ભાવનગર -
સમગ્ર ગોહિલવાડની જીવાદોરી જળસ્ત્રોત સમાન શેત્રંુજી ડેમની સપાટી ૩૪ ફૂટને ઓળંગી જતા ઓવરફલો થઇ ગયો છે. ડેમની સપાટી ૩૪ ફૂટને ઓળંગી જતા ૨-૨ ફૂટ ૨૫ દરવાજા ખોલાતા શેત્રુંજી નદી બે કાઠે વહી ઃ ડેમમાં હજુ ૧૩૦૦થી ૧૪૦૦ ક્યુસેક પાણીની આવક ચાલું સિંચાઇ વિભાગના સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેર જિલ્લાનો મુખ્ય જળસ્ત્રોત સમાન શૈત્રુંજી ડેમ આજે બપોર બાદ ઓવરફલો થતા ૨-૨ ફૂટ ૨૫ દરવાજા ખોલવામાં આવ્યા હતા. તેમ સુત્રોએ જણાવ્યંુ હતું. વધુમાં જણાવ્યા મુજબ હજુ આ લખાઇ રહ્યું છે ત્યારે સાંજના ૬ વાગ્યે ડેમમાં ૧૩૦૦ થી ૧૪૦૦ ક્યુસેક પાણીની આવક ચાલુ રહી છે.
સમગ્ર ભાવનગર શહેર-જિલ્લાને પાણી પુરૃ પાડતા શેત્રુંજી આજે ઓવરફલો થતા પાણી પ્રશ્ન પુરેપુરો ઉકેલાઇ ગયો છે. તેમજ ખેડૂતોને પણ સિંચાઇ માટે પૂરતંું પાણી મળી રહેવાની ઉજળી શકયતા જણાઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી ડેમના ઉપરવાસમાં સારા વરસાદથી નીરની આવકમાં સતત વધારો રહેતા ડેમની ૩૪ ફૂટની સપાટી વટાવી જતા બે-બે ફૂટ સુધી ૫૯ દરવાજામાંથી ૨૫ દરવાજા ખોલવામાં આવતા શેત્રુંજી બે કાઠે વહી હતી. અને લોકોના ટોળે ટોળા નદી જોવા ઉમટી પડયા હતા.