનની ફિલ્મને પાંચ અભિનેત્રીઓએ નકારી
મધુરની ફિલ્મમાં પ્રેમદ્રશ્યો ભજવવાનો કરિનાનો ઈનકાર
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved